ક્રમાંકઃ એલ.આર. ૧/હે.ફા.નોંધ.સિ.સ./૦૫ તા. ૨૩-૫ ૨૦૦પ
જમીન દફતર ખાતાની સિટી સરવે કચેરીઓમાં મુંબઈ જમીન મહેસુલ અધિનિયમ ૧૮૭૯ના પ્રકરણ ૧૦–કે, " હકપત્રક બાબત ” ની કામગીરી માટે મુંબઈ જમીન મહેસુલ અધિનિયમ ૧૮૭૯ની કલગ ૧૨-ક, અન્વયે સિટી સરવે સુપ્તિ-ન્ટેન્ડે~શ્રીઓ વધારાના મામલતદાર તરીકે ફેરફાર નોંધનો નિકાલ કરે છે. ફેરફાર નોંધના નિકાલ કરતી વખતે મહેસુલ વિભાગના ઠરાવ નં. હપ ૧૦૨૦૦૩/૨૭૨૭૬ ૪ તા.૧–૧૨–૨૦૦૩, હકપત્રક (રેકર્ડ ઓફ રાઈટસ) અધતન રાખવા બાબતના ઠરાવ તથા મુંબઈ જમીન મહેસુલ અધિનિયમ ૧૮૭૯ની જોગવાઈઓ ધ્યાને લેવાની હોય છે. જમીન દફ્તર ખાતાની રાજ્યની ત્રિદી સરવે કચેરીઓની હકપત્રક નોંધનો નિકાલ કરતી વેળાએ કમથી થયેલ ફેરફાર નોંધોમાં મુંબઈ જમીન મહેસૂર્ય અધિનિયમ ૧૮૭૯ની કલમ ૧૩૫ (૫) મુજબ ફેરફાર નોંધ કરવામાં પગલાં લેવામાં આવે ત્યારે (મ્યુટેશન એન્ટ્રી)ની નોંધ કરતી વખતે એવી નોંધ સબંધકર્તા હિત ધરાવતા વ્યક્તિઓને લેખીત નોટીસ આપવામાં આવતી નથી અને કલમ૧૩૫(૫) હેઠળની નોટીસ આપ્યા સિવાય ફેરફારો મંજૂર કરવામાં આવે છે. આ બાબત મુંબઇ જોન રસુલ અધિનિયમ ૧૮૭૯ની કલમ ૧૩૫(ઘ) સાથે સુસંગત ન હોઈ વાંધાજનક છે. સબબ સિટી સરવે સુપ્રિન્ટેન્ડેન્ટશ્રીઓને નીચે મુજબની સુચના હકકપત્રકની ફેરફાર નોંધના નિઝલ માટે આપવામાં આવે છે.
1.મુંબઈ જમીન મહેસુલ અધિનિયમ ૧૮૭૯ની કલમ ૧૩૫ (ઘ)મુજબ ફેરફાર રજીસ્ટરમાં નોંધ કરે ત્યારે મેન્ટેનન્સ સરવેયરે સદરહું ફેરફાર સબંધિત હિત ધરાવનારી જે વ્યક્તિઓ જણાય તેમને અને જે કોઈ વ્યકિત તેમાં હિત સબંધ ધરાવતો હોય તેમ માનવાનું કારણ હોય તેને લેખીત ખબર આપવી, દરેક પ્રકારની ફેરફાર નોંધના નિકાલ પહેલાં મુંબઈ જમીન મહેસુલ અધિનિયમ ૧૮૭૯ની કલમ ૧૩૫ (૩) હેઠળ ફરજીયાતપણે નોટીસ આપવાની રહેશે.
2. બીન ખેતીની દુરસ્તી થવાથી, કોર્ટના પ્રોબેટથી, કોર્ટના હુકમથી, તકરારી કેસ, રીમાન્ડ કેસના હુકમથી, અપીલ અધિકારીના હુકમથી, વિભાગ માપણી, એકત્રીકરણ, દુરસ્તી કે કોઈપણ પ્રકારની ફેરફાર નોંધ નિકાલ કરતાં પહેલાં મિલ્કતમાં હિત સબંધ ધરાવતા વ્યક્તિઓને અવશ્યપણે લે.રે.કો. લા ૧૩૫(૧)હેઠળની લેખીત નોટીસ આપવાની રહેશે લેખીન નોટીશ આવ્યા સિવાય કોઇપણ ફેરફાર નોંધનો નિકાલ કરી શકાશે નહી.
3. કોઈપણ પ્રકારની ફેરફાર નોંધ ફરજીયાત પણે લેખીત નોટીસની બજવણી થયા પહેલાં અને નોટીસમાં જણાવેલ દિન ૩૦ ની મુદત પહેલાં નિકાલ કરી શકાશે નહિ.
4. મિલક્તના હિત સબંધ ધરાવનાર વ્યક્તિઓન મુંબઈ જમીન મહેસુલ અધિનિયમ ૧૮૭૯ની કલમ ૧૩૫ (ઘ) હેઠળની નોટીસ બજવણી કરવા સાથે મિલકત ઉપર પંચ રોજકામ સાથે ચોટાડવાની રહેશે સાથો સાથ તે મિલકતમાં જે તે સમયે રહેતા વ્યક્તિ, વ્યકિતઓને રૂબરૂ સહી લઈ નોટીસ આપવાની રહેશે. મિલકતમાં રહેતા વ્યક્તિને ય પી.સી. થી નોટીસ બજાવી હોય તેમ છતાં પણ રૂબરૂમાં તેઓની સહી લઈ નોટીસ બજાવવાની રહેશે.
5. હુકમની ફેરફાર નોંધ સામે વાંધાઓ રજૂ કરવામાં આવે ત્યારે હૂકમ કરનાર સત્તાધિકારીની ઉપરના એપેલેટ અધિકારી તરફથી મનાઈ હુકમ આપવામાં આવેલ ન હોય તો, વાંધો ધ્યાને લેવાનો રહેશે નહિ.
6.સરકારશ્રીના મહેસુલ વિભાગના ઠરાવ નં.૫-૧૨૦૦૩/ ૨૭૨૭૪, તા.૧ ૧૨ ૨૦૦ માં અપાયેલ સુચના મુજબ રેકર્ડના ખરાપણાની ફેરફાર નોંધ મંજૂર, નામંજૂર કરતા હુકમની જાણ મિલકતના હિત સબંધ ધરાવનાર વ્યક્તિઓને લેખીતમાં અવશ્ય જાણ ક૨વાની રહેશે.
No comments:
Post a Comment