શહેરી જમીન (ટોચમર્યાદા અને નિયમન) અધિનિયમ, ૧૯૭૬ તથા તેે અધિનિયમને રદ કરતાંં શહેરી જમીન ( ટોચમર્યાદા અને નિયમન) રિપીલ એકટ, ૧૯૯૯ પરત્વેના નામદાર, અદાલતોના ચુકાદા તેમજ અરજદારોના રજૂઆતો સંદર્ભે વિચારણા કરવા માટેની સમિતીની રચના અને સત્તા સોપણી બાબત. - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Saturday, December 3, 2022

શહેરી જમીન (ટોચમર્યાદા અને નિયમન) અધિનિયમ, ૧૯૭૬ તથા તેે અધિનિયમને રદ કરતાંં શહેરી જમીન ( ટોચમર્યાદા અને નિયમન) રિપીલ એકટ, ૧૯૯૯ પરત્વેના નામદાર, અદાલતોના ચુકાદા તેમજ અરજદારોના રજૂઆતો સંદર્ભે વિચારણા કરવા માટેની સમિતીની રચના અને સત્તા સોપણી બાબત.

શહેરી જમીન (ટોચમર્યાદા અને નિયમન) અધિનિયમ, ૧૯૭૬ તથા તેે અધિનિયમને રદ કરતાંં શહેરી જમીન ( ટોચમર્યાદા અને નિયમન) રિપીલ એકટ, ૧૯૯૯ પરત્વેના નામદાર, અદાલતોના ચુકાદા તેમજ અરજદારોના રજૂઆતો સંદર્ભે વિચારણા કરવા માટેની સમિતીની રચના અને સત્તા સોપણી બાબત.


શહેરી જમીન (ટોચમર્યાદા અને નિયમન) અધિનિયમ, ૧૯૭૬ રાજયમાંથી તા.૩૦/૩/૧૯૯૯ ના રોજ રદ થતાં, શહેરી જમીન (ટોચમર્યાદા અને નિયમન) રિપીલ એકટ,૧૯૭૬ રદ થતાં રાજયની વિવિધ નામદાર અદાલતો તેમજ નામદાર સર્વેાચ્ચ અદાલત સમક્ષ સદર કાયદાઓ અન્વયેના કેસો ઘણી મોટી સંખ્યામાં વિચારાધીન હતાં. સદર કાયદાઓ અન્વયેના કેસોમાં નામદાર અદાલતોના ચુકાદાઓ સંદર્ભે વિચારણા કરવા માટે સંદર્ભમાં દર્શાવેલ તા.૨૯/૩/૨૦૦૬ના ઠરાવથી અધિક મુખ્ય સચિવશ્રી. (નાણાં વિભાગ) ના અધ્યક્ષસ્થાને એક સમિતિની રચના કરવામાં આવી હતી. ત્યાર બાદ, તા.૨૪/૧૦/ર૦૦૮ના ઠરાવથી તા.૨૯/૩/ર૦૦૬ના ઠરાવથી રચેલ સમિતિ રદ કરી. અ.મુ.સ./અગ્રસચિવ /સચિવશ્રી. (મહેસૂલ)ના અધ્યક્ષસ્થાને મહેસૂલ વિભાગના અધિકારીશ્રીઓની સમિતિની રચના કરવામાં આવેલ. ત્યારબાદ, તા.૨૩/૭/૨૦૧૩ના ઠરાવથી આ સમિતિમાં નાણાં સલાહકારશ્રી (મહેસૂલ)નો સમાવેશ કરવામાં આવેલ અને છેલ્લે તા. ૮/૧૦/૨૦૧૪ના ઠરાવથી સમિતિના કાર્યક્ષેત્રમાં ફેરફાર કરી, શહેરી જમીન ટોચમર્યાદા કાયદો, ૧૯૭૬ તેમજ રિપોલ એક્ટ, ૧૯૯૯ અન્વયેના કોર્ટ કેસો તથા અરજદારોની રજૂઆતો સહિતના તમામ કેસો સમિતિની વિચારણા અર્થે રજૂ કરવાનું ઠરાવવામાં આવેલ.

ઉપર્યુક્ત તા. ૮/૧૦/૨૦૧૪ના ઠરાવની જોગવાઈઓ અનુસાર કાર્યવાી કરવામાં આવતાં, સંબંધિત કલેકટરશ્રીઓ, અત્રેના યુ.એલ.સી.પ્રભાગ તેમજ સચિવશ્રીઓની સમિતિનું કાર્યભારણ વધી ગયેલ. જેના પરિણામે, સમયમર્યાદામાં નિર્ણય ન થતાં, કેસોના નિકાલ બાબતે વિલંબ અને નામદાર અદાલતોની ટીકા ટીપ્પણનો ભોગ બનવાના પ્રશ્નો ઉપસ્થિત થયેલ. આ સંજોગોમાં, ઉપર્યુકત તા.૮/૧o/૨૦૧૪ના ઠરાવની જોગવાઈઓમાં ફેરફાર કરવાની બાબત સરકારશ્રીની સક્રિય વિચારણા હેઠળ હતી. જેમાં, સરકારશ્રીને પુખ્ત વિચારણા કરી, સંદર્ભમાં દર્શાવેલ તમામ ઠરાવો રદ કરી, સમિતિની રચના કરવાનો તથા સત્તા સોંપણી અંગે નીચે મુજબની વિગતે ઠરાવ કરવામાં આવે છે.

શહેરી જમીન ટોચમર્યાદા કાયદો,૧૯૭૬ અને રિપીલ એકટ,૧૯૯૯ અન્વયેના કેસો સંબંધે સરકારશ્રીને ભલામણ /અભિપ્રાય આપવા સચિવશ્રીઓની સમિતિની રચના નીચે પ્રમાણે કરવામાં આવે છે.

ક્રમ            સભ્યશ્રીનું નામ

૧ | અ.મુ.સ.શ્રી./અગ્રસચિવશ્રી/સચિવશ્રી. (મહેસૂલ), 

૨ | સચિવશ્રી.(જ.સુ.)મહેસૂલ વિભાગ

૩ | મહેસૂલ તપાસણી કમિશ્નર અને હોદ્દાની રૂએ સચિવશ્રી. 

૪ | નાણાં સલાહકારશ્રી (મહેસૂલ)નાણા વિભાગ

પ | નાયબ સચિવ સંયુકત સચિવશ્રી(યુએલસી),મહેસૂલ વિભાગ


શહેરી જમીન ટોચમર્યાદા કાયદો,૧૯૭૬ તેમજ રિપીલ એકટ,૧૯૯૯ અન્વયેના કેસો પરત્વે નિર્ણય કરવા અંગે નીચે દર્શાવેલ પારા (અ) થી (ક)ની વિગતોએ સત્તા સોંપણી કરવામાં આવે છે. 

(અ) સચિવશ્રીઓની સમિતિ સમક્ષ રજૂ કરવાપાત્ર કેસો.

ક્રમ                                કેસની વિગત

૧ | જે કેસોમાં ફાજલ કરેલ જમીનનો કબજો સરકાર હસ્તક સંભાળવામાં આવ્યો હોય તેને કોર્ટ કેસ ઘ્વારા પડકારવામાં આવ્યા હોય અને નામદાર અદાલત ઘ્વારા જમીનનો કબજો સંભાળવાની કાર્યવાહીને ગેરકયદે ઠરાવેલ હોય તેવા કેસોમાં જમીન તેના ફોર્મધારકને પરત આપવાની થાય તેવા કેસો.

૨ | ફોર્મધારકના ફોર્મ પરત્વે કાયદા અનુસારની જરૂરી તમામ કાર્યવાહી પૂર્ણ કરી, ફાજલ કરેલ જમીનનો કબજો સરકાર હસ્તક સંભાળી લીધેલ હોય. પરંતુ, આ કાર્યવાહીને કોઈ કારણોસર રદ બાતલ કરી, નવેસરથી નિર્ણય અર્થે કેસ રિમાન્ડ કરેલ હોય અને આવા રિમાન્ડ થયેલ કેસ પરત્વે પુનઃ કબજો લેવા સુધીની કાર્યવાહી થયેલ ન હોય તેવા કેસો.

૩ | શહેરી જમીન ટોચમર્યાદા કાયદાની કલમ-૨૦ અન્વયેની ખેનીમુક્તિ રદ કરતાં તેમજ કલમ–૨૧ અન્વયેની આવાસ યોજના રદ કરતાં હુકમોને નામદાર અદાલતમાં પડકારવામાં આવ્યા હોય તેવા કેસોમાં નામદાર અદાલતના ચુકાદાનો સ્વીકાર / અસ્વીકાર કરવા બાબતના કેસો.

૪ | ફોર્મધારકોએ રજૂ કરેલ ફોર્મ પરત્વે કાયદાના અમલ દરમિયાન થયેલ કાર્યવાહીમાં કોઈ પ્રક્રિયાની ક્ષતિ (Procedural lapse) થયેલ હોય અને સરકારશ્રી પક્ષે જમીનનો કાયદેસરનો કબજો સંભાળેલ હોય તે અંગે ફોર્મધારક કે તેમના વારસદારોની રજૂઆતો સંબંધિત કેસો.


