- title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Wednesday, December 7, 2022

રાજ્યના ગામતળ કે સીટી સરવેની હદ ઉપરાંતના વિસ્તારમાં બિનખેતી થયેલ જમીનના “ORA ના સોફ્ટવેર તથા ઇ- ધરાના ડાટા તથા અન્ય રેકર્ડ્ઝનો ઉપયોગ કરીને સીટી સરવેના સોફ્ટવેરમાં પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવા અને નિભાવણી કરવા બાબત


 ગુજરાત સરકાર  મહેસૂલ વિભાગ ઠરાવ ક્રમાંક: સીટીએસ -૧૩૨૦૧૮-૨૪૨૧-હ તા. ૨૦/૦૧/૨૦૨૦,


 વંચાણે લીધા:-

(૧) મહેસૂલ વિભાગના તારીખ: ૧૯/૧૨/૨૦૧૪ ના ઠરાવ ક્રમાંક: બીજીટી૧૧.૨૦૧૪-૨૦૧૭- હ (૨) મહેસૂલ વિભાગના તારીખ ૦૮/૦૩/૨૦૧૯ ના પરિપત્ર ક્રમાંક: બખપ/૧૦૨૦૧૮/૪૨૫/ક

 પ્રસ્તાવના:

વંચાણે લીધા(૧) ના ઠરાવથી જમીન મહેસૂલ કાયદાની કલમ-૬૫ અંતર્ગત રાજયના ગામતળ કે સીટી સરવેની હદ ઉપરાંતના વિસ્તારમાં બિનખેતી વિસ્તારના પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવાની કામગીરી કાર્યરત છે. વધુમાં, મહેસૂલ વિભાગ દ્વારા વંચાણે લીધા (ર) ના પરિપત્રથી જમીન મહેસૂલ સંહિતાની કલમ ૬૫ એ, ૬૬ તથા ૬૭ અંતર્ગત બિનખેતી પરવાનગી મેળવવાની કાર્યપદ્ધતિ ખોનલાઇન કરવામાં આવેલ છે. સીટી સરવે કચેરીઓમાં હાલ પ્રોપર્ટીકાર્ડની નિભાવણીની કામગીરી www.csis.gov.in પર કાર્યરત છે. આ ઉપરાંત ઓનલાઇન બિનખેતીની પ્રક્રિયા પણ iora.gujarat.gov.in પર કાર્યરત છે. આમ, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઝડપી રીતે પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવાને અવકાશ છે.


શહેર માપણી નિયમસંગ્રહ મુજબ શહેર માપણીના કાયદાની જોગવાઇઓ ખેતી સિવાયની જમીનોને લાગુ પડે છે. જમીન મહેસૂલ કાયદાની કલમ ૧૩૫(બી) મુજબ સીટી સરવેનું રેકર્ડ્ઝ ડીજટલી(Digitally) નિભાવવાની જોગવાઇ છે. જમીન મહેસૂલ કાયદાની કલમ ૧૩૧ ની વિભાવના ખેતી સિવાયની જમીનની સરવે કરવા તથા રેકર્ડ તૈયાર કરવાની જોગવાઇ છે. જર્મીન મહેસુલ


કાયદાની કલમ ૬૫ હેઠળ ખેતીની જમીનને જિલ્લા કલેકટર અને સક્ષમ અધિકારી દ્વારા બિનખેતીની જમીન બાબતે તમામ પ્રકારની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરીને બિનખેતીની મંજૂરી આપવામાં આવે છે. રાજ્યમાં ખેતી સિવાયની મિલકતો માટે પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવા અને તેની નિભાવણી કરવાની કામગીરી સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક દ્વારા હાથ ઘરવામાં આવે છે અને સીટી સરવેના પ્રોપર્ટીકાર્ડમાં મિલકતના ધારણકર્તા, ક્ષેત્રફળ, સત્તા પ્રકાર, બિનખેતીના વિશેષ ધારાની વિગત નોંધેલ હોય છે. અને તેમાં ઉત્તરોત્તર રેકર્ડ ઓફ રાઇટ્સની તમામ વિગતો નોંધવામાં આવે છે. આમ, રાજયની આવી તમામ મિલકતને લગતા રેકર્ડ ઓફ રાઇટ્સ માટે પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવાનું ઉચિત જણાય છે.


