Saturday, December 17, 2022
New
ગુજરાત સરકાર હસ્તકના બોર્ડ/કોર્પોરેશન /કંપનીઓને સરકારી જમીન ફાળવણીની કાર્યવાહી iORA પોર્ટલ પર ઓનલાઈન ફરવા બાબત.
ગુજરાત સરકાર હસ્તકના બોર્ડ/કોર્પોરેશન /કંપનીઓને સરકારી જમીન ફાળવણીની કાર્યવાહી iORA પોર્ટલ પર ઓનલાઈન ફરવા બાબત.
આમુખ:
મહેસૂલ વિભાગના સંદર્ભ-(૧) થી (૫)ના ઠરાવથી રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ/કોર્પોરેશન/કંપનીઓને સરકારી જમીન ફાળવવાની જોગવાઇઓ કરવામાં આવેલ છે. સંદર્ભ – (૬)ના ઠરાવથી રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ/કોર્પોરેશન/કંપનીઓને સરકારી પડતર જમીનનો આગોતરો કબજો સોંપવા અંગેની સૂચનાઓ અમલી છે. સંદર્ભ-(૭)ના ઠરાવથી રાજ્ય સરકાર હસ્તકના ઔદ્યોગિક કે ધંધાકીય હેતુ માટેના બોર્ડ / કોર્પોરેશન પાસેથી અરજી કરતા સમયે સર્વિસચાર્જ વસૂલ ન કરતાં, જમીન ફાળવણીના હુકમમાં જમીનની કૂલ કિંમત સાથે જંત્રીના ૧% સર્વિસચાર્જ વસૂલ કરવા જોગવાઈ કરવામાં આવેલ છે. રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ/કોર્પોરેશન/કંપનીઓને સરકારી જમીનની ફાળવણી ઝડપથી થાય તથા સમગ્ર રાજ્યમાં જમીન ફાળવણી બાબતે એકસૂત્રતા જળવાય તે માટે તેની કાર્યપદ્ધતિ ઓનલાઈન કરવાની બાબત સરકારશ્રીની સક્રિય વિચારણા હેઠળ હતી. તદ અન્વયે કાળજીપૂર્વકની વિચારણાને અંતે નિમ્નલિખિત સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવે છે.
પરિપત્ર:
૨. રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ/કોર્પોરેશન/કંપનીઓએ સરકારી જમીન માંગણીની અરજી (પરિશિષ્ટ ૧/૧)માં ઓનલાઈન કરવાની રહેશે અને સંબંધિત કલેક્ટર કચેરીઓ દ્વારા આવી અરજીઓની પ્રાથમિક ચકાસણી કરીને નિયત નમૂનામાં ઓનલાઈન દરખાસ્ત કરવાની રહેશે. અને તે માટે દરેક જિલ્લામાં કલેક્ટરશ્રીઓને લોગિન-આઈડી તૈયાર કરવામાં આવેલ છે. મામલતદારશ્રી/સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટશ્રીની માંગણીવાળી જમીનની સ્થળ મુલાકાત સમયે માંગણીવાળા બોર્ડ / કોર્પોરેશન / રાજ્ય સરકાર હસ્તકની કંપનીના વર્ગ-૧ / વર્ગ-૨ના સક્ષમ અધિકારીશ્રીએ તેઓની સાથે સ્થળ પર હાજર રહેવાનું રહેશે. મામલતદારશ્રીઓએ / સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટશ્રીઓએ નિયત નમૂનામાં(ચેકલીસ્ટ-૧)માં તમામ વિગતો સાથે પ્રાંત અધિકારીશ્રીને મોકલી આપવાની રહેશે અને સંબંધિત પ્રાંત અધિકારીએ નિયત નમૂનામાં(ચેકલીસ્ટ-૨)માં વિગતો સાથે ઓનલાઈન દરખાસ્ત કલેક્ટરશ્રીને મોકલી આપવાની રહેશે.
3. ઉક્ત દરખાસ્તની ચકાસણી કરી સંબંધિત કચેરી/અધિકારીનો અભિપ્રાય મેળવવાનો થતો હોય તો તે મેળવીને સંદર્ભ-(૬)માં દર્શાવેલ મહેસૂલ વિભાગના ઠરાવ અને વખતોવખતના ઠરાવની વિગતે રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ/કોર્પોરેશન કંપનીઓને આગોતરો કબજો સોંપવાના પ્રસંગે આગોતરા કબજાની રકમ ભરપાઇ(પરિશિષ્ટ-૧ /૫ મુજબ) કરવા અંગે જાણ કર્યા બાદ અરજદાર દ્વારા તે રકમ નિયત સદરે ભરપાઈ થયેથી ચલણ વેરીફીકેશનની કાર્યવાહી કરીને આગોતરો કબજો સુપ્રત કરવા સંબંધિત કલેક્ટરશ્રીએ હુકમ(પરિશિષ્ટ-૧/૬ મુજબ) કરવાનો રહેશે. ત્યારબાદ, નગર નિયોજકશ્રીને આગોતરા કબજો સોંપ્યા તારીખની સ્થિતિએ મૂલ્યાંકન કરવા અંગે જાણ(પરિશિષ્ટ- ૧/૭ મુજબ) કર્યા બાદ તેમના તરફથી મૂલ્યાંકન અભિપ્રાય મળ્યેથી જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિમાં પ્રકરણનું મૂલ્યાંકન કરાવવાનું રહેશે.
૪. મહેસૂલ વિભાગના પ્રવર્તમાન ઠરાવ/પરિપત્રની જોગવાઈ અન્વયે પ્રકરણે સક્ષમ સત્તા કલેકટરશ્રીને એનાયત થયેલ હોય તો લાગુ પડતા ખાતાના અભિપ્રાયો મેળવી, બાકી રકમ ભરપાઈ કરવા અરજદારશ્રીને ઈન્ટીમેશન(પરિશિષ્ટ-૧/૮ મુજબ) આપવાનું રહેશે અને અરજદાર એકમ તરફથી બાકી રકમ ભરપાઈ થયેથી કલેક્ટરશ્રીએ વિગતવાર હુકમ( પરિશિષ્ટ-૧/૯) કરવાનો રહે છે. દરખાસ્ત અંગે સક્ષમ સત્તા સરકારશ્રીને હોય તો નિયત નમૂનામાં(ચેકલીસ્ટ-૩)ની વિગતો સાથે મહેસૂલ વિભાગને દરખાસ્ત મોકલવાની રહેશે. મહેસૂલ વિભાગની મંજૂરી મળ્યેથી, અરજદારશ્રીને ઈન્ટીમેશન(પરિશિષ્ટ-૧/૮ મુજબ) આપવાનું રહેશે અને અરજદાર એકમ તરફથી બાકી રકમ ભરપાઈ કરવાની રહેશે. કલેક્ટરશ્રીએ વિગતવાર હુકમ આવશ્યકતા મુજબના(પરિશિષ્ટ-૧/૯, ૧/૯(અ), ૧/૯(બ) મુજબ કરવાના રહે છે. વિગતવાર હુકમ કરતી વખતે કલેક્ટરશ્રીએ સરકારશ્રીનું હિત જળવાય તેવી યોગ્ય તે શરતો ઉમેરવાની રહેશે.
૫. તા.૦૧/૧૧/૨૦૨૨થી સરકારી જમીન રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ / કોર્પોરેશન / કંપનીઓને મળનાર તમામ નવી દરખાસ્ત ફરજિયાત પણે ઓનલાઈન જ રજુ કરવાની રહેશે. સંબંધિત બોર્ડ/કોર્પોરેશન/ગુજરાત સરકાર હસ્તકની કંપનીએ ઓનલાઈન અરજી કરવા માટે iORA પોર્ટલના એક્સેસ માટે જિલ્લાના ડી.આઈ.ઓ.-એન.આઈ.સી. મારફત લોગિન મેળવી લેવાના રહેશે. પોર્ટલની લિંક આ મુજબ છે:
ગુજરાતના રાજયપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

About hitesh
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment