મહેસૂલ વિભાગ બ્લોક નં.૧૧/૬, સરદાર ભવન, તારીખ:૨૩/૧૨/૨૦૨૨ સચિવાલય, ગાંધીનગર
અધિસૂચના
ક્રમાંકઃમતક/પરક્ષ/ગુલમ ૫/૧૦૨૦૧૫/પરીક્ષા એકમ
“ગુજરાત ઉચ્ચ મહેસૂલ લાયકાત પરીક્ષા(GHRQE)” નું આયોજન ગાંધીનગર, રાજકોટ તથા સુરત કેન્દ્ર ખાતે તા.૨૨/૦૨/૨૦૨૨ થી તા.૨૫/૦૨/૨૦૨૨ સુધી કરવામાં આવ્યુ હતુ. પરીક્ષામાં ઉપસ્થિત થયેલ કુલ-૬૪૯ ઉમેદવારો પૈકી કુલ-૪૭૫ ઉમેદવારો ઉત્તિર્ણ થાય છે તે અંગેનું પરિણામ પ્રસિધ્ધ કરવામાં આવે છે.
સદર પરીક્ષામાં ઉત્તિર્ણ થયેલા ઉમેદવારોના નામ અને ગુણાનુક્રમ મુજબની યાદી “પરિશિષ્ટ-અ” તથા અનુત્તિર્ણ થયેલ ઉમેદવારોના નામ, તેઓએ મેળવેલ ગુણ, અને ગેરહાજર રહેલ ઉમેદવારોની વિગતો પરિશિષ્ટ-બ' માં દર્શાવેલ છે.
અનુત્તિર્ણ થયેલ ઉમેદવારો પ્રાપ્ત કરેલ ગુણનું રિચેકિંગ કરાવવા માંગતા હોઈ, તો તે અંગેની નિયત નમુનામાં અરજી તથા નિયત ફી ભરીને સંબંધિત કલેક્ટર કચેરી મારફત ઇ-સરકાર માં (https://esarkar.gujarat.gov.in) Revenue Department માં D L Deshmukh (SO, EXAM, RD) ના લોગીનમાં તા:૧૩/૦૧/૨૦૨૩ સુધીમાં મોકલવાની રહેશે. અધુરી વિગતવાળી, ફી વગરની તથા મુદ્દત બાદ મળેલ રિચેકિંગની અરજી ધ્યાને લેવામાં આવશે નહિ.
ફી પ્રશ્નપત્ર દીઠ રૂપિયા ૩૦/- (અંકે રૂપિયા ત્રીસ પુરા) ૦૦૭૦-બીજી વહીવટી સેવાઓ, ગ-બીજી આવક, ૭ ભાષા પરીક્ષા અને બીજી ફ્રી' સદરે જમા કરવાની રહેશે. આ પરિણામ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ ઉપર મળેલ મહેસૂલ તપાસણી
કમિશ્નર અને હોદ્દાની રૂએ સચિવશ્રીની અનુમતિ અન્વયે જાહેર કરવામાં આવે છે.
HRQ Result - 2022 List
No comments:
Post a Comment