ઇન્ડેક્ષ-૨ ઓનલાઈન મેળવવા માટેની કાર્ય પદ્ધતિ
રાજ્યની સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજોની નોંધણી બાદ અસલ દસ્તાવેજોને મજકુર સાબીત કરવા માટે રજીસ્ટ્રેશન એકટ-૧૯૦૮ ની કલમ-૫૭ મુજબ સંબંધિત પક્ષકારોને નોંધણી નિયમ સંગ્રહ ભાગ-૨ ના નિયત નમુનાનું ફોર્મ નં.-૩ (શોધ લેવાની અથવા નકલ માટેની અરજી) પર કોર્ટ ફી રૂ।. ૩ લગાડ્યા બાદ અનુક્રમણિકા નં.-૨ ની નકલ માટે રૂ।. ૨૦/- ની નકલ ફી તથા અનુક્રમણિકા નં.-૨ ની નકલ ઉપર રૂ।. ૩૦૦/- સ્ટેમ્પ વાપરેથી સબ રજીસ્ટ્રાર કચેરીમાં જે દસ્તાવેજની નોંધણી થઇ ગયેલ હોય, તેવા દસ્તાવેજની અનુક્રમણિકા નં.-૨ નકલ આપવામાં આવે છે.
ઉપરોકત વંચાણે લીધેલ આમુખ-(૧) અને (૨) વાળા પરિપત્રોથી સરકારશ્રીના મહેસુલ વિભાગ દ્વારા સબ રજીસ્ટ્રાર કચેરીમાં ગયા વગર અનુક્રમણિકા નં.-૨ ઘરે બેઠા ઓનલાઇન મેળવી શકાય તેવી જોગવાઇ દાખલ કરેલ છે. તે મુજબ ઉપર્યુકત વંચાણે લીધેલ આમુખ-(૩) વાળા અત્રેના પરિપત્રથી આ અનુક્રમણિકા નં-૨ ની નકલ માટે વસુલવાની કોર્ટ ફી, નકલ ફી તથા વાપરવાના થતા સ્ટેમ્પની વસુલાત ઓનલાઇન સાયબર ટ્રેઝરીમાં જમા લઇ શકાશે તથા પક્ષકાર અનુક્રમણિકા નં.-૨ ની નકલ ઓનલાઇન "IORA Portal" (https://iora.gujarat.gov.in) પરથી મેળવી શકશે તેવી જોગવાઇ કરવામાં આવેલ હતી.
હવેથી અનુક્રમણિકા નં-૨ ની નકલ માટે કોર્ટ ફી રૂ. ૩/-, નકલ ફી રૂ. ૨૦/- તથા સ્ટેમ્પ ફી રૂ. ૩૦૦/- એમ મળીને કુલ રકમ રૂ. ૩૨૩/- ઓનલાઇન ઇ-પેમેન્ટ કરીને “lORA Portal* (https://iora.gujarat.gov.in) મારફત પક્ષકાર અનુક્રમણિકા નં.-૨ ની નકલ e-seal (Digital Seal), સબ રજીસ્ટ્રાર કચેરીનો સીસ્ટમ જનરેટેડ સીલ તથા QR કોડ સાથેની PDF (સોફટ કોપી) મેળવી શકશે. રહેશે તથા આ
આ નકલને નોંધણી અધિનિયમ, ૧૯૦૮ ની કલમ-૫૭ (૫) મુજબ પ્રમાણીત નકલ ગણવાની અંગે અલગથી સબ રજીસ્ટ્રાર કચેરીમાં જઇને સહી સિક્કા લગાવવાના રહેશે નહીં.
No comments:
Post a Comment