દીવાની કાર્યવાહી પડતર છે, એવા કારણસર મિલકત તબદીલ કરવાની પરવાનગીનો ઈનકાર થઈ શકે નહીં.
આ કેસમાં ગુજરાત અશાંત વિસ્તારોમાં સ્થાવર મિલકતની તબદીલી ઉપર પ્રતિબંધ અને ભાડાની જગ્યામાંથી ભાડુઆતોને દૂર કરવાથી સુરક્ષિત કરવાની જોગવાઈ અધિનિયમ, ૧૯૮૬ની કલમ ૫ હેઠળ સંબંધિત પક્ષકાર દ્વારા પરવાનગી માગવામાં આવી હતી. બચાવકર્તા સત્તાવાળાએ આવી પરવાનગી મંજૂર કરવાનો ઇનકાર કર્યો હતો, તે એવા આધાર ઉપર કે પ્રશ્નવાળી મિલકતને સંબંધિત સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન હાઇકોર્ટ સમક્ષ પડતર છે. તે હુકમ વિરુદ્ધની રિટ અરજીમાં ઠરાવવામાં આવ્યું હતું કે, કથિત હુકમ પસાર કરતી વખતે બચાવકર્તા નં. ૩નાએ અરજદારોને સુનાવણીની કોઈ તક મંજૂર કરી નહોતી કે ન તો કથિત અધિકારી દ્વારા આયોજિત કોઈ ઔપચારિક તપાસને સંબંધિત કોઈ સંદર્ભ આપવામાં આવેલ છે. વધુમાં સંબંધિત સત્તાધિકારીએ એ બાબત તપાસવી જરૂરી છે કે, શું વેચાણે આપનારે કથિત મિલકતની તબદીલી માટે મુદત સંમતિ આપેલ છે કે નહીં તેમજ સ્થાવર મિલકતની વાજબી કિંમતનો ઉલ્લેખ તબદીલી ખતમાં કરવામાં આવેલ છે કે નહીં ! બચાવકર્તા નં. ૩નાએ આ તમામે તમામ પાસાંઓને તપાસ્યા નથી અને માત્ર આ કોર્ટ સમક્ષ અરજી પડતર હોવાના આધારે અરજી નામંજૂર કરી હતી.
(Ref : અલી એન્ટરપ્રાઇઝિસ વિ. સ્ટેટ ઓફ ગુજરાત- ગુજરાત હાઇકોર્ટ-૨૦૧૮).
No comments:
Post a Comment