૧. હક્કપત્રક એ ગુજરાત રાજયની મહેસૂલની પધ્ધતિમાં ગ્રામ્યકક્ષાએ તથા પ્રોપર્ટી રજિસ્ટર એ સીટી સર્વે વિસ્તાર માટે એક સૌથી મહત્ત્વનો દસ્તાવેજ છે. કબજા સાથેના હક્કો ઉપરાંત આ પત્રકમાં બજાવાળા તેમજ કબજા સિવાયના ગીરોની, બેડની તથા જમીનમાં બીજા પ્રાપ્ત કરેલા હક્કો તથા વિતોની નોંધો કરવામાં આવે છે. તેથી આ પત્ર જમીન સંબંધી વિગતવાર તપસીલની ઘણી ઉપયોગી માહિતી આપનારૂ હોઈને જમીન સંબંધી હક્કો નક્કી કરવાના કામમાં બહુ જ ઉપયોગી છે.
૨. સાચુ અને ચોકસાઈથી જો હક્કપત્રક રાખવામાં આવે તો ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે અને જો તેમાં થોડીક પણ બેદરકારી રાખવામાં આવે તો તેનાથી ખાતેદારનું પલ્લું નુકશાન થઈ શકે છે કે જેમાં તેનો (ખાતેદારનો) કોઈ વાંક હોતો નથી. આમ હક્કપત્રક નિભાવવામાં તલાટીની ખૂબ જ મોટી જવાબદારી છે. સાચા અને ચોકસાઈભર્યાં હક્કપત્રકથી થતાં કેટલાક ફાયદા નીચે મુજબ ગણી શકાય.
(૧) ખાતેદારને પોતાની જમીન પરત્વેના પોતાના હકની સલામતી અને સ્થિરતા બક્ષે છે. (નિરક્ષર ખેડૂત માટે આ ભારે મોટો લાભ છે,)
(૨) હક્કના આ પત્રકના કારણે બેંક ખાનગી ધિરાણ મેળવવામાં સરળતા રહે છે.
(૩) તેનાથી જમીન સંબંધી દીવાની દાવાનું પ્રમાણ ઘટે છે.
(૪) તબદીલીના વ્યવહારો રજિસ્ટર ન થયા હોય તો પણ ગામે આ દફતરે નોંધ રહેવાથી છેતરપિંડી અને બનાવટ અટકે છે-જમીનની તકરાર વખતે આ એક અગત્યનો પુરાવો છે.
(૫) તેનાથી જે તે વિસ્તારની આબાદીનો ખ્યાલ મળે છે અને જમીનો કેવી રીતે વ્યક્તિઓ હસ્તાક આવે છે અને પ છે તેનો ખ્યાલ આવે છે.
(૬)સરકારનું લેણું ચોક્કસ જમીન અંગે કોની પાસેથી વસૂલ લેવાનું થાય છે તે માટેનો આ એક અગત્યનો આધાર છે.
(૭) જાહેર દફતરમાંની નોંધ તરીકે અનુમાનિક સચ્ચાઈનો દરજ્જો રેકર્ડને પ્રાપ્ત છે તેથી તકરાર વખતે એક અગત્યનો પુરાવો બને છે.
(૮) જમીન સંપાદન પ્રાપ્તિના કેસોમાં વળતર માંગવાનો હક્ક આ દફતર આધારિત હોય છે.
૩. હાલની હક્કપત્રકનાં નમૂના નં.૬ નો લાભ એ છે કે તેની કોઈ દિવસ નકલ કરવી પડતી નથી. તેમાં ક્રમ મુજબ નોંધો લખાતી જાય છે અને તે કાયમી રજિસ્ટર છે. નોંધોનો ક્રમ નંબર નમૂના નં.૭-૧૨ માં નોંધાય છે. હક્કપત્રકનો નમૂનો નં.૬ કોઈ દિવસ બંધ કરાતો નથી અને તે કાયમ માટે ચાલુ રહે છે.
૪. હક્કપત્રકે પડેલી કોઇપણ નોંધ મંજૂર / નામંજૂર / રદ થયું તેની લેખિત જાણ સંબંધકર્તા ઈસમોને કરવાની હોય છે કે જેથી સંબંધકર્તા ઈસમોના હક્કો બાબતે તેમને તબક્કાવાર જાણકારી રહે છે અને નોંધ અંગેના નિર્ણયથી નારાજ ઈસમ કાયદાકીય અપીલ રિવિઝન અરજી કરી વખતસર દાદ મેળવી શકે છે.
૫. હક્કપત્રકે પૂરી વિગતો કાયમ જળવાતી હોઈને જમીન પોતે મેળવેલી છે કે વારસાઈ, વીલ વગેરેથી કેળવાઈ છે વિગેરે જેવા પ્રશ્નો ઊભા થતાં જમીન ધરાવવાના હક્કમાં ચોકસાઈ ઓની હોઈને સામાજિક પ્રશ્નો ઉભા થતા નથી – દાબી શકાય છે.
૬. ભારત જેવા ખેતીપ્રધાન દેશમાં, નિરક્ષરતાનું પ્રમાણ ખૂબ જ ઊંચુ હોઈને, અભણ-અજ્ઞાન ખેડૂતોના નક્કી ઉપર બામત લોકો તરાપ મારી જાય નહિ તે ધ્યાને રાખીને જમીનના હક્કોની જાળવણી કરવાનું કામ સરકારે પોતાના શિરે રાખેલ છે. તે જવાબદારી અદા કરવામાં સર્વેના સહકારની જરૂર હોય છે.
No comments:
Post a Comment