પિતાના ઈલાજ માટે માતાએ 2 ફ્લેટ વેચવાનો નિર્ણય લેતાં પુત્રે કરેલી અરજી કોર્ટે ફગાવી
મુંબઈ તા.૧૯ : પારિવારિક સંપત્તિના વિવાદમાં હાઈ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. જ્યાં સુધી માતા પિતા જીવંત હોય ત્યાં સુધી બાળકો તેમની સંપત્તિ પર કોઈ હક્ક જતાવી શકે નહીં. એક પુત્રે તેની માતા વિરુદ્ધ હાઈ કોર્ટમાં અરજી કરી હતી. પિતા હોસ્પિટેલમાં સારવાર માટે દાખલ હોવાથી માતાએ તબીબી ખર્ચ માટે બે ફ્લેટ વેચવાનો નિર્ણય લીધો હતો. પિતા કોમામાં છે. પિતા બાદ માતાને પરિવાર ચલાવવાનો કાયદેસર અધિકાર છે. આથી પતિના ઈલાજ માટે કોઈ પણ સંપત્તિ વેચવાનો તેને અધિકાર છે, એવ ચુકાદો કોર્ટે આપ્યો હતો.
ન્યા. ગૌતમ પટેલ અને ન્યા. માધવ જામદારની બેન્ચ સામે અરજીની સુનાવણી થઈ હતી. કોર્ટે જણાવ્યું હતું કે તમારા પિતા જીવંત છે અને માતા પણ જીવે છે. એવામાં તમારે માતાપિતાની સંપત્તિમાં કોઈ આશા રાખવી જોઈએ નહીં. તેઓ મિલકત વેચવા માગતા હોય તો તેમાં તમારી પરવાનગીની જરૃર નથી.
ગત ઓક્ટોબર મહિનામાં જેજ ેહોસ્પિટલે હાઈ કોર્ટને આપેલા રિપોર્ટમાં જણાવ્યું હતું કે ૨૦૧૧થી પિતા ડિમેન્શિયામાં છે. તેમને ન્યુમોનાઈટિસ અને બેડ સોર થયા છે. તેમને નાકેથી ઓક્સિજન અપાય છે અને સાથે ટ્યૂબના માધઅયમથી ભોજન અપાય છે. તેમની આંખો ફરે છે પણ આંખ મેળવી શકતા નથી. આથી કોઈ નિર્ણય લઈ શકે તેમ નથી.
પુત્રના વકિલે કોર્ટને જણાવ્યું હતું કે વર્ષોથી પુત્ર તેમનો પાલક છે. તેના પર ન્યા. પટેલે પુત્રને પોતે કાયદેસર પાલક તરીકે નિયુક્તી કરાવવા આવવું જોઈતું હતું. તમે એકેય વાર ડોક્ટર પાસે લઈ ગયા છો? તમે મેડિકલ બિલ ભર્યા છે? એવો સવાલ કોર્ટે કરીને પુત્રની ઝાટકણી કાઢી હતી.
કોર્ટે ૧૬ માર્ચના આદેશમાં ઉલ્લેખ કર્યો હતો કે અરજદારે આપેલા દસ્તાવેજમનાં માતા તરફથી કરવામાં આવેલા ખર્ચ અને બિલ દાખવાયા છે. પુત્રે એકેય બિલ ભર્યાનો ઉલ્લેખ કરાયો નથી. હાઈ કોર્ટે જણાવ્યું હતું કે કોઈ પણ સમુદાય કે ધર્મ માટે ઉત્તરાધિકારી કાયદાની કોઈ પણ સંકલ્પા અનુસાર ફ્લેટ પર પુત્રનો અધિકાર હોઈ શકે નહીં. આથી હાઈ કોર્ટે પુત્રની અરજી ફગાવી દીધી હતી.
No comments:
Post a Comment