રાજ્યમાં છેતરપિંડીયુકત મુખત્યારનામા (Power of Attorney) - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Wednesday, December 7, 2022

રાજ્યમાં છેતરપિંડીયુકત મુખત્યારનામા (Power of Attorney)

રાજ્યમાં છેતરપિંડીયુકત મુખત્યારનામા (Power of Attorney) 

 પરિપત્ર

 રાજ્યમાં છેતરપિંડીયુકત મુખત્યારનામા (Power of Attorney) ના લેખો/દસ્તાવેજોના આધારે વેચાણ દસ્તાવેજ થયાની રજુઆતો અત્રેની કચેરીના ધ્યાન ઉપર આવેલ છે, અને છેતરપિંડીયુકત મુખત્યારનામા આધારે મિલકતો હડપ કરવાની ઘણી જ રજુઆતો સરકારશ્રી તથા તકેદારી આયોગમાં પણ થયેલ છે. છેતરપિંડીયુકત મુખત્યારનામા આધારે થયેલ મિલકતોના દસ્તાવેજો રદ્દ કરાવવા માટે મિલકતના માલિકની યોગ્ય કોર્ટ રાહે દાદ મેળવી ન્યાય મેળવવામાં ઘણા જ વર્ષો નિકળી જાય છે. આ પરિસ્થિતિ નિવારવા તથા છેતરપિંડીયુકત મુખત્યારનામા આધારે નોંધણી થતા દસ્તાવેજ અટકાવવા સારૂ નીચે મુજબની સુચનાઓ આપવામાં આવે છે.



 

(અ) નોંધણી અધિનિયમ- ૧૯૦૮ની જોગવાઇઓના સંદર્ભે ધ્યાને રાખવાની બાબતો

 1. વંચાણવાળા-(૧) મુજબ, મુખત્યારનામાના લેખ/દસ્તાવેજ આધારે નોંધણી માટે રજુ કરેલા કે કરી આપેલા (Execute) દસ્તાવેજના કિસ્સામાં અસલ મુખત્યારનામા સંબંધિત પક્ષકારોએ રજુ કરવાના રહેશે અને નોંધણી અમલદારોએ અમલ મુખત્યારનામાં તપાસવાના રહેશે તથા તેવા મુખત્યારનામાની પ્રમાણિત નકલો સંબંધિત પક્ષકારો પાસેથી મેળવી ફાઇલે રાખવાની રહેશે.


 2. વેચાણવાળા-(ર) મુજબ, મુખત્યારનામાના લેખ/દસ્તાવેજના આધારે થતા દસ્તાવેજોમાં મુખત્યારનામાની અસલ તથા પ્રમાણિત નકલ રજુ કરેલ છે, તે અંગેનો શેરો મારી સબ રજીસ્ટ્રારશ્રીએ સહી કરવાની રહેશે.


 ૩. વંચાણવાળા-(૩) મુજબ, Chapter-6 Miscellaneous ના મુદ્દા 6.4 "In certain cases, Registration of a Power of Attorney may become compulsory under section-17 of the Registration Act-1908. Thus, a power which authorizes the donee to recover rents of immovable property belonging to the donor for the dome's own benefit is an assignment and required registration under section 17-(1)(b) of the Registration Act; similarly, a power of attorney which create a charge on the immovable property referred to therein in favor of the donee of the power required registration"


 આમ જ્યારે મુખત્યારધારક (Power of Attorney Holder/Agent) મુખત્યારનામાના લેખમાંની સ્થાવર મિલક્ત ઉપર અથવા તેમાં એકસો રૂપિયાની અથવા તેથી વધુ કિંમતનો નિશ્ચિત કે અનિશ્ચિત કોઇ હક, ઇલાખો અથવા હિત હાલમાં કે ભવિષ્યમાં ઉતપન્ન કરતા હોય, જાહેર કરતા હોય, નામફેર કરતા હોય, મર્યાદિત કરતા હોય અથવા નષ્ટ કરતા હોય અથવા જેથી તેમ કરવાનું અભિપ્રેત થતું હોય તેવા લેખ ફરજિયાત નોંધણીને પાત્ર છે. [નોંધણી અધિનિયમ-૧૯૦૮ ની કલમ ૧૭(૧)(ખ) તથા કરાર અધિનિયમ ૧૮૭૨ ની કલમ ૨૦૨]


4. વંચાણવાળા-(૪) મુજબ, નોંધણી અધિનિયમ-૧૯૦૮ ની કલમ-૧૭ માં સુધારો કરીને, સ્થાવર મિલકતની તબદીલી સંબંધી જે મુખત્યારનામા (પાવર ઓફ એટર્ની) અન્વયે મુખત્યારધારકને મિલ્કતનો કબજો સોંપવામાં આવેલ હોય અથવા કબજો સોંપ્યાનું અભિપ્રેત થતું હોય તેવા મુખત્યારનામાની નોંધણી તા.૨૧/૦૭/૨૦૦૮ થી ફરજિયાત ઠરાવવામાં આવેલ છે.


