સંયુક્ત મિલકતના વણવહેંચાયેલ હિસ્સાની તબદીલી અને નોંધણી પ્રક્રિયા અંગેનો સુધારેલો પરિપત્ર
પરિપત્રનું વર્ણન
આ પરિપત્ર મુખ્યત્વે રહેણાંક (ઘર) સિવાયની સંયુક્ત સ્થાવર મિલકતો માટે છે, જેમાં સહ-માલિકો પોતાનો વણવહેંચાયેલ હિસ્સો અન્યને તબદીલ કરતા હોય છે. અગાઉના પરિપત્રમાં ઉભા થયેલા કાયદાકીય પ્રશ્નોના નિરાકરણ માટે આ સુધારો લાવવામાં આવ્યો છે. હવેથી, દસ્તાવેજમાં લખનાર વ્યક્તિએ એવું સ્પષ્ટ જાહેર કરવું પડશે કે તેઓ પોતાના હિસ્સાથી વધુ મિલકત ટ્રાન્સફર કરી રહ્યા નથી. સબ-રજીસ્ટ્રારે સરકારી રેકર્ડના આધારે આ હિસ્સાની ખાતરી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે જેથી માલિકી હક્ક બાબતે ભવિષ્યમાં કોઈ વિવાદ ઊભો ન થાય.
પરિપત્રની મુદ્દાસર સમજૂતી
તબદીલીપાત્ર હિસ્સાનો ઉલ્લેખ: દસ્તાવેજ કરી આપનારે પોતે કેટલા હિસ્સાની તબદીલી કરે છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ દસ્તાવેજમાં કરવાનો રહેશે.
હિસ્સાની ખરાઈ: દસ્તાવેજ કરી આપનાર વ્યક્તિ તેના ખરેખર હિસ્સા કરતા વધારે હિસ્સાની તબદીલી તો નથી કરતી ને, તેની પૂરતી ચકાસણી સબ-રજીસ્ટ્રારે કરવાની રહેશે.
આધારભૂત પુરાવા: હિસ્સાની ખરાઈ કરવા માટે રેવન્યુ રેકર્ડ (ગામ નમૂના નં. 7/12, 8-અ, 6) અથવા જો અગાઉ દસ્તાવેજ નોંધાયેલ હોય તો તેની નકલ ધ્યાને લેવાની રહેશે.
હિસ્સો નક્કી કરવાની રીત: જો પુરાવાઓમાં સ્પષ્ટ હિસ્સો દર્શાવેલ ન હોય, તો તમામ સહ-માલિકોનો સરખા ભાગે હિસ્સો ગણવાનો રહેશે.
ઉદાહરણ: જો કોઈ મિલકતમાં 4 સહ-માલિકો હોય અને હિસ્સો સ્પષ્ટ ન હોય, તો દરેકનો હિસ્સો 25% ગણીને તે મુજબ તબદીલી ગણવાની રહેશે.
નોંધણીનો અસ્વીકાર: જો કોઈ વ્યક્તિ પોતાના કાયદેસરના મળવાપાત્ર હિસ્સા કરતા વધુ હિસ્સાની તબદીલી કરે, તો તેવા દસ્તાવેજની નોંધણી સ્વીકારવામાં આવશે નહીં.
ચુસ્ત અમલ: આ સુચનાઓનો અમલ તમામ સબ-રજીસ્ટ્રારશ્રીઓએ ચુસ્તપણે કરવાનો રહેશે.


No comments:
Post a Comment