જમીનની માપણી કરવા માટેની મહેસૂલ વિભાગના iORA પોર્ટલ પરથી ઓનલાઇન સ્વીકારવામાં આવતી અરજીના નિકાલની કાર્યવાહીમાં પ્રિસ્કૂટીનો તબક્કો ઉમેરવા બાબત.
ગુજરાત સરકાર સચિવાલય, ગાંધીનગર, મહેસુલ વિભાગ પરિપત્ર ક્રમાંક:સીટીએસ/૧૩૨૦૧૯/૧૫૧૯/હ. તા.૧૦/૦૬/૨૦૨૨
વંચાણે લીધા:
(૧) મહેસુલ વિભાગનો પરિપત્ર ક્રમાંક: સીટીએસ/૧૩૨૦૧૯/૧૫૧૯/હ તા.૦૭/૦૮/૨૦૨૦ આમુખ: રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં ટેક્નોલોજીના ઉપયોગ થકી પ્રજાને કર્મચારી સાથે સીધા સંપર્ક વિના (Faceless Admlnistration) સેવાઓ મેળવી શકે તે માટે વિવિધ મહેસૂલી સેવાઓને ઓનલાઇન કરવામાં આવેલ છે, જે પૈકી જમીન દફતર ખાતાની કચેરીઓમાં માપણી માટેની અરજી કરવાની પ્રક્રિયાને પણ IORA પોર્ટલથી ઓનલાઇન કરવામાં આવેલ છે. આ અંગે પ્રસ્તાવિક પરિપત્રથી વિગતવાર સૂચનાઓ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.
જમીન દફતર ખાતાની તાબાની કચેરીઓ તથા અરજદારાશ્રીઓ દ્વારા મળેલ પ્રતિસાદ / સૂચનો ને આધારે સદર સેવાને વધુ સરળ, અસરકારક અને લોકોપયોગી બનાવવા માટે i-Mojniમાં થતી અરાઓ અંતર્ગત અરજીઓની પૂર્વ ચકાસણી કરવાની બાબત વિચારણા હેઠળ હતી. તેના અનુસંધાને નિમ્નલિખિત સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવે છે. પરિપત્ર:
1. i-Mojni અંતર્ગત આવતી અરજીઓની પૂર્વ ચકાસણી માટે દરેક જિલ્લા દીઠ જરૂર મુજબના પૂર્વ ચકાસણી કર્મચારીની નિમણુંક કરવાની રહેતો
2. અરજદાર દ્વારા કરવામાં આવતી માપણી અરજી પ્રથમ પૂર્વ ચકાસણી કર્મચારીના લોગીનમાં દર્શાવવામાં આવશે.
૩. પૂર્વ ચકાસણી કર્મચારી દ્વારા અરજી તથા સૌગંધનામું સંમતિ પત્રકમાં દર્શાવેલ વિગતોની ચકાસણી કરીને અરજી સ્વીકાર / અસ્વીકાર / અસ્જદારને પૂર્તતા માટે પરત અંગેનો નિર્ણય ૦૪ દિવસની અંદર ફરજીયાત આપવાની રહેશે.
4. પૂર્વ ચકાસણી કર્મચારીશ્રીએ i-Mojni ની અરજી પરત્વે સરકારશ્રીની વખતોવખતની સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.
5. પૂર્વ ચકાસણી કર્મચારી દ્વારા કારણો સાથે લેવાયેલ નિર્ણયની જાણ અરજદારને, અરજીમાં દર્શાવેલ મોબાઇલ નંબર અને Email ID પર સિસ્ટમ જનરેટેડ ડર તથા Email દ્વારા જાણ કરવામાં આવશે.
6. અરજીનો અસ્વીકાર / પુર્તતામાં પરત કરવાના કિસ્સામાં તેનું સ્પષ્ટ કારણ પૂર્વ ચકાસણી કર્મચારીએ આપવાનું રહેશે. આ કારણની Email SMS દ્વારા અરજદારને જાણ કરવામાં આવશે.
7. અરજીને પૂર્તતામાં પરત કરવાના કિસ્સામાં અરજદારને ૭ દિવસની સમય મર્યાદામાં પૂર્તતા કરવા માટે તક આપવામાં આવશે જે દરમિયાન અરજદાર ORA પોર્ટલ પર પોતાના અરજી નંબરથી લોગીન કરી પૂર્તતા કરી શકશે.
8. અરજીનો સ્વીકાર થયાના કિસ્સામાં માપણી ફી ભરવાની રહેશે.
9. માપણી ફી ભર્યા બાદ અરજીની ફાળવણી ફિલ્ડ સર્વેયરને કરવામાં આવશે.
10, અરજીનો સમયગાળો માપણી ફી સફળતા પુર્વક ભરાયાના દિવસથી ગણવાનો રહેશે.
No comments:
Post a Comment