5. વંચાણવાળા-(૫) મુજબ, નોંધણી અધિનિયમ-૧૯૦૮ ની કલમ -૧૭(૧)(છ) માં કબજા સાથેના પાવર ઓફ એટર્નીના લેખનો વ્યાપ વધારીને (Substitute) સ્થાવર મિલકતના વહીવટ, સંચાલન વ્યવસ્થા અને/અથવા કોઇ પણ પ્રકારે બીજાના નામે કરવાની સત્તા પાવર ઓફ એટર્ની હોલ્ડરને આપવાને લગતા પાવર ઓફ એટર્નીના લેખને ફરજીયાત નોંધણીપાત્ર ઠરાવેલ છે. જે અન્વયે તા.૧૦/૦૭/૨૦૨૦ કે તે પછી સહી થયેલ સ્થાવર મિલકતના વહીવટ, સંચાલન/વ્યવસ્થા અને/અથવા કોઇ પણ પ્રકારે બીજાના નામે કરવાની સત્તા પાવર ઓફ એટર્ની હોલ્ડરને આપવામાં આવી હોય તેવા પાવર ઓફ એટર્નીના લેખ સબ રજીસ્ટ્રારશ્રી સમક્ષ નોંધણી કરાવેલ હોય તો જ તેના આધારે દસ્તાવેજમાં સહી, મતુ કરીને પાવર ઓફ એટર્ની હોલ્ડર દ્વારા નોંધણી અર્થે રજુ કરી શકાશે. [વંચાણવાળા-(૫) ની અન્ય સુચનાઓ યથાવત રહેશે.]

આમ નોંધણી અધિનિયમ-૧૯૦૮ ની કલમ-૪૯ અનુસાર, જે લેખ/દસ્તાવેજને નોંધણી અધિનિયમ-૧૯૦૮ ની કલમ-૧૭ મુજબ રજીસ્ટર કરાવવો આવશ્યક હોય તે રજીસ્ટર કરાવવામાં આવ્યો ન હોય તે દસ્તાવેજ – તેવી મિલકત અંગેના વ્યવહાર અથવા સત્તા સોંપવાના પુરાવા તરીકે સ્વીકારવામાં આવશે નહી"

6. વંચાણવાળા-(૬) મુજબ, પોતાની કચેરી સિવાયની ગુજરાત રાજ્યમાંની સબ રજીસ્ટ્રાર કચેરીમાં નોંધણી થયેલ પાવર ઓફ એટર્નીનો લેખ/દસ્તાવેજ (તા.૧૦/૦૭/૨૦૨૦ કે ત્યારપછી મતુ/સહી (Executlon) થયેલા) ખરેખર તે કચેરીમાં નોંધણી થયેલ છે કે કેમ? તેની સબ રજીસ્ટ્રારશ્રીએ ગરવી વેબ એપ્લિકેશનમાં પોતાના લોગ ઇનમાં જઇને “All Gujarat PoA Document” મેનું મારફત પાવર ઓફ એટર્ની નોંધાયેલ છે કે નહી તેની ચકાસણી કરવાની રહેશે. તથા પ્રમાણિત નકલ કચેરીની ફાઇલે રાખવાની રહેશે

7, વંચાણવાળા-(૭) મુજબ, સબ રજીસ્ટ્રારશ્રી દ્વારા ભારત દેશમાં, ગુજરાત રાજ્ય સિવાય અન્ય રાજ્યમાં, નોંધાયેલ પાવર ઓફ એટર્નીના લેખના આધારે કોઇ લેખ રજુ થાય ત્યારે તે પાવર ઓફ એટર્નીનો લેખ/દસ્તાવેજ (તા.૧૦/૦૭/૨૦૨૦ કે ત્યારપછી પ્રતુ/સહી (Executlon) થયેલા) ખરેખર તે કચેરીમાં નોંધણી થયેલ છે કે કેમ? તેની ખાતરી કરવા સારૂ અસલ મુખત્યારનામા તથા તેની પ્રમાણિત નકલ (Certified Copy) સંબંધિત પક્ષકારોએ રજુ કરવાના રહેશે અને નોંધણી અમલદારોએ અસલ મુખત્યારનામાં તપાસવાના રહેશે

8. પાવર ઓફ એટર્નીના લેખની પ્રમાણિત નકલોને ૧૫ વર્ષ (વર્ગ ખ-૧) સુધી સાચવી રાખવાની મુદ્દત ઠરાવવામાં આવેલ છે તથા આ પ્રમાણિત નકલોને સ્કેન કરીને CD/DVD માં સાચવાની રહેશે. રજીસ્ટ્રેશન મેન્યુઅલ ભાગ-૨ ના કોડ ઓર્ડર-૫૦૫ માં સુચિત ઉમેરો કરવામાં આવે છે. આ રેકર્ડ નાશ કરવાની સત્તા જે તે જીલ્લાના સંબંધિત નોંધણી નિરીક્ષકશ્રી/મદદનીશ નોંધણી સર નિરીક્ષકશ્રીને સોંપવામાં આવે છે.


9. તા. ૧૦/૦૭/૨૦૨૦ કે ત્યાર પછીના પાવર ઓફ એટર્નીનો લેખ, જે સબ રજીસ્ટ્રાર કચેરીમાં પાવર ઓફ એટર્નીના લેખના આધારે જે લેખ નોંધણી માટે રજુ થયેલ હોય, તે જ સબ રજીસ્ટ્રાર કચેરીમાં પાવર ઓફ એટર્નીનો લેખ નોંધાયેલ હોય તો તેની નકલ સાચવવાની રહેશે નહી તથા

10. જો મુખત્યારનામાના લેખના આધારે થતા દસ્તાવેજમાં સદર મુખત્યારનામાને દસ્તાવેજનો ભાગ બનાવલ હોય તો મુખત્યારનામાની નકલ સાચવવાની રહેશે નહી. કારણ કે, દસ્તાવેજની ફોટોકોપીમાં સદર પાવર ઓફ એટર્નીનો લેખ કચેરીના કાયમી રેકર્ડ પર સાચવવામાં આવે છે.


11. વંચાણવાળા – (૮) ના પેરા-૧૮, "As held by this court in church of Christ charitable trust and Educational charitable society vs. Ponniamman Educational Trust the document should expressly authorize the agent,


(i) to execute a sale deed.

(ii) to present it for registration; and

(ii) to admit executlon before the Registering Authority"

તથા

વંચાણવાળા-(૯) ના પેરા ૩૭," Therefore, if the Registering Officer had verified the recitals contained in the registered deed of PoA dated 23/08/2006, to see if the power agent had the power to do what he did, he would have refused the registration of the document


આમ જ્યારે મુખત્યારનામાના લેખમાં/દસ્તાવેજમાં સહી/મતુ/કરી આપવાની (to execute), દસ્તાવેજ નોંધણી માટે રજુ કરવાની (to present) તથા દસ્તાવેજની કબુલાત આપવાની (to admit execution) સત્તાઓનો ઉલ્લેખ મુખત્યારનામાના લેખમાં થયેલો હોવો જોઇએ. જો સદર સત્તાઓનો ઉલ્લેખ મુખત્યારનામાના લેખમાં થયેલ ન હોય તો, દસ્તાવેજ નોંધણીની ના પાડ (refuse) કરવાની કાર્યવાહી કરવાની રહેશે.

ઉદા. તરીકે......વેચાણ દસ્તાવેજ નોંધણી માટે રજુ થાય તો મુખત્યારનામાના લેખમાં વેચાણ દસ્તાવેજ કરવાની, દસ્તાવેજ સબ રજીસ્ટ્રાર કચેરીમાં રજુ કરવાની તથા આ દસ્તાવેજની કબુલાત આપવાની સત્તાઓનો ઉલ્લેખ થયેલો હોવો જોઇએ


12, વંચાણવાળા-(૯) ના પેરા-૫૮, "If the Registering Officer under the Act is constructed as performing only a mechanical role without any independent mind of his own. Then even Government properties may be sold, and the documents registered by unscrupulous persons driving the parties to go to civil court. Such an interpretation may not advance the cause of Justice"

આમ સદર જોગવાઇને ધ્યાને લેતા જ્યારે મુખત્યારનામાના લેખના આધારે દસ્તાવેજ નોંધણી માટે રજુ થાય ત્યારે ખાસ તકેદારી રાખવાની રહેશે.

(બ) ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની જોગવાઇઓના સંદર્ભે ધ્યાને રાખવાની બાબતો - 

(૧) ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ ની અનુસૂચિ-૧ના આર્ટીકલ ૪૫ હેઠળ મુખત્યારનામાના લેખો ઉપર લેવાની સ્ટેમ્પ ડયુટી ના દરો હાલમાં નીચે મુજબ અમલમાં છે.

અ.નં.     મુખત્યારનામાનો લેખ.       સ્ટેમ્પ ડયુટી

(ક) એક જ લેવડ દેવડ સંબંધમાં એક અથવા વધારે દસ્તાવેજ કરી આપવાનું કબુલ કરવા હેતુ માટે કર્યું હોય - રૂા.૩૦૦/ -

(ખ) પ્રેસીડન્સી સ્મોલ કોઝ કોર્ટ અધિનિયમ ૧૮૮૨ હેઠળ દાવા અથવા કાર્યવાહી માટે કર્યુ હોય. - રૂા.૩૦૦/ -

(ગ) ખંડ (ક)માં જણાવેલી બાબત સિવાય બીજી એક જ લેવડ દેવડમાં કામ કરવા માટે એક અથવા વધારે વ્યકિતઓને અધિકાર આપવાનો હોય ત્યારે  - રૂા.૩૦૦/ -

(ઘ) એક કરતાં વધારે લેવડ દેવડમાં અથવા સામાન્યતઃ એક સાથે અથવા અલગથી કામ કરવા પાંચ કરતા વધારે નહીં તેટલી વ્યક્તિઓને કામ કરવાનો અધિકાર આપવાનો હોય ત્યારે - રૂા.૩૦૦/ -

(ચ) એક કરતાં વધારે લેવડ દેવડમાં અથવા સામાન્યતઃ એક સાથે અથવા અલગથી કામ કરવા પાંચ કરતાં વધારે પણ દસ કરતાં વધારે નહી તેટલી વ્યકિતઓને કામ કરવાનો અધિકાર આપવાનો હોય ત્યારે, - રૂા.૩૦૦/ -

(૭) (૧) અવેજ બદલ આપ્યું હોય અને સ્થાવર મિલકત સ્થાવર વેચવાની સત્તા આપવાની હોય ત્યારે --: અવેજ અથવા સ્થાવર મિલ્કતની બજારકિંમત બે માથી જે વધુ હોય તે રકમ માટે ૪.૯૦%

(૨) અવેજ વગર અથવા અવેજ બતાવ્યા સિવાય સ્થાવર મિલકતના વેચાણ અથવા તબદીલીને અધિકૃત કરતી વખતે -: રૂ.૩૦૦/-

(ક) પિતા, માતા, ભાઈ, બહેન, પત્ની, પતિ, પુત્ર, પુત્રી, પૌત્ર પૌત્રીને આપવામાં આવી હોય ત્યારે -: રૂ.૩૦૦/-તા.૧૫/૫/૨૦૧૩ થી નવી જોગવાઇ દાખલ કરેલ છે.

(ખ) બીજા કોઇ કિસ્સામાં -: અવેજની રકમ અથવા સ્થાવર મિલ્કતની બજાર- કિંમત બેમાંથી જે વઘુ હોય તે રકમ માટે ૪.૯૦%

(જ) કોઇપણ સ્થાવર મિલકત પર બાંધકામ અથવા વિકાસ અથવા વેચાણ અથવા તબદીલી માટે તે ગમે તે નામે ઓળખાતા પ્રમોટર અથવા વિકાસકારને આપવામાં આવેલ હોય ત્યારે -: લેખની મિલ્કતની બજાર કિંમત માટે ૩.૫૦%

(ઝ) અન્ય પ્રસંગે -: રૂ.૩૦૦/-


(૨) આર્ટીકલ ૪૫ હેઠળ પાવર ઓફ એટર્ની ઉપર લેખમાં સમાવિષ્ટ મિલકતની બજારકીમત અથવા અવેજની રકમ જે રકમ વધુ હોય તે ઉપર ૪.૯૦ % લેખે સ્ટેમ્પ ડયુટી ભરી હોય અને પાવર ઓફ એટર્ની આપનાર / લેનાર જ તે જ મિલકતના વેચાણ લેખ માટે વેચાણ આપનાર લેનાર હોય તેવા કીસ્સામાં પાવર ઓફ એટર્ની ઉપર ભરેલ સ્ટેમ્પ ડયુટી વેચાણ લેખ માટે મજરે ગણવાની થાય છે.


(૩) આર્ટીકલ ૨૦ ના સ્પષ્ટીકરણ-૧ હેઠળ “આર્ટીકલ ૪૫ (છ)ની બાબત (ર)ની પેટા બાબત (ક)ને આધિન) રદ ન કરી શકાય તેવા પાવર ઓફ એટર્નીમાં મુખત્યારનામું કરતાં પહેલાં, કરતી વખતે અથવા કર્યા પછી કબજો સોંપવાનો ઉલ્લેખ હોય તેવા પાવર ઓફ એટર્ની માલીકીફેરખત (વેચાણ) મુજબ સ્ટેમ્પ ડયુટીને પાત્ર બને છે.

આમ, ઉપરોકત જોગવાઇઓ મુજબ હાલમાં સ્ટેમ્પ ડયુટી ના દર અમલી છે. તે અગાઉના કીસ્સામાં,

(અ) હાલમાં અમલી ફીકસ સ્ટેમ્પ ડયુટીના દર રૂ.૩૦૦/- નો દર તા.૦૫/૦૮/૨૦૧૯ થી અમલી બનેલ છે. તા.૦૫/૦૮/૨૦૧૯ અગાઉ તા.૦૧/૦૪/૨૦૦૦ થી રૂ.૧૦૦/- નો દર અમલમાં હતો.

(બ) અવેજ બદલ આપવામાં આવેલ મુખત્યારનામાના લેખ ઉપર તા.૦૧/૦૫/૧૯૬૦થી મિલકતની બજાર કીંમત મુજબની સ્ટેમ્પ ડયુટી લેવા જોગવાઇ કરવામાં આવેલ છે.

(ક) તા.૦૪/૦૪/૧૯૯૪ થી ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની અનુસૂચિ-૧ ના આર્ટીકલ ૨૦ના સ્પષ્ટીકરણ (૧) મુજબ રદ ન કરી શકાય તેવા પાવર ઓફ એટર્નીમાં મુખત્યારનામું કરતાં પહેલાં, કરતી વખતે અથવા કર્યા પછી કબજો સોંપવાનો ઉલ્લેખ હૉય તેવા પાવર ઓફ એટર્ની માલીકીફેરખત (વેચાણ) મુજબ સ્ટેમ્પ ડયુટીને પાત્ર બને છે. જેથી, તા.૦૪/૦૪/૧૯૯૪ થી તા.૧૪/૦૫/૨૦૧૩ સુધીના સમયગાળા માટે આવા મુખત્યારનામાના લેખો ઉપર તે થયા તારને અમલી માલીકીફેરબત (વેચાણ) મુજબ સ્ટેમ્પ ડ્યુટી લેવાની રહે છે.

ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની ઉપરોકત જોગવાઇઓ મુજબ મુખત્યારનામું થયા તારીખે અમલી જોગવાઇઓ મુજબ જરૂરી સ્ટેમ્પ ડયુટીની રકમ મુખત્યારનામા ઉપર ભરપાઇ થયેલ ન હોય તો દસ્તાવેજ નોંધણી સમયે આવા અસલ મુખત્યારનામા ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની કલમ-૩૩ હેઠળ અટકાયત કરી અસલમાં નાયબ કલેકટરશ્રી, સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકન તંત્રને મોકલી આપવાના રહેશે.


(૪) સ્ટેમ્પ ડયુટી ભરવાની જવાબદારી બાબતઃ-

ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની કલમ-૩૦ હેઠળ “ વિરૂધ્ધની કબૂલાત ન હોય એટલે કે, મુખત્યારનામામાં સમાવિષ્ટ પક્ષકારો પૈકી મુખત્યારનામું લખી લેનાર અથવા આપનાર પૈકી કોણે સ્ટેમ્પ ડયુટી ભરવાની છે. જે બાબતનો કોઈ ઉલ્લેખ થયેલ ન હોય તો મુખત્યારનામું “ લેખ કરનારે " (By the person ... executing the instrument એ સ્ટેમ્પ ડયુટી ભરવાની રહે છે. જેથી, આવા કીસ્સામાં સ્ટેમ્પ ડયુટીની રકમ ભરવાની જવાબદારી મુખત્યારનામું કરી આપનારે ભરવાની થતી હોવા છતાં બનાવટી મુખત્યારનામાના કીસ્સામાં મુખત્યારનામું કરી આપનારને આવા મુખત્યારનામાની કોઈ જાણકારી ન મળે તે હેતુથી મુખત્યારનામું કરી લેનાર ધ્વારા સ્ટેમ્પ ડયુટી ભરી દેવામાં આવે છે. જે બાબત ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની જોગવાઇઓ સાથે સુસંગત બનતી નથી. જેથી, આવા કીસ્સામાં મુખત્યારનામું કરી આપનારને જ ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની કલમ-૩૯(૧) (બી) હેઠળ નોટીસ પાઠવી મુખત્યારનામું કરી આપનાર ધ્વારા જ સ્ટેમ્પ ડયુટી ભરવામાં આવે તે જોવાનું રહેશે.


(૫) મુખત્યારનામામાં પક્ષકાર નથી તેવી વ્યકતિ ધ્વારા ખરીદ કરેલ સ્ટેમ્પ પેપરના ઉપયોગ બાબતઃ

ગુજરાત સ્ટેમ્પ પુરવઠા અને વેચાણ નિયમો, ૧૯૮૭ ના નિયમ ૧૪(૧) મુજબ લાયસન્સ સ્ટેમ્પ વેન્ડરે સ્ટેમ્પવાળા કાગળ ઉંપર ઉપસાવી કાઢેલા અથવા કોતરેલા પ્રત્યેક સ્ટેમ્પ ઉપર સ્ટેમ્પની છાપની બરોબર નીચે અનુક્રમ નંબર, વેચાણની તારીખ ખરીદનારનું (એટલે કે જેને માટે સ્ટેમ્પ લાવવામાં આવ્યો હોય તે વ્યકિતનું) નામ અને રહેઠાણ, શબ્દોમાં સ્ટેમ્પની કીમત અને તેની પોતાની સહી પોતાના હસ્તાક્ષરમાં કરવા જોગવાઇ થયેલ છે. જે મુજબ મુખત્યારનામાનો લેખ કરવા માટે કાગળ ઉપર ઉપસાવી કાઢેલ અથવા કોતરેલા પ્રત્યેક પેપર ઉપર મુખત્યારનામું કરનાર અથવા કરી આપનાર બે માંથી જેના માટે સ્ટેમ્પ લેવામાં આવેલ હોય તેનું નામ લખવામાં આવેલ હશે. જેની ચકાસણી કરવાની રહે છે. જે કીસ્સામાં મુખત્યારનામુ કરનાર અથવા કરી આપનાર બે માંથી એકપણ વ્યક્તિ સિવાય ત્રાહિત પક્ષકાર ધ્વારા સ્ટેમ્પ ખરીદ કરેલ હોય અને તેની ઉપર મુખત્યારનામુ કરવામાં આવેલ હોય તેવા કીસ્સામાં જેને માટે સ્ટેમ્પ લેવામાં આવેલ હોય તે વ્યકિત ધ્વારા સ્ટેમ્પ ઉપયોગ કરવામાં આવેલ નથી. જેથી આવા મુખત્યારનામા ઉપર ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની કલમ-30 હેઠળ ડયુટી ભરવા માટે જવાબદાર વ્યકિત ધ્વારા સ્ટેમ્પ ડ્યુટી ભરવામાં આવેલ ન હોવાથી આવા મુખત્યારનામા સ્ટેમ્પ ડયુટીની વસુલાત માટે નાયબ કલેક્ટરશ્રી સ્ટેમ્પ ડયુટી મૂલ્યાંકન તંત્રને મોકલી આપવાના રહેશે.


ઉપરોકત સુચનાઓનો તમામ નોંધણી અધિકારી/ નાયબ કલેકટરશ્રીએ ચુસ્તપણે પાલન તથા અમલ કરવા આથી સંબંધિત અધિકારીશ્રી/કર્મચારીઓને જણાવવામાં આવે છે. જેનો ભંગ થયેથી આવા બનાવટી મુખત્યારનામામાં મદદગારી માની શિસ્ત વિષયક કાર્યવાહીની સાથે સાથે ફોજદારી રાહે પગલાં લેવાની ફરજ પડશે, જેની નોંધ લેવાની રહેશે. સદર સુચનાઓનો તાત્કાલિક અસરથી અમલ કરવાનો રહેશે.




No comments: