ગુજરાત રાજ્ય સેવા(તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫ અંતર્ગત “KNEE JOINT REPLACEMENT ” અને “HIP JOINT REPLACEMENT” ની સારવારનો સમાવેશ કરવા બાબત.
ગુજરાત સરકાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ઠરાવ ક્રતસાખ/૧૦/૨૦૧૭/૬૨૨૦૪૮/અ-૧ સચિવાલય, ગાંધીનગર તા. ૦૧/૧૧/૨૦૧૮
વંચાણે લીધા:-
(૧) આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તા. ૨૪/૦૮/૨૦૧૫ ના ઠરાવ કે, એમએજી/ ૧૦૨૦૦૩ ૨૭૧૨) અ(પાર્ટફાઇલ)
(૨) આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તા.૦૮/૦૩/૨૦૧૬ ના ઠરાવ ક્ર. એમએજી/૧૦૨૦૧૫/૬૦૧/૨-૧
(૩) આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તા.૦૭/૦૩/૨૦૧૬ ના ઠરાવ ક્ર, એમએજી /૧૦૨૦૧૪ / ૪૬૫ ૦૬૯ /અ-૧
(૪) આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તા.૩૦/૦૮/૨૦૧૬ ના ઠરાવ ક્ર.એમએજી/ ૧૦૨૦૧૫/૬૦૧/અ-૧
*આમુખ
હાલમાં ગુજરાત સરકારના કર્મચારીઓ/ અધિકારીઓ માટે તબીબી સારવારના નિયમો ગુજરાત રાજય સેવા(તબીબી સારવાર)નિયમો, ૨૦૧૫ અમલમાં છે. ગુજરાત રાજયના કર્મચારીઓ/અધિકારીઓને આ નિયમો તથા તેમાં વખતોવખત થતાં સુધારાઓ મુજબ તબીબી સારવારનો ખર્ચ મળવાપાત્ર છે. આ નિયમોના નિયમ (૨.૧૦) હેઠળ તૈયાર કરેલ પરિશિષ્ટ-પ અંતર્ગત કોષ્ટક- 'B' માં ઈમ્પ્લાન્ટસની યાદી તૈયાર કરેલ છે. જે અન્વયે "Knee Replacement" અને "Hip Replacement" માટે શરીરમાં નાખવાના ઈમ્પ્લાન્ટની રકમ નકકી કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. આ અંગે પેન્શનર મંડળો અને અરજદારો તરફથી ઘણી રજૂઆતો સરકારશ્રીને મળેલ હતી. પુખ્ત વિચારણાના અંતે "Knee Replacement" અને "Hip Replacement"ની રકમ રીએમ્બર્સ કરવા માટે નીચે મુજબ ઠરાવવામાં આવે છે.
*ઠરાવ
(૧) ગુજરાત સરકારના તમામ કર્મચારીઓ/ અધિકારીઓ / પેન્શનરોને એક ઘુંટણ / થાપા માટે રૂ. ૪૦,૦૦૦/- અથવા દવાઓ અને ઇમ્પ્લાન્ટ મળીને થયેલ કુલ ખર્ચ બંનેમાંથી જે ઓછી હોય તેટલી રકમ મંજુર કરવાની રહેશે અને બંન્ને ઘુંટણ / થાપા માટે રૂ.૮૦,૦૦૦/- અથવા દવાઓ અને ઇમ્પ્લાન્ટ મળીને થયેલ કુલ ખર્ચ બંનેમાંથી જે ઓછી હોય તેટલી રકમ મેડીકલ રીએમ્બર્સમેન્ટ મળવાપાત્ર થશે. સરકારી / સરકારી સમકક્ષ / એમ્પેનલ હોસ્પિટલ અને અન્ય ખાનગી હોસ્પિટલ ખાતે મેળવેલ સારવારના કેસોમાં સંબંધિત જિલ્લાના આર.એમ.ઓ./ સિવિલ સર્જનએ પાસે એક ઘુંટણ/ થાપા માટે રૂ. ૪૦,૦૦૦/- (રૂપિયા ચાલીસ હજાર) અને બંને ઘુંટણ / થાપા માટે રૂ. ૮૦,૦૦૦/- (રૂપિયા એશી હજાર) અથવા દવાઓ અને ઇમ્પ્લાન્ટ મળીને થયેલ કુલ ખર્ચ બંનેમાંથી જે ઓછું હોય તેટલી રકમ સામે ચકાસણી કરી પ્રતિસહી કરાવવાની રહેશે. ત્યાર બાદ ગુજરાત રાજય સેવા(તબીબી સારવાર)નિયમો, ૨૦૧૫ ના નિયમ (૧૧.૧) માં સોંપેલ નાણાકીય સત્તાઓ પ્રમાણે સક્ષમ અધિકારીએ મંજૂરી આપવાની રહેશે.
(૨) પેન્શનરોના કિસ્સામાં તા.૦૮-૦૩-૨૦૧૬ ના ઠરાવ મુજબ ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) અને "Hip નિયમો, ૨૦૧૫ ના નિયમ-(૧૧.૧)(બ.ર) ની જોગવાઈ મુજબ “પેન્શનરના કિસ્સામાં" સરકારી / સરકારી સમકક્ષ - એમ્પેનલ્ડ હોસ્પિટલ/ અન્ય ખાનગી હોસ્પિટલ ખાતે મેળવેલ "Knee Replacement" Replacement"ની સારવારના કેસોમાં સબંધિત જિલ્લા સિવિલ સર્જન / આર.એમ.ઓ.ની પ્રતિ સહીની ચકાસણી કરીને બિલ મંજૂર કરવાની તમામ સત્તા ઉપાડ અને વહેંચણી અધિકારી (તિજોરી અધિકારી) ની રહેશે. ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં "Knee Replacement" અને "Hip Replacement" માટે મેળવેલ સારવાર માટે પણ સંબંધિત જિલ્લાના આર.એમ.ઓ./ સિવિલ સર્જનની પ્રતિ સહીની ચકાસણી કરી એક ઘુંટણ થાપા માટે રૂ. ૪૦,૦૦૦/- (રૂપિયા ચાલીસ હજાર) અથવા દવાઓ અને ઇમ્પ્લાન્ટ મળીને થયેલ કુલ ખર્ચ બંનેમાંથી જે ઓછું હોય તે અને બંન્ને ઘુંટણ / થાપા માટે રૂ.૮૦,૦૦૦/- અથવા દવાઓ અને ઇમ્પ્લાન્ટ મળીને થયેલ કુલ ખર્ચ બંનેમાંથી જે ઓછી હોય તેટલી રકમ મેડીકલ રીએમ્બર્સમેન્ટ મળવાપાત્ર થશે.
(૩) આ ઠરાવ તા.૦૧-૦૪-૨૦૧૮ અને તે પછી મેળવેલ "Knee Replacement" અને "Hip Replacement" ની સારવારના તમામ કેસોમાં લાગુ પડશે. આ હુકમો વિભાગના સરખા ક્રમાંકની ફાઇલ પર નાણા વિભાગની તા.૩૧-૦૮-૨૦૧૮ ની મળેલ સંમતિ
અન્વયે બહાર પાડવામાં આવેલ છે.
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેના નામે,
No comments:
Post a Comment