ઉપર્યુક્ત પ્રકારના કેસો સચિવશ્રીઓની સમિતિની ભલામણ મેળવ્યા બાદ, આખરી નિર્ણય અર્થે માનનીય મંત્રીશ્રીના આદેશો મેળવવાના રહેશે.


(બ) નીચે મુજબના કેસો સચિવશ્રીઓની સમિતિ સમક્ષ રજૂ કર્યા સિવાય, સચિવશ્રી, (જ.સ.)મારફત આખરી નિર્ણય અર્થે સીધા માનનીય મંત્રીશ્રીને રજૂ કરવાના રહેશે. 

(૧) ફોર્મધારકોએ રજૂ કરેલ ફોર્મ પરત્વે કાયદાની ક્લમ-૧૦(૩) અન્વયેનું જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું હોય અને ફાજલ કરેલ જમીનનો સરકાર હસ્તક કાયદેસરનો કબજો સંભાળેલ ન હોય તેવા કેસોમાં " ના વાંધા પ્રમાણપત્ર " આપતાં પહેલા આવા કેસો. સચિવશ્રી. (જ.સુ.) મારફત માનનીય મંત્રીશ્રીને આખરી નિર્ણય અર્થે રજૂ કરવાના રહેશે.

(૨) જે કેસોમાં, કલમ–૧૦(૩)સુધીના તબકકાની કાર્યવાહી થયેલ હોય અને ફાજલ કરેલ જમીનનો સરકાર હસ્તક કાયદેસરનો કબજો સંભાળેલ ન હોય અને આ બાબતે કોર્ટ કેસ થયેલ હોય તો તેવા કેસોમાં નામદાર અદાલતના ચુકાદાના સ્વીકાર, અસ્વીકાર બાબતે કૈસ સચિવશ્રી. (જ.સુ.) મારફત આખરી નિર્ણય અર્થે માનનીય મંત્રીશ્રીના આદેશો મેળવવાના રહેશે.

(૩) ક્લમ-ર૦ની મુક્તિ અને ક્લમ–ર૧ની આવાસ યોજના અંગેના પ્રકરણોમાં કોર્ટ કેસ થયેલ ન હોય અને જમીનનો કબજો સરકાર હસ્તક સંભાળેલ ન હોય તો, આવા કેસો સચિવશ્રી. (જ.સુ.) મારફત માનનીય મંત્રીશ્રીને રજૂ કરી, આખરી નિર્ણય કરવાનો રહેશે.

(૪) ફોર્મધારકના ફોર્મ પરત્વે કોઈ જમીન ફાજલ કરવામાં આવી હોય અને તેની વિરુધ્ધ લીટીગેશન ઉપસ્થિત થયેલ હોય તેવા કેસોમાં, ફોર્મધારકની રાખવાપાત્ર જમીનો અંગે શહેરી જમીન ટોચમર્યાદા કાયદા અન્વયેનું " ના વાંધા પ્રમાણપત્ર " આપવામાં આવતું નથી. આવા કેસો સચિવશ્રી (જ.સુ.) મારફત માનનીય મંત્રીશ્રીને રજૂ કરી, આખરી નિર્ણય કરવાનો રહેશે. 

(ક) ફોર્મધારકોના ફોર્મ પરત્વે કાયદાની કલમ–૧૦(દ) થી નીચલા તબકકાની કાર્યવાહી થયેલ હોય પરંતુ કોઈ લીટીગેશન થયેલ ન હોય તેવા કેસોમાં કલેકટરશ્રી કક્ષાએથી ઘટિત નિર્ણય લેવાનો રહેશે.


આ સમિતિએ નીચે મુજબની વિગતોએ કાર્યવાહી કરવાની રહેશે. સમિતિની બેઠક દર ૨૧ દિવસે અચૂક બોલાવવાની રહેશે.

અધિક મુખ્ય સચિવશ્રી /અસચિવશ્રી/સચિવશ્રી (મહેસૂલ) કોઈ કારણોસર હાજર ન રહી શકે તો, મહેસૂલ તપાસણી કમિશ્નર અને હોદ્દાની રૂએ સચિવશ્રીએ આ સમિતિની બેઠકનું અધ્યક્ષસ્થાન સંભાળવાનું રહેશે. 

જો મહેસૂલ તપાસની કિંમશ્નર અને હોદ્દાની રૂએ સચિવશ્રી બેઠકમાં ઉપસ્થિત રહી શકે તેમ ન હોય તો, ત્રણ સભ્યોની ઉપસ્થિતિમાં પણ બેઠક ચાલુ રાખવાની રહેશે.

 ગુજરાતના રાજયપાલશ્રીના હુકમથી અને તેમના નામે,


No comments: