રાજય સરકારના વર્ગ–૩ અને વર્ગ-૪ના તમામ સંવર્ગો ૫૨ની જગ્યાઓ ઉપર સીધી ભરતીથી નિમણૂક પામેલ પુરૂષ કર્મચારીઓને પિતૃત્વની રજાઓનો લાભ મળવા બાબત.
ગુજરાત સરકાર, નાણાવિભાગ, ઠરાવ ક્રમાંકઃ- ખરચ/૧૦૨૦૧૬/યુ.ઓ.૭૮૬/ઝ.૧ સચિવાલય, ગાંધીનગર. તારીખઃ–૧૨/૦૭/૨૦૧૬
સંદર્ભ:-
(૧) નાણા વિભાગ, ગાંધીનગરનો તા. ૧૬/૦૨/૨૦૦૬નો ઠરાવ ક્રમાંકઃ ખરચ/૨૦૦૨/૫૭/ઝ. ૧ (૨) નાણા વિભાગ, ગાંધીનગરનો તા.૨૮/૦૩/૨૦૧૬નો ઠરાવ ક્રમાંક: ખરચ/૨૦૦૨/૫૭
આમુખ :-
સંદર્ભ ક્રમાંક–(૧) સામેના નાણા વિભાગના ઠરાવથી રાજય સરકારની કચેરીઓમાં વર્ગ–૩ અને વર્ગ-૪ના તમામ સંવર્ગોમાં રાજય સરકારની કરકસરની નીતિના ભાગરૂપે ૫ (પાંચ) વર્ષ માટે ફીકસ પગારથી સીધી ભરતીથી નિમણૂકો આપવાની નીતિ અમલમાં મૂકવામાં આવેલ છે તેમજ આ ઠરાવ સંદર્ભમાં નાણા વિભાગના સંદર્ભ ક્રમાંક–(ર) સામેના ઠરાવથી કરાર આધારિત ફીકસ પગારથી નિમણૂક બાબતની અદ્યતન શરતો અને બોલીઓ નિયત કરવામાં આવેલ છે.
નાણા વિભાગના સંદર્ભ ક્રમાંક–(૨) સામેના ઠરાવથી કરાર આધારિત ફીકસ પગારથી નિમણૂક બાબતની નિયત કરવામાં આવેલ અદ્યતન શરતો અને બોલીઓમાં કરાર આધારિત ફીકસ પગારથી નિમણૂક પામનાર પુરૂષ કર્મચારીઓને પિતૃત્વની રજાઓ મળવા બાબતે કોઈ જોગવાઈ થયેલ નથી. છેલ્લા કેટલાક સમયથી કરાર આધારિત ફીકસ પગારથી નિમણૂક પામનાર પુરૂષ કર્મચારીઓને પિતૃત્વની રજાઓ મળવા બાબતે રાજય સરકારને રજુઆતો મળેલ હતી. આથી નાણા વિભાગના સંદર્ભ ક્રમાંક-(૨) સામેના ઠરાવથી નિયત થયેલ અધતન બોલીઓ અને શરતોમાં સુધારોવધા૨ો ક૨વાની બાબત રાજય સરકારની વિચારણા હેઠળ હતી.
– ઠરાવ –
રાજય સરકારની કાળજીપૂર્વકની વિચારણાને અંતે સંદર્ભ ક્રમાંક–(૨) સામેના નાણા વિભાગના તા.૨૮ ૦૩ ૨૦૧૬ના ઠરાવના પત્રક-૧ હેઠળ નિયત થયેલ બોલીઓ અને શરતોની શરત–(૪)(ડ) પછી નીચે દર્શાવ્યા મુજબની શરત ઉમેરવામાં આવે છે.
" કરાર આધારિત ફીકસ પગારથી નિમણૂક પામેલ સીધી ભરતીના પુરૂષ કર્મચારીઓને ગુજરાત મુલ્કી સેવા (રજા) નિયમો, ૨૦૦૨ના નિયમ-૭૦ ની જોગવાઈ મુજબ પિતૃત્વની રજાનો લાભ મળવાપાત્ર થશે."
સંદર્ભ ક્રમાંક–(૨) સામેના ઠરાવની અન્ય બોલીઓ અને શરતો યથાવત્ રહેશે.
આ ઠરાવનો અમલ તેની રવાનગી તારીખથી કરવાનો રહેશે. ગુજરાતના રાજયપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
No comments:
Post a Comment