Sunday, December 18, 2022
New
એજન્સી, નવી દિલ્હી
સુપ્રીમ કોર્ટે પિતાના મૃત્યુ પછી સંપત્તિમાં દીકરીને વારસાઈ હકને લઈને મોટો ચુકાદો આપ્યો છે. સર્વોચ્ચ ન્યાયાલયે જણાવ્યું છે કે પિતાની પૈતૃક સંપત્તિમાં પુત્રીનો અધિકાર પુત્રની સમકક્ષ છે, સહેજ પણ ઓછો નહીં. પુત્રીના જન્મથી જ તે પિતાની સંપત્તિમાં બરોબરની હકદાર બની જાય છે. દેશની સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની ખંડપીઠે આજે સ્પષ્ટ કર્યું કે ભલે પિતાનું મૃત્યુ હિન્દુ ઉત્તરાધિકાર (સંશોધન) કાયદો, 2005 લાગુ થયા પૂર્વે થયું હતો, તેમ છતા દીકરીનો માતા-પિતાની સંપત્તિ પર સમાન અધિકાર રહેશે.
દીકરીનું મૃત્યુ થયું હોય તો તેના બાળકો હકદાર
સુપ્રીમ કોર્ટે એક વાત પર ભારત મુકતા જણાવ્યું કે પિતાની પૈતૃક સંપત્તિમાં દીકરીનો પોતાના ભાઈ કરતા જરા પણ ઓછો હક ના રહેવો જોઈએ. કોર્ટના મતે જો દીકરીનું મૃત્યુ 9 સપ્ટેમ્બર 2005 પૂર્વે થઈ ગયું હોય તો પણ પિતાની સંપત્તિમાં તેનો હક રહે છે. આનો અર્થ એ થયો કે દીકરીના સંતાનો ઈચ્છે તો પોતાની માતાનો તેમના પિતા (નાના)ની સંપત્તિમાં હિસ્સો મેળવવા દાવો કરી શકે છે, તેમને માતાના અધિકાર હેઠળ નાનાની પૈતૃક સંપત્તિમાં હિસ્સો મળશે.
દેશમાં 9 સપ્ટેમ્બર 2005થી હિન્દુ ઉત્તરાધિકાર (સંશોધન) કાયદો, 2005 લાગુ થયો છે. આનો અર્થ એ છે કે જો પિતાનું મૃત્યુ 9 સપ્ટેમ્બર 2005 પૂર્વે થયું હોય તો પણ દીકરીનો પૈતૃક સંપત્તિમાં વારસાઈ હક રહેશે. જસ્ટિસ અરૂણ મિશ્રાની નેતૃત્વ હેઠળની ત્રણ જજોની બેન્ચે આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો હતો. જસ્ટિસ મિશ્રાએ ઓર્ડર વાંચતા જણાવ્યું કે, ‘દીકરીઓને દીકરા સમાન અધિકાર આપવો પડશે કારણ કે દીકરી આજીવન દીલની નજીક હોય છે. દીકરી આજીવન વારસદાર ગણાશે, ભલે પિતા જીવિત રહે કે ના રહે.’
અગાઉ કાયદો શું હતો?
હિન્દુ સક્સેશન એક્ટ, 1956માં વર્ષ 2005માં સંશોધન કરી દીકરીઓને પૈતૃત સંપત્તિમાં સમાન હિસ્સેદારી આપવા કાયદાકીય અધિકાર પ્રાપ્ત થયો હતો. આ સંશોધિત કાયદા અંતર્ગત પુત્રી પણ પિતાની મિલકતમાં સમાન વારસાઈ હક માટે દાવો કરી શકે છે. પિતા 9 સપ્ટેમ્બર 2005ના જીવિત રહ્યા હોય તો. જો પિતાનું મૃત્યુ આ તારીખ પૂર્વે થયું હોય તો પુત્રીઓને પૈતૃક સંપત્તિમાં કોઈ અધિકાર મળતો નહતો. હવે સુપ્રીમ કોર્ટે આ કાયદામાં બદલાવ કરતા કહ્યું કે પિતાના મૃત્યુને આની સાથે કોઈ લેવા-દેવા નથી. જો પિતાનું મૃત્યુ 9 સપ્ટેમ્બર 2005 પૂર્વે થયું હોય તો પણ પુત્રીને પિતાની સંપત્તિમાં તેનો વારસાઈ હક મળશે. એટલે કે 9 સપ્ટેમ્બર 2005 અગાઉ પણ પિતાના મૃત્યુના કિસ્સામાં દીકરીનો સમાન ઉત્તરાધિકારી હોવાનો હક છીનવાશે નહીં.
HUF અને સમાન ઉત્તરાધિકાર
સમાન ઉત્તરાધિકારી એ ગણાય છે જેમનો પોતાની આગળની ચાર પેઢીની અવિભાજીત મિલકત પર હક હોય. 2005થી પહેલા હિન્દુ ઉત્તરાધિકાર કાયદામાં દીકરીઓ ફક્ત હિન્દુ અવિભાજીત પરિવાર (HUF)ની સભ્ય ગણાતી હતી, સમાન ઉત્તરાધિકારી નહીં. દીકરીના લગ્ન થઈ ગયા બાદ તેને એચયુએફનો હિસ્સો પણ ગણવામાં આવતો નહતો. 2005ના સંશોધન બાદ દીકરીઓને સમાન ઉત્તરાધિકારી ગણવામાં આવી. હવે દીકરીના લગ્ન થઈ ગયા હોવા છતા પિતાની મિલકતમાં તેના અધિકારમાં કોઈ બદલાવ થતો નથી. જેથી લગ્ન પછી પણ દીકરીનો પિતાની મિલકતમાં અધિકાર રહેતો હોય છે.
દીકરીઓને સંપત્તિનો અધિકાર
યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમન્તે તત્ર દેવતા. આ કહેવત સદીઓથી આપણા સમાજમાં ચાલી રહી છે. તેમ છતાં, કુટુંબથી માંડીને સામાજિક બાબતો અનેક સ્થળે લિંગ ભેદભાવનો ભોગ મહિલાઓ લાંબા સમય બનતી આવી છે. આજના સમયે પણ મહિલાઓની સ્થિતિમાં કોઈ નોંધનીય પરિવર્તન આવ્યું નથી. જાગૃતિમાં વધારો થતા કાયદામાં સકારાત્મક ફેરફારો થયા છે. પુરુષો અને મહિલાઓ વચ્ચે તફાવત ન કરતા કાયદાઓની રજૂઆત સાથે પરિસ્થિતિમાં સુધારો થયો છે.
હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમમાં વર્ષ 2005માં સુધારો કરવામાં આવ્યો હતો. જેમાં સંપત્તિની દ્રષ્ટિએ પુત્રીઓને સમાન અધિકાર આપવામાં આવ્યો હતો. 2005 પહેલા એવું માનવામાં આવતું હતું કે, લગ્ન પછી એક મહિલા તેના પતિની સંપત્તિમાં જોડાય છે અને તે સંપત્તિનો અધિકાર મેળવે છે. જેથી પિતાની સંપત્તિમાં માત્ર પુત્રોને જ અધિકાર આપવામાં આવ્યા હતા. દીકરીઓના અધિકાર તે કુંવારી હોય ત્યાં સુધીના જ હતા. હવે પરણેલી અને અપરિણીત દીકરીઓને પિતાની મિલકતમાં ભાઈઓ જેવા જ અધિકારો છે. તેઓ તેમના ભાઈઓની જેમ સમાન ઉત્તરાધિકાર મેળવવા માટે હકદાર છે.
જો 20 ડિસેમ્બર, 2004 પહેલાં પૈતૃક સંપત્તિનું વિભાજન કરવામાં આવ્યું હોય તો દીકરી તેની હકદાર ન ગણાય. કારણ કે, આ કિસ્સામાં જૂનો હિન્દુ અનુગામી કાયદો લાગુ પડશે. આ કિસ્સામાં વિભાજન રદ કરવામાં આવશે નહીં. આ કાયદો હિન્દુ ધર્મ સાથે ઉપરાંત બૌદ્ધ, શીખ અને જૈન સમુદાયોને પણ લાગુ પડે છે.

About hitesh
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment