‘યથાસ્થિતિ’ના હુકમમાં દાવાવાળી મિલકતની જે તે સ્થિતિ અંગે ચોક્કસ તારણો નોંધાયેલ હોવાં જોઈએ
મિલકતના વિભાજન અંગેના દાવામાં STATUS QUO- એટલે કે યથાસ્થિતિનો હુકમ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ મૂળ વાદીએ સી.પી.સી.ના ઓર્ડર ૩૯ રૂલ- ૨-અ હેઠળ તેવા યથાસ્થિતિના હુકમના ભંગ બદલ પ્રતિવાદીને સજા કરવા અરજી દાખલ કરી હતી. જે હેઠળ પ્રતિવાદીને એક માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો. જે વિરુદ્ધ હાઈકોર્ટમાં દીવાની ફેરતપાસ દાખલ કરવામાં આવી હતી, તે એવું જણાવીને કે, ટ્રાયલ કોર્ટ દ્વારા અપાયેલ યથાસ્થિતિના હુકમમાં દાવાવાળી મિલકતની વસ્તુ સ્થિતિ અંગે કોઈ તારણો નોંધવામાં આવ્યા નહોતા કે દાવાવાળી મિલકતનું હસ્તાંતરણ કરતાં કોઈપણ પક્ષકારને અટકાવવામાં આવ્યા નહોતા. જણાવવામાં આવ્યું હતું કે, નીચલી કોર્ટે એ બાબત નિશ્ચિત કરી નહોતી કે, તે કઈ યથાસ્થિતિ હતી કે જેને સંબંધિત કોર્ટ સુરક્ષિત કરવા માગતી હતી. ઠરાવવામાં આવ્યું હતું કે, નીચલી કોર્ટો ગંભીર અનિયમિતતા સાથે આગળ વધી હતી અને અરજદારને સજા કરવાનો ગેરકાયદેસરનો હુકમ કર્યો હતો.
(Ref.: લાલુ સિંઘ વિ. અરુણ સિંઘ- નામદાર પટના હાઈકોર્ટ-૨૦૧૪)
No comments:
Post a Comment