૨૨ લાખની સ્ટેમ્પ ડ્યૂટીના મહેસૂલના હુકમને હાઈકોર્ટે રદ કર્યો કુટુંબની મિલકતમાં એક સભ્ય દાવો જતો કરે તો સ્ટેમ્પ ડ્યૂટી ન લાગે ઃ
બહેને ભાઈની તરફેણમાં દાવો જતો કર્યો, રજિસ્ટ્રારે અમાન્ય ઠેરવતા અરજી
ગુજરાત હાઇકોર્ટે ચુકાદો આપ્યો છે કે, પરિવારના સભ્યોની તરફેણમાં કોઈ વ્યક્તિ મિલકતમાંથી તેનો હક છોડી દે છે, તે મિલકતના વહેવારો પર મહેસુલ વિભાગના સત્તાધીશો સ્ટેમ્પ ડયુટીને વસુલ કરી શકે નહીં. આ કેસમાં મિલકતમાંથી પોતાનો હક જતો કરનાર પાસેથી મહેસુલ સત્તાવાળાઓ ૨૨.૪૨ લાખની ચુકવણી કરવા માટે કરેલા બે અલગ અલગ હુકમને હાઈકોર્ટે રદ કર્યા છે.
કેસની વિગત જોઈએ તો, વર્ષ ૨૦૦૦માં મુકેશ પટેલ નામના વ્યક્તિએ ઝુંડાલમાં પ૧ હેક્ટરની જમીન ખરીદેલી અને તેને બિનખેતી પ્રકારની જમીનમાં પરિવર્તિત કરેલી. આ પછી તેણે વંશાવલિ ચાર્ટ તૈયાર કર્યો અને તેમાં બદલાવ કરેલો વર્ષ ૨૦૧૫ના રેવન્યુ રેકોર્ડમાં તેની પત્ની રંજના, પુત્રી શ્રેયા, અને પુત્ર શાલિનના નામ હતા. એક વર્ષ બાદ, બહેન શ્રેયાએ ૧૦૦ના સ્ટેમ્પ પેપર પર તેના ભાઈની તરફેણમાં તેનો હક જતો કરેલો. આ વહેવારને રજીસ્ટ્રારે માન્ય રાખ્યો ન હતો અને હક જતો કરવાની ડીડને જપ્ત કરાઈ હતી. આ પછી, ડેપ્યુટી કલેક્ટરે શો-કોઝ નોટિસ ઈસ્યુ કરીને ગુજરાત સ્ટેમ્પ એક્ટ અંતર્ગત જમીનની બજાર કિંમત મુજબ છે. ૨૨.૪૨ લાખની સ્ટેમ્પ ડ્યુટી ભરવા હુકમ કરેલો. આ પછી, પરિવારે ૨૫ ટકા રકમ ચુકવેલી અને ડિમાન્ડ ઓર્ડર સામે અપીલ કરેલી, જો તે ફગાવાયેલી.
આ પછી. અરજદારે હાઈકોર્ટમાં અરજી કરીને રજૂઆત કરેલી કે રાજ્ય સરકારનો પરિપત્ર છે કે. વડીલોપાર્જિત મિલકતોને ૩૦૦ના સ્ટેમ્પ પેપર ટ્રાન્સફર કરીને પરિવારના સભ્ય તેનો હક છોડી શકે છે અને મિલકતની બજાર કિંમત પર ૪.૯૦ ટકા સ્ટેમ્પ ડ્યુટી લાગશે નહી. જો કે, તો પણ આ કેસમાં મૂળ ખરીદનાર જીવતા હોવા છતાં સરકારે ટ્રાન્સફર દસ્તાવેજને પૈતૃક મિલકત ન માનીને તેને જપ્ત કરેલી અને સ્ટેમ્પ ડ્યુટી ભરવા હુકમ કરેલો.
સરકારે આ રજૂઆતનો વિરોધ કરતા રજૂઆત કરેલી કે, એક વાર સહ-માલિક બહેને તેના ભાઈની તરફેણમાં મિલકતમાંથી તેનો હક છોડી દીધેલો છે, આ વહેવારને વેચાણ માનવામાં આવે છે.
સંદેશ સમાચાર તા.૧૫/૧૨/૨૦૨૨ પેજ.નં.ર
No comments:
Post a Comment