દત્તક લીધેલા બાળકનાં જૈવિક સગાંઓ સંપત્તિનાં અધિકારી નહીં: મદ્રાસ હાઈકોર્ટ
દત્તક બાળકનાં મૃત્યુપછી પણ તેનાં સગાંઓ સંપત્તિ પર દાવો કરી શકે નહીં.
શું છે ઘટના ?
શક્તિવેલે દાવો કર્યો હતો કે તેના દાદા દાદીને બે પુત્રો હતા. એકનું નામ રામાસામી અને બીજાનું વારનાવાસી નામ હતું. તેની એક પુત્રીનું નામ લક્ષ્મી હતું. શક્તિવેલ વારનાવાસીના પુત્ર હતા. રામાસામી અને તેમની પત્નીને કોઈ સંતાન ન હતું. ૧૯૯૯માં તેમણે કોટ્ટરાવેલ નામનાં બાળકને દત્તક લીધો હતો. ૨૦૨૦માં આ કોટ્ટરાવેલનું મૃત્યુ થયું હતું. તેની સંપત્તિ મેળવવા શક્તિવેલ અને તેનાં બે પિતરાઈ ભાઈ તેમજ ફોઈ લક્ષ્મીની પુત્રીએ દાવો કર્યો હતો. જો કે કોર્ટે ઠરાવ્યું હતું કે કોટ્ટરાવેલને દત્તક લીધા પછી તેનાં જૈવિક પરિવાર સાથેના સંબંધોનો અંત આવે છે.
મદ્રાસ હાઇકોર્ટે એક દૂરોગામી અસરો જન્માવતા ચુકાદામાં એવું ઠરાવ્યું છે કે દત્તક લીધેલા બાળકનાં જૈવિક સગાંઓ તે બાળકની સંપત્તિનાં અધિકારી નથી. કોર્ટે કહ્યું કે બાળકને જ્યારે દત્તક લેવામાં આવે ત્યારે તેનાં જૈવિક પરિવાર સાથેનાં સંબંધોનો અંત આવી જાય છે. દત્તક લેવામાં આવેલા બાળકનાં જૈવિક માતાપિતા કે અન્ય સગાંઓ બાળકને દત્તક પરિવાર પાસેથી મળેલી સંપત્તિનાં અધિકારી થઈ શકે નહીં. હાઈકોર્ટે કહ્યું કે, હિંદુ એડોપ્ટેશન એન્ડ મેઈન્ટેનન્સ એક્ટ ૧૯૫૬ હેઠળ દત્તક પરિવારની સંપત્તિ પર દાવો કરી શકાય નહીં. જસ્ટિસ જી.કે. ઈલાંથિરાઈયાને ૫ જૂને આપેલા આદેશમાં જણાવ્યું હતું કે, કાયદાની કલમ ૧૨માં સ્પષ્ટતા કરવામાં આવી છે કે જ્યારે કોઈ બાળકને દત્તક લેવામાં આવે ત્યારે તેનો જન્મ આપનાર પરિવાર સાથે સંબંધોનો અંત આવે છે. દત્તક લેવામાં આવેલા બાળકનાં મૃત્યુ પછી પણ તેનાં સગાંઓ દત્તક માતાપિતાની સંપત્તિ પર દાવો કરી શકે નહીં. જે દિવસે બાળકને દત્તક લેવામાં આવે તે દિવસથી તેનાં જૈવિક પરિવાર સાથેનાં સંબંધોનો અંત આવે છે. ત્યારથી સંપત્તિ પરના તમામ અધિકારો દત્તક લેનાર પરિવારને મળી જાય છે. કોર્ટે વી.શક્તિવેલની અરજી પર સુનાવણી વખતે ઉપર મુજબ ઠરાવ્યું હતું. અરજીમાં જણાવાયું હતું કે, તેને પોતાના પિતરાઈ ભાઈ સાથેનાં સંબંધો અંગે સર્ટિફિકેટ આપવામાં આવે જેથી તે તેની સંપત્તિ પર દાવો કરી શકે.
No comments:
Post a Comment