વંચાણે લીધા (૧) ના ઠરાવની જોગવાઇ મુજબ જમીન મહેસૂલ કાયદાની કલમ પ અંતર્ગત રાજયના ગામતળ કે તે ઉપરાંતના બિનખેતી વિસ્તારના પણ મિલક્ત કાર્ડ બનાવવા સક્ષમ અધિકારીના બિનખેતીના હુકમો, ડી.આઇ.એલ.આર. કચેરીના ઉપલ્બધ હુકમો અને બિનખેતીના પાનીયાના ડીટલ રેકર્ડ્ઝનો ઉપયોગ કરીને હાલ બિનખેતીના પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવાની યોજના કાર્યરત છે અને તેના આધારે સીટી સરવે ના www.csis.gov.in ના સોફટવેરમાં બિનખેતીના હુકમો મેળવીને તેને સ્કેન તથા ડાટા એંટ્રી કરી તેને આધારે ચાર લાખ જેટલા પ્રથમ પ્રોપર્ટીકાર્ડ પણ તૈયાર કરવામાં આવેલ છે. આ કામગીરીમાં વેગ લાવવા iora.gujarat.gov.in અને www.csis.gov.in ના ડાટાનું જોડાણ કરવા તથા બાકી રહેલ મિલકતો માટે બિનખેતી હુકમો મેળવીને તેમજ ઇ-ધરાના ડાટા નો ઉપયોગ કરી ને નવા પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવા અને તેને અતન કરવા કાળજીપૂર્વક વિચારણા કરીને નીચે મુજબ અમલીકરણ કરવાનું ઠરાવવામાં આવે છે.


ઠરાવ:


જમીન મહેસૂલ કાયદાની કલમ ૬૫ અંતર્ગત ગામઠાણ કે સીટી સરવે વિસ્તાર કલમ ૧૨૬ ની સીટી લિમીટ ઉપરાંતના બિનખેતી વિસ્તારમાં મિલકત કાર્ડ બનાવવા, જાળવવા અને નિભાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવા નીચે મુજબ ની પદ્ધતિ અનુસરવાની રહેશે. (અ) ઓનલાઇન ડાટાબેઝનો ઉપયોગ કરીને પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવા બાબત


iora.gujarat.in સોફ્ટવેર સાથે www.csis.gov.in ના જોડાણ કરી તેના આધારે ઓનલાઇન


બિનખેતી થયેલ સરવે નંબરના પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવા માટેની કાર્યપદ્ધતિ નીચે મુજબ છે. (1) I-ORA સોફ્ટવેરના આધારે બિનખેતી થયેલ સરવે નંબરના સીધા સીટી સરવેના www.csis.gov.in ના સોફ્ટવેર સાથે જોડાણ કરીને સીટી સરવેના જરુર મુજબ વોર્ડ ખોલવાના રહેશે.


(2) બિનખેતીના વોર્ડમાં સીટી સરવે નંબર જનરેટ કરવા માટે જે સરવે નંબર બિનખેતી થયેલ છે તે સરવે નંબરની આગળ “A” લખીને સીટી સરવે નંબર બનાવવો. બિનખેતી થયેલ સરવે નંબરમાં માપણીની પ્રક્રિયા હાથ ધરવાની ન હોઈ સોફટવેરમાં શીટ નંબર માટે “ NA 99" જનરેટ કરવો. ક્ષેત્રફળ પ્લોટના કારપેટ એરીયા મુજબ દાખલ કરવાનું રહેશે.


 (3) જેના નામે હુકમ થયેલ છે તેના કોમન પ્લોટ અને રસ્તા સિવાયના તમામ પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવા. પ્રોપર્ટીકાર્ડમાં નિયત કરેલ સતા પ્રકારની યાદી મુજબ બિનખેતીનો સત્તા પ્રકાર નક્કી કરવાનો રહેશે.


 (4) બિનખેતીના વિકોષધારાની ગણતરી શહેરનો વર્ગ તેમજ મિલકતના ઉપયોગ રહેણા ઉદ્યોગ અને વ્યાપારીક હેતુ) મુજબ પસંદ કરવો અને સક્ષમ અધિકારીના હુકમમાં દર્શાવેલ બિનખેતીના વિશેષધારા મુજબની રકમ લખવાની રહેશે.


 (5) સીટી સરવેના સોફ્ટવેરમાં જો સક્ષમ અધિકારીના હુકમની સાથે તે જમીનનો મંજુર થયેલ લે-આઉટ પ્લાન ઉપબ્ધ થાય તો સોફટવેરમાં ઉપલબ્ધ સુવિધા મુજબ કુલ પ્લોટમાં ખાનગી પ્લોટ, રસ્તા, કોમન પ્લોટ એમ કુલ પ્લોટ વાઇઝ મિલકત કાર્ડ તૈયાર કરવા અને પ્લોટના કારપેટ એરીયા મુજબ ક્ષેત્રફળ દાખલ કરવાનું રહેશે.


 આ કામગીરી સંબંધિત બિનખેતીના વોર્ડની કામગીરી જેને સોંપવામાં આવે તે સરવેયર મેન્ટેનન્સ સરવેયર દ્વારા કરવાની રહેશે, પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવા તથા તે ડાટાના વેરીફિકેશનની કામગીરી પણ સંબંધિત સરવેયર મેન્ટેનન્સ સરવેયર દ્વારા હાથ ધરવાની રહેતો. ડાટા એંટ્રી તથા વેરીફિકેશનની કામગીરી દૈનિક ધોરણે કરવાની રહેશે.


 (6) ઓનલાઇન તૈયાર કરવામાં આવેલ પ્રોપર્ટીકાર્ડ કે જે પ્રથમવાર જ તૈયાર થતું હોઇ તેની બિનખેતી થયેલ સરવે નંબર પ્રમાણિત કરવાની નોટીસ સંબંધિત જિલ્લાના ડી.આઇ.એલ.આર સીટી સરવે સુપરીટેન્ડેન્ટએ પ્રસિધ્ધ કરવાની રહેશે.


 પ્રોપર્ટીકાર્ડ એ સક્ષમ અધિકારીના હુકમ અન્વયે બનાવવામાં આવેલ હોઇ, પ્રમાણિત કરવાની નોટીસના એક દિવસ બાદ આ પ્રોપર્ટીડને સંબંધિત સીટી સરવેના વોર્ડમાં નિભાવી માટે તબદીલ કરવાનું રહેશે. પ્રોપર્ટીકાર્ડ તૈયાર થતાની સાથે on gujset.in પર આ બાબતની નોંધ કરી ખેતીના ગામ નમુના-ક અને ફેરફાર નોંધને ફ્રીઝ કરવાના રહેશે.


 (બ) બિનખેતીના હુકમો તથા ઇ-ધરા ના ડાટાબેઝનો ઉપયોગ કરીને પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવા


બાબત હાલની તથા અગાઉની બિનખેતીની પ્રક્રિયાનો વ્યાપ તથા આ કામગીરીમાં ઝડપ લાવવાની આવશ્યકતાને ધ્યાને લેતાં,


(1) આ કામગીરીની ઝડપ વધારવા જિલ્લાકક્ષાએ નિવાસી અધિક કલેક્ટરશ્રીની અધ્યક્ષતા હેઠળ એક સમિતિનું ગઠન કરવાનું રહેશે. આ સમિતિ સંબંધિત જિલ્લાના ડી.આઇ.એલ.આર, સીટી સરવે સુપરીટેન્ડેન્ટ, ટાઉન પ્લાનીંગ અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી તેમજ જીલ્લા કક્ષાના અન્ય સંબંધિત અધિકારી પ્રતિનિધિઓની બનેલી રહેશે. આ સમિતિ દૈનિક ધોરણે પોતાના જિલ્લામાં થયેલ બિનખેતીના હુકમોની રસ્ટરમાં નોંધ, બિનખેતી હુકમોનું સ્કેનીંગ, ડાટા એટ્રી અને વેરીફિકેશન વિગેરે કામગીરી નિયત સમયમાં પૂર્ણ થયેલ છે કે કેમ તેની સમીક્ષા કરવાની રહેશે.


જે કિસ્સામાં બિનખેતીના હુકમો ઉપબ્ધ ન થાય તેવા સંજોગોમાં ડી.આઇ.એલ.આર કચેરીમાં બનાવેલ કે.જે.પી. ઉપરાંત, અધિકૃત ગામ નમુના નંબર-૨ બી.યુ.પરમીશનના હૂકમો આધારે નફટવેરમાં ડાટા એંટ્રી કરાવવાની રહેશે. આવા કિસ્સામાં તેની અલગ અલગ રાસ્ટરોમાં નોંધ કરી અને તેની સોફટવેરમાં ડાય એંટ્રી કરાવવાની રહેશે.


(2) ઉપર્યુક્તા સમિતીના નિર્દેશન હેઠળ જિલ્લાના ડી.આઇ.એલ.આર સીટી સરવે સુપરીટેન્ડેન્ટ તથા સુપરીટેન્ડેન્ટ લેન્ડ રેકર્ડએ સમિતિ દ્વારા સોંપેલ કામગીરીને ઝુંબેશરૂપે પૂર્ણ કરાવવા માટે જરુરી સીટી સરવેના વોર્ડ ખોલવા, તાલુકા કક્ષા/વોર્ડ કક્ષાના મેન્ટેનન્સ સરવેયરની ટીમ પાસે સ્કેનીંગ તથા ડાટા વેરીફિકેશનની કામગીરી પૂર્ણ કરાવવાની રહેશે.


(૩) ઉપર જણાવ્યા મુજબ નવા તૈયાર થતા પ્રોપર્ટીકાર્ડમાં બિનખેતીના વોર્ડમાં સીટી સરવે નંબર જનરેટ કરવા, ક્ષેત્રફળ કારપેટ એરીયા મુજબ લેવાનું રહેશે અને યોગ્ય સત્તા પ્રકાર પસંદ કરી વિશેષધારો પણ શહેરના વર્ગ તથા સક્ષમ અધિકારીના હુકમ મુજબ લાગુ કરવાનો રહેશે.


(4) આ કામગીરી માટે ખાનગી સરવેના બિનખેતીના હુકમો માટેના રજીસ્ટરની જેમ જ સરકારી જમીનોની વિવિધ હેતુ માટેની જમીનો ફાળવણીનું રજીસ્ટર, નગરપલિકા, મહાનગરપાલિ કે પંચાયતો દ્વારા ધળવેલ જમીનો, આવાસ યોજનાની જમીનોની ફાળવણીનું રજસ્ટર, ટી.પી. સ્કીમ અંતર્ગત "એફ" ફોર્મ મુજબ રીઝર્વ રાખવાના રજીસ્ટર એમ અલગ-અલગ રજીસ્ટરો આ સાથે સમાવિષ્ટ નિયત નમુનાઓમાં નિભાવવાના રહેશે. આવા તમામ


રજીસ્ટરોમાં નોંધાયેલ જમીનોના પણ પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવાના રહેશે. આ પ્રોપર્ટીકાર્ડમાં પણ હુકમો અને તેઓના ઉપલબ્ધ લે-આઉટ પ્લાનના આધારે પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવા અને તેમાં પણ ક્ષેત્રફળ, નિયત ઠરાવેલ સત્તા પ્રકાર અને અન્ય વિગતો આગળ દર્શાવેલ વિગતે દાખલ કરવી. જ્યારે સક્ષમ સત્તાધિકારીના કોઇ હુકમોની સાથે લે-આઉટ પ્લાન ન


મળી આવે તેવા સંજોગોમાં હુકમ મુજબના ક્ષેત્રફળનું એક પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવાનું રહેશે. (5) આ કામગીરી સંબંધિત બિનખેતીના વોર્ડની કામગીરી જેને સોંપવામાં આવે તે સરવેયર મેન્ટેન્સ સરવેયર દ્વારા કરવાની રહેશે, પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવા માટે ડાટા એંટ્રી તથા વેરીફિકેશનની કામગીરી પણ સંબંધિત સરવેયર મેન્ટેનન્સ સરવેયર દ્વારા હાથ ધરવાની રહેશે. ડાટા એટ્રી તથા વેરીફિકેશનની કામગીરી દૈનિક ધોરણે કરવાની રહેશે.


(6) ઓનલાઇન તૈયાર કરવામાં આવેલ પ્રોપર્ટીકાર્ડ કે જે પ્રથમવાર જ તૈયાર થતું હોઇ તેના બિનખેતી થયેલ સરવે નંબર પ્રમાણિત કરવાની નોટીસ સંબંધિત જિલ્લાના ડી.આઇ.એલ.આર.ટ સીટી સરવે સુપરીટેન્ડન્ટકે પ્રસિધ્ધ કરવાની રહેશે.


(7) પ્રોપર્ટીકાર્ડ એ સક્ષમ અધિકારીના હુકમ અન્વયે બનાવવામાં આવેલ હોઇ, તેને પ્રમાણિત કરવાની નોટીસ ના એક દિવસ બાદ આ પ્રોપર્ટીકાર્ડને સંબંધિત સીટી સરવેના વોર્ડમાં નિભાવણી માટે તબદીલ કરવાનું રહેશે, (8) ઉપર મુજબની પ્રક્રિયાથી એક વખત પ્રોપર્ટીકાર્ડ તૈયાર થાય એટલે હવે "ખેતીના ગામ


નમુના-૭ અને નમુના-૬ માં પ્રોપર્ટીકાર્ડ જનરેટ થવાથી બંધ" નો શેરો લગાવી નમુના-૭


નું પાનીયું બંધ કરવાનું રહેશે.


(9) આ તમામ પ્રોપર્ટીકાર્ડમાં મૂળ બિનખેતી કરાવનારના નામ દાખલ કરવાના રહેશે. સાર્વજનિક પ્લોટ તથા રસ્તાનું અલગ પ્રોપર્ટીકાર્ડ બનાવવાનું રહેશે, જે પ્રોપર્ટીકાર્ડ ફ્રીઝ રહેશે અને તેમાં કોઇ હુકમ સિવાય ફેરફાર કરવા પાત્ર થશે નહિ.


(ક) પ્રથમ મિલકત તૈયાર થયા બાદ ઇ-ધરા કે અન્ય સોફ્ટવેરના ડાટાથી પ્રોપર્ટીકાર્ડને અદ્યતન કરવા


(1) હુકમોના આધારે તૈયાર કરવામાં આવેલ પ્રોપર્ટીકાર્ડને અદ્યતન કરવા માટે ઇ-ધરાના સોફટવેરમાં કે જ્યાં, અગાઉ બિનખેતીના પનીયાની નિભાવણીની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી તે ડાટા બેઝમાંથી બિનખેતીના હુકમો સિવાયની જે ઉતરોત્તર નોંધો દાખલ થયેલ છે તે તમામ નોધોની ખાતરી કરીને પ્રોપર્ટકાર્ડમાં ગામ નમુના-૬ અને ગામ નમુના ૭ તપાસીને આખરી નોંધ દાખલ કરવાની રહેશે. જ્યાં ક્ષેત્રફળનો સવાલ આવે

ત્યાં બિનખેતી હુકમ સાથેના લે-આઉટ પ્લાનમાં દર્શાવેલ પ્લોટના કારપેટ એરીયાને આખરી ગણવાનો રહેશે. આ માટે ઇ-ધરા અને સીટી સરવેના સોફ્ટવેરને જોડાણ કરવાની કાર્યવાહી એન.આઇ.સી. ની ટીમ દ્વારા કરવાની રહેશે.


 (2)ઉતરોત્તર વેચાણ બાબતેની ખાતરી GARVI તેમજ iORA સોફટવેરના ડાટાનો પણ ઉપયોગ કરીને પ્રોપર્ટીકાર્ડમાં નોંધો દાખલ કરી અદ્યતન કરી શકાશે. ઉતરોત્તર નોંધના આધારે દાખલ કરવામાં આવેલ નોંધની વિગતને આખરી કરવા અને પ્રોપર્ટીકાર્ડને અદ્યતન કરવા સંબંધિત મેન્ટેનન્સ સરવેયરએ જમીન મહેસૂલ કાયદાની કલમ ૧૩૫-ડી ની નોટીસ આપીને નિયત સમયમાં આ પ્રોપર્ટીકાર્ડમાં નોંધ પર નિર્ણય લેવામાં આવે તે સુનિશ્ચિત કરવાનું રહેશે,


 (૩)જે કિસ્સામાં ખેતીની જમીનના કોમ્પ્યુટરાઇઝેશન વખતે બિનખેતીના પાનીયાન ડાટા બેઝ તૈયાર કરવામાં આવેલ ન હોઈ તેવા કિસ્સામાં અધિકૃત ગામ નમુના-ર ના અથવા બી.એ.પરમીશાન હુકમ અન્વયેની નોંધોના અસલ રેકર્ડની ખાતરી કરીને પ્રોપર્ટીકાર્ડ અદ્યતન કરવાના રહેશે.

 (4)પ્રોપર્ટીકાર્ડની સાથે સાથે જે તે પ્લોટના સીટી સરવે નંબર મુજબ ગામ નમુના નંબર-૨ ને પણ તૈયાર કરવા તેમજ અદ્યતન કરવાની કામગીરી સંબંધિત મેન્ટેનન્સ સરવેયરની રહેશે.


 પ્રોપર્ટીકાર્ડને અદ્યતન કરવા તેમજ તેની નિભાવણી અંગેની કાર્યપદ્ધતિ નક્કી કરવા માટેની સત્તા સેટલમેન્ટ કમિશનરશ્રીને રહેશે તેમજ મુંબઇ જમીન મહેસુલ(ગુજરાત સુધારા) વિધેયક-૨૦૧૭ અંતર્ગતના ઠરાવ અન્વયે "મુકરર અધિકારી" જાહેર કરી તેઓનું કાર્યક્ષેત્ર નક્કી કરી, રેકર્ડ ઓફ ઇટ્સની કામગીરી કરાવી રેકર્ડની નિભાવણી કરાવી શકો. ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે




No comments: