જિલ્લા કોર્ટની કાર્યવાહીનું પણ ‘લાઇવ સ્ટ્રિમિંગ’ થશે - title clear satlasana revenue property

Latest

​📄 ખેતર, પ્લોટ અને મકાનના દસ્તાવેજ 🌱 જમીન એન.એ. (N.A. - બિનખેતી) 👥 વારસાઈ 🤝 જમીન વહેંચણી ✍️ હક્ક દાખલ કરવા તથા હક્ક કમી કરવા ​🏛️ મહેસૂલી અને તમામ સરકારી કામકાજ ખેતર, પ્લોટ તથા મકાનના દસ્તાવેજ હવે ઓથોરાઇઝ્ડ સ્ટેમ્પ વેન્ડર લાયસન્સી દ્વારા સચોટ અને કાયદેસર કરી આપવામાં આવશે.🏡 જમીન-મકાન પ્લોટ નાં બાના ખત, ગીરો, અને વેચાણ દસ્તાવેજ જેવા સરકારી કામકાજ માટે 🏡

Saturday, December 24, 2022

જિલ્લા કોર્ટની કાર્યવાહીનું પણ ‘લાઇવ સ્ટ્રિમિંગ’ થશે

 જિલ્લા કોર્ટની કાર્યવાહીનું પણ ‘લાઇવ સ્ટ્રિમિંગ’ થશે

એક અત્યંત મહત્ત્વપૂર્ણ નિર્ણયમાં રાજ્યની જિલ્લા કોર્ટની કોર્ટ કાર્યવાહીનું પણ હવે હાઇકોર્ટની જેમ ‘લાઇવ સ્ટ્રિમિંગ’ કરવામાં આવશે. જે અંગેનું જાહેરનામુ હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલ દ્વારા કરવામાં આવ્યું છે અને એ અંગેની SOP પણ જાહેર કરવામાં આવી છે. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે તેને મંજૂરી આપી છે. આ માટેના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ કોર્ટનું લાઇવ સ્ટ્રિમિંગ ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે.

રાજ્યના ૩૨ જિલ્લાના પ્રિન્સિપલ જજીઝ માટે જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને તેમને પાયલોટ પ્રોજેક્ટના અમલીકરણ માટે તૈયાર થવા માટેની તાકીદ કરવામાં આવી છે. તમામ જિલ્લા અદાલતોમાં લાઇવ સ્ટ્રિમિંગ માટેના હાર્ડવેર વગેરે લગાવીદેવામાં આવ્યા છે. આ નિયમો મુજબ લગ્નો, બાળકો, બાળકની કસ્ટડી વગેરેના કેસો, જાતિય ગુના અથવા રેપના કેસો, જેન્ડર આધારિત ગુનાના કેસો, પોક્સો, જુવેનાઇલ જસ્ટિસના કેસો, ગર્ભપાતના કેસો, સમૂદાય કે કોમ વચ્ચે વેર ઊભા કરી શકે તેવા કેસો, ક્રોસ એક્ઝામિનેશન્સ કે પછી પુરાવાનું રેકોર્ડિંગ વગેરેને લાઇવ સ્ટ્રિમિંગમાંથી બાકાત રાખી શકાશે.


જાહેરનામા મુજબ જો કોઇ આદેશ કે ચુકાદો લખાવવામાં આવતો હોય અને ત્યારે જજ લાઇવ સ્ટ્રિમિંગને અટકાવવા માંગે તો તે કરી શકશે. કોર્ટની વેબસાઇટ ઉપર જેતે કોર્ટની લાઇવ સ્ટ્રિમિંગના રેકોર્ડિંગને પોસ્ટ કરવાનું રહેશે અને ડિજિટલ પ્લેટફોર્મ પર કોર્ટ દ્વારા તેને ઉપલબ્ધ કરવાનું રહેશે. મીડિયા સહિત અન્ય કોઇ પણ વ્યક્તિ કે એકમ દ્વારા આ રેકોર્ડિંગનો ઉપયોગ કરવાનો રહેશે નહીં તેને શેયર કે ફોરવર્ડ પણ કરવાનો રહેશે નહીં.


No comments: