સરકારી પડતર જમીનના નિકાલ બાબતનો / સરકારી જમીન ફાળવતી / અનુસૂચિત વિસ્તાર સિવાયના વિસ્તારમાં જમીનો ફાળવવા માટે અગ્રતાક્રમ / લશ્કરના નિવૃત્ત થયેલ થનાર સૈનિકોન ખેતી, રહેણાંકના હેતુ માટે - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Monday, December 5, 2022

સરકારી પડતર જમીનના નિકાલ બાબતનો / સરકારી જમીન ફાળવતી / અનુસૂચિત વિસ્તાર સિવાયના વિસ્તારમાં જમીનો ફાળવવા માટે અગ્રતાક્રમ / લશ્કરના નિવૃત્ત થયેલ થનાર સૈનિકોન ખેતી, રહેણાંકના હેતુ માટે

ઠ રા વ :-

નીચે આપેેલ પી.ડી.એફ.માં દર્શાવેલ તમામ ઠરાવો/પરિપત્રોનું સંક્લન કરીને ખેતી વિષયક હેતુ માટે સરકારી પડતર જમીનના નિકાલ બાબતનો સંકલિત ઠરાવ બહાર પાડવામાં આવે છે. 

સરકારી પડતર જમીનના નિકાલ બાબતનો / સરકારી જમીન ફાળવતી / અનુસૂચિત વિસ્તાર સિવાયના વિસ્તારમાં જમીનો ફાળવવા માટે અગ્રતાક્રમ / લશ્કરના નિવૃત્ત થયેલ થનાર સૈનિકોન ખેતી, રહેણાંકના હેતુ માટે

૧. સરકારી પડતર જમીનના નિકાલ બાબત

સરકારી પડતર જમીનનો નિકાલ વખતો વખત સુધાર્યા પ્રમાણેના મહેસુલ વિભાગના તા.૧લી માર્ચ, ૧૯૬૦ ના સરકારી ઠરાવનું એલએનડી-૩૯૬૦ એ-૧માં બહાર પાડવામાં આવેલા હુકમો પ્રમાણે થાય છે. બાનમુકિત મેળવવી આવશ્યક નહોય તેવી જમીનો અને વખતો વખત પટે આપવામાં આવતી સરકારી પડતર જમીન સહિત સરકારી પડતર જમીનો કાયમી નિકાલ તા. ૧-૩૬૦ના ઠરાવ અને આ ઠરાવ સાથેની સુચનાઓની યાદીમાં જણાવેલ ક્રમ મુજબ હાથ ધ૨વો. જમીનના નિકાલ પર પ્રતિબંધ ન હોય તેવી જમીનની સાંથણી આ નિયમો અનુસાર કરવી.


પ્રતિબંધ લાગતો હોય તેવી જમીનની વિગત

માંગણીવાળી જમીન સરદાર સરોવર યોજના, કે અન્ય કોઈ સુચિત કે હયાત સિંચાઈ યોજનાના "પિયત વિસ્તાર ' (કમાન્ડ એરીયા)માં હોય, માંગણીવાળી જમીન એક જથ્થુ ૧૦૦ એકર કે તેથી મોટા બ્લોક ના ભાગરુપે અથવા એકબીજાને અડીને આવેલ બ્લોકના ૧૦૦ એકરના વિસ્તારના ભાગરુપે હોય, માંગણીવાળી જમીન સરદાર સરોવર નર્મદા નિગમ લી. ને સરદાર સરોવર ડેમ કે તેની શાખા નહેરો માટે જરૂરી હોય.


સરકારી જમીન ફાળવતી વખતે કે ફાળવવા માટે સરકારમાં દરખાસ્ત મોકલતી વખતે સંબંધિત જિલ્લા કલેકટ૨શ્રીઓએ ઉકત જોગવાઈ અન્વયે બાનમુકિત મેળવવી આવશ્યક હોય તો દરખાસ્ત સાથે બાન મુકિત મેળવવાની બાબતનો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે..

