ખેતીની જમીન બિનખેતીમાં ફેરવવા અને નવી શરતની જમીનો અંગે સરકાર દ્વારા સરળીકરણની જોગવાઈઓ - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Monday, April 21, 2025

ખેતીની જમીન બિનખેતીમાં ફેરવવા અને નવી શરતની જમીનો અંગે સરકાર દ્વારા સરળીકરણની જોગવાઈઓ

ખેતીની જમીન બિનખેતીમાં ફેરવવા અને નવી શરતની જમીનો અંગે સરકાર દ્વારા સરળીકરણની જોગવાઈઓ

- એચ.એસ. પટેલ IAS (નિ) ગુજરાત સમાચાર 

  • રાજ્ય સરકારે 'Right to Rev-enue Title' સ્વમેળે સાચા ખેડુત ખાતેદારોને આપવાની જોગવાઈ કરવી જરૂરી
  • નવી શરતના નિયંત્રણોવાળી જમીનોમાં રેકર્ડ પ્રમોલગેશન ૧૯૫૧થી થયું ત્યારથી ચકાસવાની છે.

રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા બિનખેતીની પરવાનગીમાં તા. ૮-૪-૨૦૨૫ના પરિપત્ર હુકમોથી સરળીકરણ કરવામાં આવેલ છે તે અંગેની જોગવાઈઓ અને નવી શરતની જમીનો ખેડુતખરાઈ બાબતમાં છેલ્લા ૨૫ વર્ષનું મહેસુલી રેકોર્ડ ચકાસવામાં આવશે તે બાબતો જણાવેલ.

*ગત લેખમાં સ્પષ્ટ જણાવેલ કે રાજ્ય સરકારે મહેસુલી ટાઈટલ અને કાયદેસરના કબજાપત્ર અન્વયે મહેસુલ વિભાગના તા. ૮-૪-૨૦૨૫ના પરિપત્ર ક્રમાંક જમન-૧૦૨૦૨૫-૪૬૨/ક થી પરિપત્ર સ્વરૂપે માર્ગદર્શક સુચનાઓ બહાર પાડેલ રાજ્ય સરકારે કરાવ પણ નથી અમોએ સ્પષ્ટ જણાવેલ છે કે જ્યારે ભારત સોરકારે મહેસુલી ટાઈટલ અંગે નિયમો બનાવવાની સુચનાઓ આપેલ છે ત્યારે ફક્ત પરિપત્ર કરવાથી કાયદાનું પીઠબળ મળતું નથી. આ પરિપત્રમાં પણ જુદી જુદી સુચનાઓનું અવલોકન કરેલ છે.


તે જોતા અરજદારે મહેસુલી ટાઈટલ મેળવવાનું છે અને તેમાં અગાઉ જે બિનખેતીની પરવાનગીમાં જુદી જુદી બાબતો હતી તેમાં ફક્ત છેલ્લા ૨૫ વર્ષ રેકર્ડ તબદીલી, વારસાઈ વહેંચણીમાં ધ્યાન લેવામાં આવશે પરંતું અગાઉની સંદર્ભબાબતે ગણોતીયાના હકો અને અન્ય બાબતો ધ્યાનમાં લેવાની રહેશે તેવું જણાવેલ છે. આમ તો જેમ અગાઉ ખેડુતખરાઈનો આગ્રહ રાખવામાં આવશે

નહીં તેમ જણાવેલ આ પરિપત્રથી કેટલા અરજદારોને મહેસુલી ટાઈટલ આપવામાં ૧ આવ્યું તે જોવામાં આવશે.

તો કદાચ એક પણ કેસ સમગ્ર રાજ્યમાં નહીં હોય તેમ છતાં ૩૦ દિવસમાં તમામ બાબતોની પુર્તતા થતી હોય તો પ્રમાણપત્ર આપવાનું છે, બાકી અરજી નામંજૂર કરવાની છે એટલે સમય બતાવશે કે ખરેખર આ પરિપત્રથી કેટલા સાચા બોનાફાઈડ અરજદારોને ફાયદો થયો, બાકી ૨૫ વર્ષના રેકર્ડ ચકાસણીના વિવેકાધીન સત્તા ઉપર મહેસુલી અધિકારીઓનું વલણ કેટલું હકારાત્મક

રહેશે તે તો સમય બતાવશે. મહેસુલી ટાઈટલ અંગે જણાવવાનું કે સ્વીકૃત સિદ્ધાંતો અનુસાર (Setled Prin ciple) હકપત્રકની નોંધોએ (Presumptive Value) આધારીત છે. (માન્યતા આધારિત) અને (Fiscal Purpose) નાણાંકીય મહેસુલ વસુલ કરવા માટે અને વિરૂદ્ધનું પુરવાર ન થાય ત્યાં સુધી માન્ય રાખવાની છે અને જ્યારે માલિકી હક્ક અંગે કોઈ વિવાદ થાય તો સિવીલ કોર્ટને માત્ર સતા છે તેમ છતાં મહેસુલી નોંધો/રેકર્ડની ચકાસણી બિનખેતીની પરવાનગી, નવી શરતની પરવાનગી તેમજ વેચાણ /તબદીલી ખેતીની જમીનનો થાય ત્યારે ઉત્તરોત્તર ટાઈટલ ચકાસવાનો હેતુ કાયદાની જોગવાઈઓ વિરૂદ્ધ કોઈ પરવાનગી કે નોંધ પ્રમાણીત કરવામાં આવતી નથી.

આ બધી પ્રક્રિયામાં મહેસુલી ટાઈટલમાં પણ મુખ્યત્વે તો કોઈ બિનખેડુત હોય અને ખેતીની જમીન ખરીદી હોય તેની બિનખેતીની અરજી કે અન્ય કોઈ જગ્યાએ ખેતીની જમીન ખરીદીને હકપત્રકમાં નોંધ કરવામાં આવી હોય, પરંતું આ અંગે પણ હવે જ્યારથી ઈ-ધરામાં ઓનલાઈન નોંધની પદ્ધતિ મુજબ તો ઉતરોત્તર ટાઈટલ ખરાઈ કરવાની હોય છે.

ખેતીની જમીન બિનખેતીમાં ફેરવવા અને નવી શરતની જમીનો અંગે સરકાર દ્વારા સરળીકરણની જોગવાઈઓ

સરકારે સરળતાના નામે ખેડુતખરાઈ પ્રમાણપત્ર અને હવે મહેસુલી ટાઈટલ અને કબજા પ્રમાણપત્ર આપવાની જોગવાઈ કરતો પરિપત્ર કર્યા છે. પરંતું તેમાં અગાઉ તા. ૬-૪-૧૯૯૫ અને હવે અગાઉના ૨૫ વર્ષનું મહેસુલી રેકર્ડ ચકાસવાની બાબતનો સમાવેશ કર્યો છે. પરંતું તેમાં બિનખેડુતની નોંધ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી અને તેને કારણે જો મહેસુલી ટાઈટલ આપવાનો મુદ્દો હોય તો ફક્ત આ બાબત અગત્યની છે અને મોટા ભાગે બિનખેતી પરવાનગીના કેસોમાં કે નવી શરતની જમીનમાં પ્રિમીયમ વસુલ કરવામાં કે ખેતીની જમીનની નોંધો _મંજુર કરવાની ચકાસણીના મુદ્દા તરીકે ખેડુતના દરજ્જાની છે.

 હવે સરકારે ૮/૦૪/૨૦૨૫નો મહેસુલી ટાઈટલ અંગે કરેલ પરિપત્ર અન્વયે વિશ્લેષણ કરીએ તો આ જોગવાઈ અરજદારના ઉપર મરજીયાત સ્વરૂપે લાદવામાં આવી છે. એટલે કે અરજદારે હાલની પદ્ધતિ મુજબ બિનખેતી કે પ્રિમીયમ ભરવા બાબતમાં ઈચ્છતો હોય તું હે ટાઈટલ પ્રમાણપત્ર મેળવ્યા સિવાય પણ કરી શકે છે.

આ પદ્ધતિમાં નિયત નમુનામાં અરજી કરવાની છે અને પ્રોસેસ ફી ભરવાની છે અને અરજદારની અરજી નામંજુર કરવામાં આવે તો ફી રિફંડને પાત્ર નથી. વધુમાં કલેક્ટરે અરજદારની જમીનના હક્કપત્રક સબંધી, સ્થાયી ઠરાવો, જમીન મહેસુલ અધિનિયમ, અન્ય કાયદાયો તમામ ધ્યાનમાં લેવાનાં છે એટલે કે તમામ મહેસુલી રેકર્ડની ચકાસણી કરવાની છે. સિવાય કે જો જમીન સંપાદન હેઠળ હોય તો સ્વભાવીક રીતે આવી જમીનનું પ્રમાણપત્ર આપવા પાત્ર નથી. પરંતું છેલ્લા ૨૫ વર્ષના હક્કપત્રકની નોંધોમાં તબદીલી, વારસાઈ, વહેંચણીની નોંધો ધ્યાનમાં લેવાની છે જ્યારે નવી શરતના નિયંત્રણવાળી ગણોતહક્ક તેમજ સરકારનું હિત સંકળાયેલ હોય તે તમામ કિસ્સાઓમાં ૧૯૫૧-૫૨થી નોંધોની ચકાસણી કરવાની છે. એટલે કે નવી શરતના નિયંત્રણોવાળી જમીનોમાં રેકર્ડ પ્રમોલગેશન ૧૯૫૧થી થયું ત્યારથી ચકાસવાની છે.

આ ઉપરાંત જમીન ઉપરના સિવિલ કોર્ટમાં ચાલતા દાવાઓ, મહેસુલી કોર્ટોમાં ચાલતા વિવાદ / અપીલો અને કોઈપણ તકરારી બાબતો હોય તો સબંધિત કેસના ને આધીન અરજદાર બાહેંધરી આપે ચુકાદાને આધીન અર તો મહેસુલી ટાઈટલ મેળવવા (Declara-tion) મેળવવાનું રહેશે અને આ બધામાં પ્રવર્તમાન મહેસલી કાયદાની જોગવાઈઓને બાધે આપ્યા સિવાય મહેસુલી ટાઈટલ જુદી જુદી મહેસુલી કોર્ટોના કેસ રજીસ્ટરેથી ખાત્રી કરીને આપવાનું છે અને આ પ્રમાણપત્ર ફક્ત જમીન મહેસુલ કાયદાઓનો હક્કપત્રકની જોગવાઈઓ અને તે કાયદાઓને આધીન સિમિત પ્રકારનું છે અને જમીનના ક્ષેત્રફળ, રીસર્વેની ભુલો, જમીનના સતાપ્રકાર અંગે વિવાદ હોય તેને આધીન પ્રમાણપત્ર આપવાનું છે. આ પ્રમાણપત્ર કલેક્ટરે નિયત અરજીના ડેક્લેરેશન, ૭/૧૨ના અદ્યતન ઉતારા સાથે આપવામાં આવે તો ૩૦ દિવસમાં પ્રમાણપત્ર આપવાનું છે. કલેક્ટરને મહેસુલી રેકર્ડ અંગે વિશિષ્ટ ચકાસણી કરવી હોય તો કરવાની જોગવાઈ રાખી છે. જો કલેક્ટરને મહેસુલી ટાઈટલ અને કબજા પ્રમાણપત્ર સાથે કોઈ અરજદાર બિનખેતી માટે અને નવી શરતની જમીન હોય તો પ્રિમીયમ ભરવાની જાણ અને વિશેષધારો નક્કી કરવાની સમય મર્યાદા ૧૦ દિવસની છે.

આ સમય મર્યાદાઓમાં નામંજુર કરવામાં આવે તો સચીવ મહેસુલને અપીલ થઈ શકશે. આમ તમામ પ્રક્રિયાનું મુલ્યાંકન કરવામાં આવે તો ૪૦ દિવસની પ્રક્રિયા મહેસુલી ટાઈટલ અને કબજા પ્રમાણપત્ર મેળવવામાં નક્કી કરી છે. ખરેખર તું સરકારે સ્વમેળે જ્યારે સમગ્ર રેકર્ડ કમ્પ્યુટરાઈઝ છે, ઓનલાઈન ઉપલબ્ધ છે અને કાનુની રીતે ખેડુત ખાતાવહી જે મહેસુલી ટાઈટલ જેવો દસ્તાવેજ છે તે સરકારે સ્વમેળે સાચા ખેડુત ખાતેદારોને મહેસુલી ટાઈટલ આપી દેવા જોઈએ અને એટલા માટે રાજ્ય સરકારે પરિપત્રના બદલે 'Right to Rev-enue Title' હક્ક પત્રકની જેમ Rules બનાવી સ્વમેળે મહેસુલી ટાઈટલ આપી દેવા જોઈએ જેથી સાચા ખેડુત ખાતેદારોને તમામ પ્રક્રિયામાંથી છુટકારો મળે અને તોજ લોકાભિમુખ શાસન ગણાશે.

Application


No comments: