જમીન મહેસુલ કાયદાની કલમ-૭૩એ, કલમ- ૭૩એએ હેઠળ નિયંત્રિત તથા ગણોતધારા કલમ-૪૩ અને નવી શરત હેઠળ નિયંત્રિત જમીનોની તબદીલી વેચાણ માટે સૌપ્રથમ કલમ-૭૩-એ, કલમ-૭૩ એએ હેઠળની મુક્તિની પરવાનગી આપવા અંગે.
ગુજરાત સરકાર, મહેસૂલ વિભાગ, પરિપત્ર ક્રમાંક: અદજ-૧૦૯૫-૫૪૧-૪.૧, સચિવાલય, ગાંધીનગર. તારીખ ૫ નવેમ્બર, ૧૯૯૫
પરિપત્ર
નાદિવાસીઓએ ધારણ કરેલ જમીનોને જમીન મહેસુલ કાયદાની ક્લમ-૭૩-એ, કલમ-૭૩એએ થી કલમ-૭૩ એડીના નિયંત્રણો મૂકવામાં આવેલ છે. આ જમીનોને ગણોતધારાની કલમ-૪૩ તથા નવી શરતના નિયંત્રણો પણ લાગુ પડતા હોય તેવા સંજોગોમાં આવી જમીનોને તબદીલી થવાના પ્રસંગે પ્રથમ કયા કાયદા હેઠળની પરવાનગી લેવાની રહે તે બાબત ઉપસ્થિત થતાં, આ બાબતે સરકારે વિચારણા કરેલ છે અને તેના સંદર્ભમાં નીચે પ્રમાણેની માર્ગદર્શક સૂચનાઓ આથી બહાર પાડવામાં આવે છે.
૨. આદિવાસીઓની ખેતીની તથા બિનખેતીની જમીનોને આદિવાસી અથવા બિન આદિવાસીને વેચાણ તબદીલ કરવા ઉપર જમીન મહેસુલ કાયદાની કલમ-૭૩-એ, કલમ-૭૩ એએ થી કલમ-૭૩ એડીની જોગવાઈઓથી નિયંત્રણો મૂકવામાં આવેલ છે. આવી જમીનોને ગણોતધારાની કલમ-૪૩ તથા નવી શરતનું નિયંત્રણ પણ લાગુ પડતું હોય તેવા કિસ્સાઓમાં પ્રથમ જમીન મહેસૂલ કાયદાની કલમ-૭૩- એ, કલમ-૭૩-એએ થી કલમ-૭૩ એડી હેઠળની પરવાનગી મેળવવાની રહે છે, અને ત્યાર બાદ ગણોત ધારાની કલમ-૪૩ અથવા નવી શરત હેઠળની પરવાનગી મેળવવાની રહેશે.
આ બાબત ધ્યાનમાં લઈને જરૂરી કાર્યવાહી કરવા અને સબંધિત અધિકારીઓના ધ્યાન ઉપર લાવીને તેનો ચુસ્ત રીતે અમલ થાય તે જોવા તમામ જિલ્લા કલેક્ટરશ્રીઓને સૂચના આપવામાં આવે છે.
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
No comments:
Post a Comment