સરકારે વળતર વનીકરણ માટે કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ અને જામનગર જીલ્લાઓમાં 'લેન્ડ બેન્ક' ઉભી કરી છે. અને તેમાંથી સિંચાઈ યોજનાના કારણે ડુબમાં જતી જમીનના બદલામાં વળતર વનીકરણ માટે જમીન ફાળવવાના કેસોમાં નર્મદા અને જળ સંપત્તિ વિભાગ પાસેથી બાનમુકિત પ્રમાણપત્ર મેળવવાનું રહેતું નથી.


મહેસુલ વિભાગ નો ઠરાવ નંઃએલએનડી/૩૪૭૧/૧૯૭૪ અતા. ૧૭/૫/૭૧ 

મહેસુલ વિભાગ નો ઠરાવ નં :જમન/૩૯૮૮ ૩૨૯૦(૧)/અ તા.૧૫/૨/૮૯. 

મહેસુલ વિભાગ નો ઠરાવ નં :જમન/૩૯૮૮/૧૭૮૫/અ, તા.૨૮/૩૮૯. 

મહેસુલ વિભાગ નો પરિપત્ર ક્રમાંકઃ જમન-૩૯૯૪-૩૨૭૦-અ, તા.૨૭-૦૧-૧૯૯૫ 

મહેસુલ વિભાગ નો ઠરાવ નંઃજમન/૩૯૯૪/૧૨૭(૧)/અ, તા.૪/૭/૯૮, 

મહેસુલ વિભાગ નો ઠરાવ નંઃજમન/૩૯૯૪/૧૨૯૬(૧)/અ, તા.૯/૧૨/૯૮.


૨. આ હુકમો કઈ જમીનને લાગુ પડશે.

(૧) બધા કલેકટરોએ કાયમી ધોરણે જૈનો નિકાલ કરી શકાય તેવી સરકારી પડતર જમીનોની યાદી તૈયાર કરવી. આ ઠરાવના જોડાણ તરીકે છાપેલી સુચનાઓ અનુસાર કરવું. આ હુકમો ઉપર જણાવેલી સુચનાઓના ફા-૧ માં ઉલ્લેખેલી આખરી યાદીમાં સમાવિષ્ટ બધી જમીનોને લાગુ પડશે.


(૨) આજે અનેક હેતુસર સરકારને અને ઘણી જાહેર સંસ્થાઓને વિવિધ હેતુઓ માટે જમીનની જરુર પડે છે. આવા હેતુઓ માટે ઉપયોગમાં લેવા મોટા શહેરોમાં ઘણી ઓછી સરકારી જમીનો ઉપલબ્ધ હોય છે. તેથી સરકારે ઠરાવ્યું છે કે એક લાખ ઉપરની વસ્તીવાળા બધા જ શહેરોમાં બિનખેતી વિષયક હેતુઓ માટે ઉપયોગી હોય તેવી સરકારી ખુલ્લી જમીનો કોઈને આપવી નહીં. તેમ છતાંય કોઈ ખાસ કિસ્સામાં કોઈને જમીન જોઈતી હોય તેવા કિસ્સામાં, કિસ્સાના સંજોગો અને ગુણદોષ અનુસાર સરકારી જમીન ગ્રાન્ટ કરવાની દરખાસ્ત જરુર જણાય તો વિગતવાર માહિતી સાથે સરકારને મંજુરી માટે મોકલવાની રહે છે. 

(૩) (અ)

જમીનના ટુકડા અને અનિયમિત આકારની જમીન સિવાય આખરી યાદીમાં સમાવિષ્ટ બીજી બધી સરકારી પડતર જમીનનો નિકાલ આ ઠરાવના ફકરા--૧૨ ની જોગવાઈઓને આધીન રહીને કરવાનો રહે છે. સરકારી પડતર જમીનની સોંપણી અન્વયે જે અગ્રતાક્રમ નકકી થયો છે તે અગ્રતાક્રમ ચાલુ રાખી પણ પછાત વર્ગના સભ્યો કરતા જેઓ અગ્રતાક્રમમાં આગળ આવે છે અને તેઓ જમીનની માંગણી કરે તે વખતે જે જે જમીન પ્રત્યેક લેન્ડ કચેરી વખતે ઉપલબ્ધ હોય તેની વહેંચણી એવી રીતે કરવી કે જેપી પછાત વર્ગના સભ્યોને પણ જમીન અચૂક મળે.


(બ) સરકારી પડતર જમીનો ધણી માટે કાયમી ધોરણે જ આપવાની રહે છે. પરંતુ સંજોગવસાત જો એકસાલી ધોરણે સરકારી પડતર જમીન પહેલી જ વખત આપવાની થાય તો આ ઠરાવમાં નિયત થયેલા અગ્રતાક્રમ મુજબ જ તેની એકસાલી ધોરણે સોંપણી કરવી, અને તેની ગામે બરોબર પ્રસિધ્ધી કરવી તથા તેની પછાત વર્ગની વ્યકિતઓને અવશ્ય જાણ થાય તેની કાળજી રાખવી. પછાત વર્ગના શખ્સો તરફથી સરકારી પડતર જમીન એકસાલી ધોરણે મેળવવા માટેની કોઈ માંગણી ન આવે અગર તો સંજોગવશાત તેઓ માંગણીદાર તરીકે આગળ ન આવે તો સમાજ કલ્યાણ અધિકારીશ્રીને તેની વિગતવાર માહિતી મોકલવી અને તેઓશ્રીને ગામે પછાત વર્ગની વ્યક્તિઓને શોધી કાઢવા માટે એક માસનો સમય આપવો. ત્યારબાદ તેવી જમીન સરકારના સ્થાયી હુકમો મુજબ એકસાલી પટે આપવી. આવા કિસ્સાઓમાં પટે આપવામાં આવતી જમીનના ઠરાવમાં પછાત વર્ગના સખ્સોનો સંપર્ક સાધવા છતાંય માંગણી કરવામાં આવી નથી. માટે બિન પછાત વર્ગની વ્યકિતએ એકસાલી પટે સરકારી જમીન આપવામાં આવે છે. તેવો સ્પષ્ટ ઉલ્લેખ સાંથણી અધિકારીશ્રીએ કરવો. આ હુકમો ચાલુ એકસાલી પટાઓ તાજા કરવાના કિસ્સાઓમાં લાગુ પડતા નથી.


(ક) સરકારી જમીનોનો બિન પરવાનગીથી કબજો કરી વાવેતર કરનારાખો મુંબઈ જમીન મહેસુલ સંહિતાની કલમ-૬૧ મુજબનો માત્ર દંડ ભરી છટકી જાય છે. સદરહુ કાયદાની કલમ-૬૧ ની જોગવાઈઓ મુજબ આવા કિસ્સાઓમાં સરકારી જમીન ઉપરનો ઉભો પાક પણ જપ્ત કરી શકાય છે. જેથી યોગ્ય કિસ્સાઓમાં ઉભો પાક જપ્ત કરી લેવાનાં પગલાં પણ સમયસર લેવાનું મહેસુલ અધિકારીઓએ વિચારવું જોઈએ તેવી પણ સરકારની સુચના છે.


૩(ક) અનુસૂચિત વિસ્તાર સિવાયના વિસ્તારમાં જમીનો ફાળવવા માટે અગ્રતાક્રમ

૧. જે ખેડૂતો/ખાતેદારો/કુટુંબોની અતિવૃષ્ટિ યા પુરને કારણે તેમની ખેતીની જમીનો સંપુર્ણ ધોવાઈ ગઈ હોય અને તેઓ નિરાધાર થઈ ગયા હોય તો તેવા અસરગ્રસ્તોને ગામની અથવા આજુબાજુમાં ઉપલબ્ધ પડતર જમીનો તેમના પુર્નવસવાટ માટે ખેતી માટે આપવા ટોચ અગ્રતાક્રમે આપવી, જમીનના પ્રમાણમાં આવા અસરગ્રસ્ત માંગણીદારોની સંખ્યા વધારે હોય તો સ્થાયી હુકમો અનુસાર પછાત વર્ગના ખેડુતને તેમજ તેવા ખેડુત ખાતેદારોની ખેતી સહકારી મંડળીને પ્રથમ પસંદગી તાપવાની રહેશે.


ર. લશ્કરના નિવૃત્ત થયેલ થનાર સૈનિકોન ખેતી, રહેણાંકના હેતુ માટે નીચે દર્શાવેલ હકીકત ઘ્યાનમાં રાખીને જમીન ફાળવવાની, રહેશે.

આવક મર્યાદા :– રહેણાંક તેમજ ખેતી માટે જમીન મેળવવા માટે આવક મર્યાદા સમાન રાખવી એટલે કે પેન્શન સિવાયની બિનખેતી સાધનોમાંથી થતી આવક માસિક રૂા.૩૦૦૦ થી વધતી ન હોય તો જમીન મેળવવા પાત્ર ગણવા. 

હોદ્દો:- કર્નલ કક્ષા સુધીના ગુજરાતના વતની હોય તેવા નિવૃત થયેલ/ થનાર સૈનિકોને પાત્ર ગણવા. માત્ર ગુજરાતના વતની હોય તેઓને જ પાત્ર ગણવા. 

શોર્ય ચંદ્રક મેળવવાની પાત્રતા :- યુધ્ધ દરમ્યાન બહાદુરી દેખાડવા મોટે શોર્ય ચંદક મેળવનારને કોઈપણ કક્ષા (Rank) ઘ્યાને લીધા સિવાય જમીન મેળવવાપાત્ર ગણવા. માત્ર ગુજરાતના વતની હોય તેઓને જ પાત્ર ગણવા.


ખેતી માટે સાંથણી સિવાય તેમજ ગૌચરની જમીન આપવી. – સૈનિકોને સાથી ધ્વારા જ જમીન આપવાની જોગવાઈ છે. ગૌચરની જમીનો છૂટી કરીને જમીન ન આપવી. માત્ર સાંથણી ઘ્વારા જ ખેતી માટે જમીન આપવી.


લડાઈ દરમ્યાન મૃત્યુ પામેલ સૈનિકો ને જમીન આપવી. :- સૈનિક લડાઈની કાર્યવાહી દરમ્યાન મૃત્યુ પામે તો કોઈપણ પાત્રતાની મર્યાદા ધ્યાને લીધા સિવાય તેના કાયદેસરના વારસદારને જમીન આપવી.


લડાઈ દરમ્યાન અશકત બની ગયેલ સૈનિકોનેઃ— લશ્કરી કાર્યવાહી દરમ્યાન કાયમી અશકતતા આવે તેવા સૈનિકને પાત્રતાની કોઈપણ મર્યાદા ધ્યાને લીધા સિવાય જમીન ગ્રાન્ટ કરવી.

માત્ર ગુજરાતના વતની હોય તેઓને જ પાત્ર ગણવા.


મહેસુલ વિભાગનો ઠરાવ ક્રમાંકઃ જમન--૩૯૯૨-૨૬૩૭–૨, તા.૨૭–૦૩-૨૦૦૧




૨.(૧) સંરક્ષણ દળના નીચે જણાવ્યા પ્રમાણેના સભ્યો જમીન મેળવવાને પાત્ર ગણાશે નહીં. • જેઓ સંરક્ષણ દળમાંથી પેન્શન મેળવ્યા સિવાય 'ડીસ્ચાર્જ (Discharge)અથવા રીલીઝ (Release)થવા નોંધ


• જેઓને કટોકટીના સમય દરમિયાન ભરતી કરવામાં કે કમીશન પર લેવામાં આવ્યા હોય

• શોર્ટ સર્વિસ કમિશન પરના અધિકારીઓ

• જેઓને સંરક્ષણ દળની નોકરીમાંથી બરતરફ(Dismiss) કરવામાં આવ્યા હોય

• વહીવટી કારણોસર જેમને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હોય, ઉદાહરણ તરીકે જેમની સેવાઓની જરુર ન હોય અગર તો જેઓને ફરજીયાત નિવૃત્ત કરવામાં આવેલા હોય

• ભૂમિદળમાં મેજરથી ઉપલી કક્ષાએ હોદ્દો ધરાવતા અને નૌકાદળ અને હવાઈદળમાં તેની સમકક્ષ હોદ્દો ધરાવનાર અધિકારીઓ પછી ભલે તેઓ આ હોદ્દો સ્થાનિક (Local) કાર્યકારી ધોરણે(Acting)ટાઈમ સ્કેલ (Tirne Scale )અથવા કાયમી ધોર (Substantive) ધરાવતા હોય

સરકારી પડતર જમીનોના નિકાલ માટે પ્રાંંત અધિકારીને અરજી કરવાનું ફોર્મ. આપેેલ છે.  

No comments: