ગુજરાત સરકાર, મહેસુલ વિભાગ, પરિપત્રમાં આર.ટી.એસ. ૧૦૬૬ ૯૯૨૪ જે,
સચિવાલય, અમદાવાદ-૧૫. તા.૭-૧૦-૧૯૬૬.
સરકારી પરિપત્રઃ
સરકારી પરિપત્ર ક્રમાંક : આર.ટી.એસ. ૧૦૬૬-૯૯૨૪-જ, તા.૨૫-૫-૬૬ થી સુચના આપવામાં આવી છે કે જમીન સંબંધીના જે વ્યવહારો મોઢાના કરારથી કે રજીસ્ટર કર્યા વિનાના કોઈ લખાણથી કરવામાં આવ્યા હોય તે અંગેની પ્રાથમિક નોંધો તલાટીએ કરવી પણ તે નોંધો પ્રમાણિત નહિ કરતાં પક્ષકારોને તેવા વ્યવહારો રજીસ્ટર્ડ દસ્તાવેજથી કરવા જણાવવું અને તે રજીસ્ટર્ડ થયા પછી જ તેવી નોંધો પ્રમાણિત કરવી. આ અંગે એવી રજુઆત કરવામાં આવી છે કે, કૌટુંબિક વહેંચણી અંગેની નોંધોને ઉપરોક્ત હકમોમાંથી બાકાત રાખવી જોઈએ કારણ કે આવી વહેંચણી અંગે રજીસ્ટર્ડ દસ્તાવેજ કરાવવામાં મુશ્કેલી ઉભી થાય છે. આથી સરકાર એવું ઠરાવે છે કે આવી કૌટુંબિક વહેંચણી અંગેની નોધોને તા.૨૫-૫-૬૬ના પરિપત્રમાંના હકમોમાંથી બાકાત રાખવી એટલે કે આવી નોંધો પ્રમાશિત કરવા માટે રજા દસ્તાવેજ રજ કરવાનું જણાવવું નહિ.
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે
No comments:
Post a Comment