મુંબઈ ગણોતધારો, ૧૯૪૮ કાયમી ગણોતિયા નક્કી કરવા માટેની માર્ગદર્શક સૂચનાઓ. - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Friday, June 21, 2024

મુંબઈ ગણોતધારો, ૧૯૪૮ કાયમી ગણોતિયા નક્કી કરવા માટેની માર્ગદર્શક સૂચનાઓ.

મુંબઈ ગણોતધારો, ૧૯૪૮ કાયમી ગણોતિયા નક્કી કરવા માટેની માર્ગદર્શક સૂચનાઓ.


પરિપત્ર ક્રમાંક : ગણત-૧૦૯૫-૨૯૬૩-ઝ, સચિવાલય, ગાંધીનગર.તારીખ: ૧૬-૧૦-2003

વંચાણે લીધા –

(૧) તા.૨૨-૧૦-૬૫નો પરિપત્ર ક્રમાંક : ટીએનસી- ૧૦૬૪/૮૫૮૮૩/-ઝ

(૨) તા.૨૬-૯-૬૭નો પરિપત્ર ક્રમાંક : ટીએનસી- ૧૦૬૭/૫/૩૦૯૮-ઝ

(૩) તા.૨૦-૫-૮૦નો ઠરાવ ક્રમાંક : ગણત-૧૦૮૦-સંકલન-૪-ઝ

(૪) તા.૧૮-૩-૯૬નો પરિપત્ર ક્રમાંક : ગણત-૧૦૯૫-૨૯૬૩- ઝ

(૫) તા.૧૮-૯-૯૭નો પરિપત્ર ક્રમાંક : ગણત-૧૦૯૫-૨૯૬૩-ઝ

મુંબઈ ગણોતધારો, ૧૯૪૮ કાયમી ગણોતિયા નક્કી કરવા માટેની માર્ગદર્શક સૂચનાઓ.

ઠરાવ:-

મુંબઈ ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ, ૧૯૪૮, ની કલમ-૪૩ અનુસાર ગણોતિયાઓને મર્યાદિત હકકથી જમીન પ્રાપ્ત થતી હતી. કલમ-૪૩ માં સને ૧૯૬૦ માં સુધારો કરી પેટા કલમ-૪૩ (૧-બી) દાખલ કરીને જે કાયમી ગણોતિયાઓને 'ખેડૂતદિન (તા. ૧-૪-૫૭) ના દિવસે ખરીદહકક મળ્યા અગાઉ તેમના જમીન પરના ગણોતહકો તબદીલ કરવાના સંપૂર્ણ હકકો હતા. તેમના (તે હકકો ચાલુ રાખવામાં આવ્યા છે.) આના સંદર્ભમાં સંદર્ભ (૧)ના તા.૨૨-૧૦-૬૫, ના પરિપત્રથી કાયમી ગણોતિયાના હક્કો નકકી કરવા બાબતેની સૂચના આપવામાં આવેલ. ત્યારબાદ ઉપરોક્ત સંદર્ભ (૨) માં જણાવેલ તા.૨૬-૯-૬૭ ના પરિપત્રથી કાયમી ગણોતિયાને ખરીદહકક પ્રાપ્ત થયા પહેલાં તબદીલ કરવાના હકકો કલમ-૩૨-જી હેઠળની તપાસમાં સાબિત થયા હોય તેવા કેસોમાં ખરીદ હકકનું પ્રમાણપત્ર આપતાં પહેલાં નમૂના નં.૯માંની મર્યાદિત ..-હકકની શરત કાઢી નાખી અને જરૂરી નોંધ રેકર્ડ ઓફ રાઈટસમાં કરવા સૂચના આપવામાં આવેલી. ઉકત પારેપત્રમાં એવી પણ સૂચના આપવામાં આવેલી કે જો કલમ-૩૨-જી હેઠળની તપાસ દરમ્યાન કાયમી ગણોતિયાના તબદીલ કરવાના હકક અંગે નિર્ણય ન થયો હોય અને જો આવા ગણોતિયા ધ્વારા આવા હકકો તેમના હતા તેવી રજૂઆત કરે તો કૃષિપંચ કે મામલતદારે ગણોતધારાની કલમ-૭૦(ઓ) હેઠળ તપાસ કરી આ મુદ્દાનો નિર્ણય કરવો અને જો આવો નિર્ણય ગણાંતિયાની તરફેણમાં આવે તો એટલે કે ગણોતિયાના તબદીલ કરવાના હક્કો સાબિત થાય તે આવા ગણોતિયાને આપેલા ખરીદીના પ્રમાણપત્રમાં તે મુજબ સુધારો કરવો અને તે બાબતની નોંધ રેકર્ડ ઓફ રાઈટસમાં કરવી. ઉપરોક્ત સંદર્ભ (૩)માં દર્શાવેલ તા.૨૦-૫-૮૦ના ઠરાવ અન્વયે ગણોતધારાની કલમ-૪૩(૧)ના નિયંત્રણવાળી જમીનોની તબદીલી તથા પ્રિમિયમ બાબતે વિગતવાર સૂચનાઓ પાઠવવામાં આવેલ. આમ, છતાં ગણોતધારાની જોગવાઈઓ મુજબ ઉપરોકત પરિપત્રોની સ્પષ્ટ સૂચના હોવા છતાં કાયમી ગણોતિયા ઠરાવવાની બાબતે અનિયમિતતાઓ ધ્યાનમાં આવતાં ઉપરોક્ત સંદર્ભ (૪)માં દર્શાવેલ તા.૧૮-૩-૯૬ના પરિ૫ત્ર અન્વયે કાયમી ગણોતિયાની વ્યાખ્યા આપી કાયમી ગણોતિયા ગણોતધારાની કલમ-૭૦ (ઓ) નીચે ઠરાવવા માટેની સૂચનાઓ જિલ્લા કલેક્ટરશ્રીઓને પાઠવવામાં આવેલ. જેમાં ગણોતિયાએ કે તેના વારસોએ તા.૧-૧-૩5 થી તા.૧-૮-૫૭ના સમયગાળા દરમ્યાન ૧૫ વર્ષ માટે જમીન ખેડી હોવાનું ગામ નમૂના નં. ૭×૧૨માં નોંધ થયેલી હોવાનું પૂરવાર થતું હોય તો કાયમી ગણોતિયા ઠરાવવા માટેની નિર્ણય લેવાનો રહેશે. ત્યારબાદ સરકારશ્રીમાં રજૂઆત થતાં ઉપરોકત સંદર્ભ (૫)માં દર્શાવેલ તા.૧૮-૯-૯૭ના પરિપત્રથી તા.૧૮-૩-૯૬ના પરિપત્રમાં ૧૫ વર્ષ માટેની જે જોગવાઈ કરવામાં આવી હતી તેના બદલે ૧૦ વર્ષ માટે જમીન ખેડી હોય તો કાયમી ગણોતિયા હોવા અંગેનો નિર્ણય લેવાનો રહેશે તેવી સૂચના આપવામાં આવેલી. વધુમાં ૧૦ વર્ષના સમયગાળો ગણવા માટે જમીન ૧૦(દશ) વર્ષ માટે સતત ખેડી ન હોય પરંતુ ટૂકડે ટૂકડે મળી કુલ ૧૦ વર્ષ થતા હોય તેવા કિસ્સામાં કાયમી ગણોતિયા ગણવાનો રહેશે તેવી જોગવાઈ કરવામાં આવેલી છે.

 ઉપરોકત પ્રસ્તાવનામાં દર્શાવેલ વિગતે સંદર્ભમાંના અનુક્રમ નંબર ૧ થી પમાંના પરિપત્ર ઠરાવની જોગવાઈઓ મુજબ મામલતદાર, મામલતદાર-વ-કૃષિપંચ, નાયબ કલેકટર/પ્રાંત ઓફીસર અને જિલ્લા કલેકટરશ્રીઓ દ્વારા કાયમી ગણોતિયા ઠરાવવા અંગેના નિર્ણયો લેવામાં આવતા હતા તે પૈકીના કેટલાક કેસોમાં અનિયમિતતાઓ થતી હોવાનું સરકારના ધ્યાન ઉપર આવતાં તા.૯-૨-૨૦૦૦ ના પરિપત્ર અન્વયે ગણોતધારાની કલમ-૭૦ (ઓ) હેઠળના મામલતદાર/મામલતદાર-વ-કૃષિપંચ/નાયબ કલેકટર /પ્રાંત ઓફીસર ધ્વારા નિર્ણિત થયેલ તમામ કેસો કલેકટરશ્રીને રજૂ થાય તે કેસો કલેક્ટરશ્રીએ અવલોકનમાં લઈ પોતાના અભિપ્રાય સાથે સરકારશ્રીમાં અવલોકન માટે મોકલી આપવા જણાવવામાં આવેલ છે અને તદઅનુસાર જિલ્લા કલેકટરશ્રીઓ ધ્વારા ગણોતધારાની કલમ-૭૦(ઓ) હેઠળના કેસો અવલોકન અર્થે સરકારશ્રીમાં મોકલી આપવામાં આવે છે. રાજયના જુદા જુદા જિલ્લાઓના આવા પ્રકારના કેસો અવલોકનમાં લેતાં સમયે પણ સરકારશ્રીના ઉપરોક્ત સંદર્ભમાં અનુક્રમ નં.૧ થી ૫ ના પરિપત્રો/ઠરાવનું ચુસ્તપણે પાલન થયેલાનું જણાયેલ નથી અને નીચે જણાવેલ વિગતેની અનિયમિતતાઓ જણાઈ આવેલ છે –

(૧) તા.૨૨-૧૦-૬૫ના પરિપત્ર અન્વયે ગણોતધારાની કલમ-૪૩(૧-બી) ની જોગવાઈ મુજબ જે ગણોતિયાઓ જમીનના ગણોત વહીવટમાં તબદીલ કરી શકાયતેવા હક્કો ધરાવતા હતા તેવા ગણોતિયાઓને કલમ-૪૩(૧) હેઠળના પ્રતિબંધોમાંથી મુકિત મળી શકે. આમ છતાં મામલતદાર-વ-કૃષિપંચ, નાયબ કલેકટર અને કલેકટર કક્ષાએ કલમ-૪૩(૧-બી)ની જોગવાઈ મુજબ કલમ-૩૨-જીની કાર્યવાહીના કાગળો વિચારણામાં લેવામાં આવતા નથી અને ફકત તા.૧-૧-૩૬ થી તા.૧-૮-૫૭ના સમયગાળા દરમ્યાનના ૭×૧૨માં નોંધાયેલા ખેડહકકની વિગત જ વિચારણામાં લેવામાં આવે છે.

 



No comments: