કાનુની સવાલ : શું જમાઈનો સસરાની મિલકત પર અધિકાર છે? અલીગઢ સાસુ-જમાઈ કેસમાં કાયદો શું કહે છે તે જાણો - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Sunday, April 20, 2025

કાનુની સવાલ : શું જમાઈનો સસરાની મિલકત પર અધિકાર છે? અલીગઢ સાસુ-જમાઈ કેસમાં કાયદો શું કહે છે તે જાણો

કાનુની સવાલ : શું જમાઈનો સસરાની મિલકત પર અધિકાર છે? અલીગઢ સાસુ-જમાઈ કેસમાં કાયદો શું કહે છે તે જાણો

સંદર્ભ:- tv9 ગુજરાતી / Nirupa Duva / Apr 19, 2025 | 7:20 AM

અલીગઢમાં એક એવી ઘટના બની છે. જે વિદેશમાં પણ ખુબ ચર્ચાનો વિષય બન્યો છે. અલીગઢમાં એક વરરાજો પોતાની થનારી સાસુ સાથે ભાગી ગયો હતો.ભાગી જવાના સમાચાર બહાર આવ્યા ત્યારે બંને પરિવારો સ્તબ્ધ થઈ ગયા હતા.

આ ઘટના મદ્રક પોલીસ સ્ટેશન વિસ્તારના મનોહરપુર ગામની છે. અહીં રહેતા જીતેન્દ્ર કુમાર બેંગ્લોરમાં કામ કરે છે. થોડા મહિના પહેલા તેમણે પોતાની દીકરી શિવાનીના લગ્ન રાહુલ સાથે નક્કી કર્યા હતા.પરંતુ તે પહેલા દીકરીની માતા થનારા જમાઈ સાથે ભાગી ગઈ હતી.

હવે એક સવાલ ખુબ ચર્ચામાં આવ્યો છે કે, શું જમાઈનો સસરાની સંપત્તિમાં કોઈ કાનુની અધિકાર છે? કેરળ હાઈકોર્ટના નિર્ણય અને હિંદુ કાયદા મુજબ, જમાઈને તેના સસરાની મિલકત પર કોઈ અધિકાર નથી.

કાનુની સવાલ : શું જમાઈનો સસરાની મિલકત પર અધિકાર છે? અલીગઢ સાસુ-જમાઈ કેસમાં કાયદો શું કહે છે તે જાણો

ઉત્તરપ્રદેશના અલીગઢમાં જમાઈ સાસુ સાથે ભાગી ગયો છે. આ સમાચાર છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં છે.હવે લોકોના મનમાં સવાલ છે કે, શું સસરાની સંપત્તિમાં જમાઈનો કોઈ અધિકાર હોય છે? કે પછી જમાઈ પોતાના સસરાની સંપત્તિમાં કોઈ દાવો કરી શકે કે પછી કાનુની રુપથી ઉત્તરાધિકારી બની શકે છે?

અલીગઢના કિસ્સામાં, બંને હિન્દુ છે, તો ચાલો જાણીએ કે હિન્દુ ઉત્તરાધિકાર કાયદો કયા અધિકારો આપે છે.દેશમાં મિલકતના અધિકારો અને વારસા સંબંધિત નિયમો ધર્મ અનુસાર નક્કી કરવામાં આવે છે. આ માટે બધા ધર્મોમાં અલગ અલગ કાયદા છે.

હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ (HSA) 1956 મુજબ ક્લાર -1 ઉત્તરાધિકારીમાં પત્ની , પુત્ર, દીકરી, મૃત પુત્ર, મૃત પુત્રનો દીકરો,મૃત પુત્રની પત્ની,મૃત પુત્રનો પુત્ર, પુત્રની પત્નીના બાળકો ઉત્તરાધિકારી બની શકે છે.

જો ક્લાસ 1 ઉત્તરાધિકારી જીવતા નથી. તો સંપત્તિ ક્લાસ ઉત્તરાધિકારીઓની પાસે જાય છે. જેમાં પિતા,ભાઈ-બહેન, દાદી-દાદ,કાકા-કાકી સામેલ હોય છે.

આવા જ એક કેસની સુનાવણી કરતા, કેરળ હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે જમાઈનો તેના સસરાની મિલકત પર કોઈ અધિકાર નથી. પછી ભલે તેમણે ઘર બનાવવા માટે કોઈ યઓગદાન આપ્યું હોય. કોર્ટે કહ્યું કે, દીકરીના પતિને સસરાના ઘરમાં ફક્ત ત્યાં સુધી જ અધિકાર છે જ્યાં સુધી સસરા તેને પરવાનગી આપે. કોર્ટે આ કેસમાં સ્પષ્ટતા કરી હતી કે, જમાઈ એવો દાવો કરી શકતા નથી કે લગ્ન પછી તે પરિવારનો સભ્ય બની ગયો છે અને મિલકત પર તેનો અધિકાર છે.

કાનુની સવાલ : શું જમાઈનો સસરાની મિલકત પર અધિકાર છે? અલીગઢ સાસુ-જમાઈ કેસમાં કાયદો શું કહે છે તે જાણો

હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ અને કેરળ હાઈકોર્ટના નિર્ણયથી સ્પષ્ટ છે કે, જમાઈને તેના સસરાની મિલકતમાં કોઈ અધિકાર નથી. જો સસરા પરવાનગી આપે તો તે પોતાના ઘરમાં રહી શકે છે.

અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે.જો તમને તમારા ચોક્કસ કેસ અંગે કાનૂની સલાહની જરૂર હોય, તો અનુભવી વકીલનો સંપર્ક કરી શકો છો.


No comments: