પરિપત્ર - નવી શરત અને પ્રતિબંધિત સત્તા પ્રકાર પ્રકારના હેડવાળી મિલકતના દસ્તાવેજની નોંધણી બાબત (અત્રેના તા.૦૫/૧૨/૨૦૨૪ ના પરિપત્ર સંદર્ભે)
આમુખ-(૧) માં દર્શાવેલ ક્રમ નં. (૧) થી (૧૨) પ્રકારની મિલકતના દસ્તાવેજ સબ રજીસ્ટ્રાર દ્વારા સ્વીકારવામાં આવશે નહિ ત્યારે તેનાથી અરજદાર નારાજ હોય તો તે અંગેની અપીલ સબંધિત જીલ્લા રજીસ્ટ્રાર વ કલેક્ટરશ્રીને કરવાની રહેશે અને તેનો નિર્ણય જીલ્લા રજીસ્ટ્રાર વ કલેક્ટરશ્રીએ કરવાનો રહેશે તેવી અત્રેથી સૂચના આપવામાં આવેલ હતી, તે સૂચનાઓનો અમુક જિલ્લાઓમાં ચુસ્તપણે અમલ કરવામાં આવતો નથી તેવુ અત્રે ધ્યાને આવેલ છે.
આ પરિપત્રની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા આથી જણાવવામાં આવે છે. સદરહું બાબતે કોઈ ચૂક થયેથી શિસ્ત વિષયક કાર્યવાહી કરવામાં આવશે. જેની ગંભીર નોંધ લેવી.
પરિપત્રના ક્રમ નં. (૭) માં જણાવેલ નવી શરત અને પ્રતિબંધિત સત્તા પ્રકારના હેડવાળી મિલકતમાં નીચે મુજબના લેખ સક્ષમ સત્તાધિકારીશ્રીની પરવાનગી સિવાય સ્વીકારીને નોંધણી કરી શકાશે.
1. ગીરોખત (સ્થાવર મિલકતનો કબજો સુપ્રત કર્યા સિવાયનું / Mortgage Without Possession)
2. હક્કકમી અને વહેંચણી (વારસાગત મિલકતમાં જ / Ancestral Property)
3. સ્થાવર મિલકતનો કબજો સુપ્રત કર્યા સિવાયનું બાનાખત અને સ્થાવર મિલકતનો કબજો સુપ્રત કર્યા સિવાયનું બાનાખત રદ નો લેખ (Sale Agreement Without Possession/Cancelation of Sale Agreement Without Possession)
4. ખાસ કાર્ય કરવા માટેનું પાવર ઓફ એટી (સ્થાવર મિલકતનો કબજો સુપ્રત કરેલ હોય, અવેજ બદલ આપેલ હોય તથા રદ ના કરી શકાય તેવા પાવર ઓફ એટર્નીની નોંધણી સક્ષમ સત્તાધિકારીશ્રીની મંજુરી સિવાય કરી શકાશે નહી.)
5. વારસાગત મિલકત (Ancestral Property) અંગેનો કબૂલાત/સંમતિનો લેખ
No comments:
Post a Comment