સાટાખત હેઠળના ખરીદનાર વેચાણકર્તાની સંમતિ વિના પોતાના હક્કોનું એસાઈન્ટમેન્ટ કરી શકે નહીં - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Monday, June 3, 2024

સાટાખત હેઠળના ખરીદનાર વેચાણકર્તાની સંમતિ વિના પોતાના હક્કોનું એસાઈન્ટમેન્ટ કરી શકે નહીં

સાટાખત હેઠળના ખરીદનાર વેચાણકર્તાની સંમતિ વિના પોતાના હક્કોનું એસાઈન્ટમેન્ટ કરી શકે નહીં.

ગુજરાતમાં જમીન-મિલકત અને વીલ- વારસાઈની બાબતોમાં નિપુણ અને અધિકારીક અભિપ્રાય આપતા એક પ્રતિષ્ઠિત વકીલ અને લિગલ કન્સલટન્ટ છે. દાયકાઓના અનુભવ સાથે, તેમણે અગ્રણી કાનૂની વિશેષજ્ઞ નિષ્ણાત તરીકે ઓળખ મેળવી છે. તે માત્ર વકીલ જ નડીં, પરંતુ કાનૂની બાબતોના લેખક, સંકલનકર્તા, વકતા, ટીવી પ્રેઝન્ટર તેમજ લોકપ્રિય અખબારના કોલમિસ્ટ પણ છે ઉપરાંત તેઓ સેમિનારના માધ્યમથી કાયદાકીય જ્ઞાનને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે હંમેશાં પ્રયત્નશીલ રહે છે. તેમને અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારોથી પણ નવાજવામાં આવ્યા છે અને સમગ્ર ગુજરાતમાં તેમને કાનૂની ક્ષેત્રે એક આઈકન તરીકે ઓળખવામાં આવે છે.

સાટાખત હેઠળના ખરીદનાર વેચાણકર્તાની સંમતિ વિના પોતાના હક્કોનું એસાઈન્ટમેન્ટ કરી શકે નહીં


જ્યારે મિલક્તો સંયુક્ત કુટુંબની સહિયારી માલિકીની ચાલી આવેલી હોય અને તેવી મિલકતો કુટુંબના અલગ-અલગ સહહિસ્સેદાર તેને કબજે, ભોગવટો, વપરાશ અલગ-અલગ કરતા હોય ત્યારે સામાન્ય રીતે તેવી વ્યક્તિને એમ થાય કે સંયુક્ત કુટુંબની સહિયારી માલિકીની મિલકતો વર્ષોથી કબજે, ભોગવટો, વપરાશ અલગ-અલગ ચાલે છે તેથી તેવી મિલકતોનું વિભાજન થઈ ગયું છે અને પોતે તેના માલિક થઈ ગયા છે.


પરંતુ કોઈ મિલક્ત સંયુક્ત કુટુંબની ચાલી આવેલી હોય અને તેના ધારણકર્તાઓ વચ્ચે અલગ-અલગ કબજો, ભોગવટો ચાલી આવેલ હોવા છતાં સહહિસ્સેદારો/પક્ષકારો વચ્ચે અંદરો-અંદર નક્કી કરી જયાં સુધી વિભાજન અંગેના કાયદેસરના દસ્તાવેજ એક્ઝીક્યુટ કરવામાં ન આવે ત્યાં સુધી તેવી મિલકતને કબજો સહહિસ્સેદારો પૈકી કોઈ એક વ્યક્તિ દ્વારા કબજો ધારણ કરાયેલ હોય તો પણ તે તમામ સહહિસ્સેદારો વતી ધારણ કરાયેલ કબજો હોવાનું કાયદા મુજબ માનવામાં આવે છે.

આમ, સંયુક્ત કુટુંબની મિલકતના વિભાજન બાબતે કાયદેસરનો દસ્તાવેજ એક્ઝીકયુટ કરવો જરૂરી છે અથવા તો સક્ષમ કોર્ટ તરફથી વિભાજન કરવા અંગે હુકમ-હુકમનામું કરાવવું જરૂરી છે. ફક્ત સંયુક્ત માલિકીની મિલક્તોના માલિકો વચ્ચે મૌખિક રીતે વિભાજન કાયદાકીય જોગવાઈઓ મુજબ ચાલી શકે નહીં અને વર્ષોના અનન્ય કબજા, ભોગવટાના આધારે પોતાની માલિકી હોવાનો બચાવ લેવામાં આવે યા દાવો કરવામાં આવે તો તેવા લેખ યા દસ્તાવેજના અભાવમાં પુરાવાકીય રીતે સાબિત કરવું ઘણું અગવડતા ભર્યું રહે છે.


ઉપર વર્ણવ્યા મુજબ દસ્તાવેજ થકી અથવા કોર્ટના હુકમ થકી વિભાજન કરવામાં ન આવે ત્યાં સુધી પક્ષકારના કબજા/ભોગવટા અલગ થઈ ચૂક્યાનું માની શકાય નહી તેવો સિદ્ધાંત નામદાર કલકત્તા હાઈકોર્ટ (ખંડપીઠ) દ્વારા નિર્મલેન્દુ કર્માકર વિરુદ્ધ રથીન્દ્ર નાથ કર્માકર અને બીજાઓ, 522 અપીલ नं, ૧૭/૨૦૨૩, એફ.એ.ટી.નં.૩૦૮/૨૦૧૮ ના કામે તા. ૩૦/૦૧/૨૦૨૩ ના રોજ આખરી હુકમ કરી પ્રસ્થાપિત કરવામાં આવેલ છે (લેન્ડ લોઝ જજમેન્ટસ, વોલ્યુમ-૧, ઇસ્યુ-૧, જાન્યુઆરી-૨૦૨૪, પાના નં.૫૬) આ કેસની ટૂંકમાં હકીકત નીચે મુજબ છે.

પ્રશ્નવાળી મિલકત ગોપાલચંદ્ર કર્માકર કે જેઓ વાદી તથા પ્રતિવાદી નં. ૧ અને ૨ ના દાદાએ ખરીદ કરેલી અને ત્યારબાદ ગોપાલચંદ્ર કર્માકર નાએ પ્રશ્નવાળી મિલકત વાદી તથા પ્રતિવાદી નં. ૧ અને ૨ ના પિતા ગૌર હરિને બક્ષિસ ખતથી બક્ષિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ ગૌર હરિ નું અવસાન થતાં વાદી તથા પ્રતિવાદી નં.૧ અને ૨ નાઓ તેમના કાયદેસરના વારસદારો ચાલી આવેલા, અને ત્યારબાદ વાદીએ સંયુક્ત મિલકતના કબજા અને ભોગવટામાં અગવડ અનુભવાતી હોવાથી વિભાજન કરવા માટે પત્ર/નોટિસ આપેલ, પરંતુ પ્રતિવાદી નં.૧નાએ તેના જવાબ થકી પ્રશ્નવાળી મિલકતના પાછળના ભાગે મકાનના ભોંયતળિયા તેમજ પહેલામાળના અનન્ય માલિક હોવાનું અંગે ઉત્તર આપવામાં આવતા. વાદીએ પ્રતિવાદી નં.૧ તથા ૨ નાઓ વિરૂધ્ધ પ્રશ્નવાળી મિલકતના ૧/૩ હિસ્સાના માલિક હોવાનો તથા તેમાં પ્રતિવાદી નં.૧ દ્વારા ચલાવવામાં આવતા ધંધાની આવકમાં ૧/૩ હિસ્સાના માલિક હોવાનો દાવો દાખલ કરેલ. જે દાવાના કામે પક્ષકારોની રજૂઆતો - પુરાવાઓ અને જુબાનીઓના આઘારે નામદાર કોર્ટ તરફથી દાવાના કામે પ્રશ્નવાળી મિલકતમાં પ્રત્યેકનો ૧/૩ હિસ્સાના માલિકો જાહેર કરવામાં આવેલ અને પ્રતિવાદી નં.૧ દ્વારા દાખલ વળતો દાવો(કાઉન્ટર કલેઈમ) રદ કરવામાં આવેલ. જે હુકમથી નારાજ થઈ પ્રતિવાદી નં.૧/હાલના અપીલકર્તાએ હાલની આ અપીલ નામદાર હાઈકોર્ટ સમક્ષ ઉપસ્થિત કરવામાં આવેલ.

No comments: