નોંધાયેલ વેચાણ દસ્તાવેજ રદ કરવાની સમયમર્યાદા તેની જાણ થયાની તારીખથી ૩ વર્ષની છે
જો કોઈ નોંધાયેલ વેચાણ દસ્તાવેજને રદ કરાવવાની જરૂર પડે તો તેને કેટલા સમયમાં રદ કરાવી શકાય તે અંગે આ કેસમાં નોંધવામાં આવ્યું હતું કે, સમયમર્યાદા અધિનિયમના આર્ટિકલ ૫૮ અને ૫૯ મુજબ વેચાણ દસ્તાવેજ રદ કરવાનો દાવો, જે દિવસે આવો વેચાણ દસ્તાવેજ કરાયાની હકીકતની જાણ થાય ત્યારથી ત્રણ વર્ષની અંદર દાખલ કરવો જોઈએ. આ કેસમાં વેચાણ દસ્તાવેજ કરાયાની જાણ તા. ૧૨-૫-૧૯૭૧માં થઈ હતી, જ્યારે તેને રદ કરાવવાનો દાવો તા. ૧૨-૭-૧૯૭૮ના રોજ દાખલ કરવામાં આવ્યો હોઈ તેને સમયમર્યાદાથી પ્રતિબંધિત ઠરાવવામાં આવ્યો.
No comments:
Post a Comment