વણ નોંધાયેલ ( Un-Register )સ્થાવર મિલકતના દસ્તાવેજો આધારે હકક પત્રકમાં નોંધ પાડવા તથા તેવી નોંધો પ્રમાણિત કરવા અંગે
રજીસ્ટ્રેશન અધિનિયમ-૧૯૦૮ની કલમ- ૧૭ થી થયેલ જોગવાઇ મુજબ જે દસ્તાવેજોનું રજીસ્ટ્રેશન ફરજીયાત છે, તેવા દસ્તાવેજોનું તેમાં વિગતે વર્ણન કરવામાં આવેલ છે.(નકલ અંગ્રેજીમાં સામેલ છે.
રજીસ્ટ્રેશન અધિનિયમ-૧૯૦૮ની કલમ-૪૯ (નકલ સામેલ છે.) થી થયેલ જોગવાઇ મુજબ દસ્તાવેજ રજીસ્ટ્રેશન અધિનિયમ-૧૯૦૮ની કલમ-૧૭ અથવા મિલકત તબદીલી અધિનિયમ-૧૮૮૨ની કોઇપણ જોગવાઇ મુજબ રજીસ્ટર કરાવવો આવશ્યક હોય અને તે રજીસ્ટર કરવામાં આવ્યો ન હોય તો તે દસ્તાવેજ
(A) તેમાં જણાવેલી કોઇ સ્થાવર મિલકતને અસર કરશે નહીં. અથવા
(B) દત્તક લેવાની સત્તા સોંપશે નહીં અથવા
(C) તેવી મિલકત અંગેના કોઇ વ્યવહાર અથવા તેવી સત્તા સોંપવાના પુરાવા તરીકે સ્વીકારવામાં આવશે નહીં.
રજીસ્ટ્રેશન અધિનિયમ-૧૯૦૮ની કલમ-૧૭ થી થયેલ જોગવાઇ મુજબ સ્થાવર મિલકતની તબદીલીના (નામ ફેર)વ્યવહારના દસ્તાવેજો કરઝ્યાત નોંધણીને પાત્ર હોય તેમાં યોગ્ય સ્ટેમ્પ ડ્યુટી વાપરીને સબ રજીસ્ટ્રાર કચેરીમાં રજીસ્ટર કરાવવી ફરજીયાત બને છે આવા લેખોની નોંધણી નહી કરાવવાથી રજીસ્ટ્રેશન અધિનિયમ-૧૯૦૮ની કલમ-૪૯ની જોગવાઇ મુજબ તે લેખ તેમાં દર્શાવેલ કોઇ સ્થાવર મિલકતને અસરકર્તા બળતો નથી. જેથી તેવા નોંધણી થયા વગરના લેખથી કોઇ મિલકત તબદીલ કરી શકાય નહીં;
અત્રેના ધ્યાન પર આવેલ છે કે,મામલતદારશ્રીઓ તથા અન્ય મહેસુલી અધિકારીઓશ્રી
કર્મચારીઓ મા સ્થાવર મિલકતની તબદીલીના (નામ ફેર)વવાના સ્ટેશન થયા વગરના (UNREGISTERED) દસ્તાવેજી આધારે હકક પત્રમાં નોંધી પાડવામાં તથા તેવી નોંધો પ્રમાણિત કરવામાં આવે છે આવા યો છું સ્ટેમ્પ ડ્યુરી વાપર્યા વિના અને મન થ વગરઆ દસ્તાવેજોના આધારે નોંધો પાડવા તરણ પ્રમાણિત કરવામાં આવતા રાજ્યની મહેસુલી આવકને મોટું નુકસાન થઇ રહેલ છે. જીલ્લા/તાલુકાની મહેસુલી કચેરીઓનું એ.જી.કચેરી દ્વારા ઓડિટ કરવામાં આવે છે, ત્યારે સ્ટેમ્પ ડ્યુટી તથા નોંધણી ફી ના પેરાઓ ઉપસ્થિત થાય છે અને વસુલાત સમયસર થઇ શકતી નથી તથા તે બાબતે PAC.માં ખુલાસા કરવાના પ્રશ્નો પ ઉપસ્થિત થાય છે.
ઉપરોક્ત બાબતો ધ્યાને લઇ રજીસ્ટ્રેશન અધિનિયમ-૧૯૦૮ની કલમ-૧૭ તથા કલમ-૪૯ ની જોગવાઇ મુજબ સ્થાવર મિલકતની તબદીલીના રજીસ્ટ્રેશન નહીં થયેલા (Unregistered) દસ્તાવેજો આધારે મિલકતની નામફેરની નોંધો નહીં પાડવા તથા આવી નોંધો પ્રમાણિત નહીં કરવા બાબતે આપના જીલ્લાના તાબાના મામલતદારશ્રીઓ/ મહેસુલી અધિકારીશ્રી ઓને તલાટીશ્રીઓને જરૂરી આદેશો આપવા.
આ બાબત સરકારશ્રીની મહેસુલી આવક સાથે સંકળાયેલ હોઇ અંગત રસ દાખવી તાત્કાલિક પગલા હાથ ધરવા.
No comments:
Post a Comment