બેંક પ્રમાણપત્ર રજુ કરી શોધ (સર્ચ) મેળવવા અંગે કાર્યવાહી કરવા બાબત.
સંદર્ભ :
(૧) અત્રેના પરિપત્ર ક્રમાંક:વહટ/૧૩૨/૮૮/ ૨૨૫૪૮-૨૨૭૦૦, તા.૦૪/૧૦/૧૯૮૮
(૨) અત્રેના પરિપત્ર ક્રમાંક/ઇજર/વહટ/૧૩૭/૨૦૦૬/ ૧૪૫૯૬-૧૪૬૨૧, તા.૧૦/૦૯/૨૦૦૭
રાષ્ટ્રીયકૃત બેંકો તરફથી સબ રજીસ્ટ્રાર કચેરીનું રેકર્ડ શોધ કરવા અંગે ભરવા પડતા શોધ ફી બાબતે અત્રેથી સંદર્ભ-(૧) થી પરિપત્ર કરેલ છે. સદરહુ પરિપત્રની તમામ જોગવાઈઓ આથી રદ કરી તમામ શોધ ખોળને સામાન્ય રીતી - ફી સહિત કાર્યવાહી કરવા જણાવવામાં આવે છે.
આથી, રાષ્ટ્રીયકૃત બેંકો તરફથી સબંધિત મિલકતનું સબ રજીસ્ટ્રાર કચેરીમાં નોંધાયેલ ટ્રાન્ઝેક્શન ઇન્ડેક્ષ-૨ ના રેકર્ડ આધારે શોધ (સર્ચ) કરવા અંગે અરજી કરવામાં આવે ત્યારે નોંધણી ફી કોષ્ટકના આર્ટીકલ-૧૦ મુજબ/સામાન્ય શોધખોળ અનુસારની જ ફી ભરવામાં આવ્યેથી શોધખોળ અંગેનું રેકર્ડ પુરુ પાડવાની કાર્યવાહી કરવાની રહેશે.
ઇન્કમ્બરન્સ સર્ટિફિકેટ માટે સબંધિત મિલકતનું સબ રજીસ્ટ્રાર કચેરીમાં નોંધાયેલ ટ્રાન્ઝેક્શન ઇન્ડેક્ષ-૨ ના રેકર્ડ આધારે શોધ (સર્ચ) કરવા અંગેની હાલમાં લેવામા આવતી શોધની ફી ઉપરાંત જ્યારે કચેરી દ્વારા કોમ્પ્યુટર સિસ્ટમ થકી શોધ કરી બોજાનું ઇન્કમ્બરન્સ સર્ટિફિકેટ (Encumbrance Certificate) આપવામાં આવે ત્યારે શોધ ફી ઉપરાંત અત્રેના તા.૧૦/૦૯/૨૦૦૭ ના પરિપત્રમાં જણાવ્યા અનુસારની ફી ભરવાની રહેશે.
No comments:
Post a Comment