રાજયમાં ખેતીની જમીનો અંગે "મહેસુલી ટાઈટલ અને કાયદેસર કબજેદાર" (Revenue Title Cum Legal Occupancy Certificate-RTLOC) પ્રમાણપત્ર આપવા બાબત.
પરિપત્ર ક્રમાંક: જમન/૧૦૨૦૨૫/૪૬૨/ક ता.08/04/2025
વંચાણે લીધા :
(૧) મહેસૂલ વિભાગનો તા.૦૮/૦૪/૨૦૨૫ નો પરિપત્ર ક્રમાંક :જમન/૧૦૨૦૨૫/૪૬૨/ક.
ખેતીની જમીનોને બિનખેતીમાં રૂપાંતર કરવા તથા પ્રતિબંધીત સત્તા પ્રકાર અથવા નવી શરતની જમીનોને પ્રિમીયમ વસુલ લઇ બિનખેતી પરવાનગી આપવા સંદર્ભે પાત્રતા નક્કી કરવા તથા રેકર્ડ પરના કબજેદાર કાયદેસર હોવાનું પ્રમાણપત્ર આપવા "મહેસુલી ટાઈટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્ર" ઇસ્યુ કરવાની સંદર્ભ (૧) દર્શિત પરિપત્રથી જોગવાઇ કરવામાં આવેલ છે.
ખેતીની જમીન ધરાવનાર મરજીયાત રીતે પોતે પોતાની જમીન અંગે મહેસુલી ટાઈટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્ર મળી રહે તે માટે સંબંધિત કલેકટરશ્રીને અરજી સદર્ભ (૧) દર્શિત પરિપત્રની જોગવાઈ મુજબ કરવાની રહે છે. આ અરજીની ચકાસણી અને નિર્ણયાર્થે આવા અરજદારે અરજી સાથે ભરવાની થતી પ્રોસેસ ફી નક્કી કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.
પુખ્ત વિચારણાને અંતે, "મહેસુલી ટાઈટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્ર" મેળવવાની અરજી બાબતે નીચે મુજબના કોષ્ટકમાં દર્શાવેલ દર મુજબ પ્રોસેસ ફી નક્કી કરવામાં આવે છે
છેલ્લી વસ્તી ગણતરી પ્રમાણે એક લાખથી વધુ નહિ તેટલી વસ્તીવાળા ગામો, મ્યુનિસિપલ બરો, જાહેર કરેલા વિસ્તારો અને શહેરો ३.1/- ચો.મી.
છેલ્લી વસ્તી ગણતરી પ્રમાણે એક લાખથી વધુ વસ્તીવાળા ગામો,મ્યુનિસિપલ બરો, જાહેર કરેલા વિસ્તારો અને શહેરો ३.5/- ચો.મી.
મહેસૂલ વિભાગના તા.૦૮/૦૪/૨૦૨૫ ના પરિપત્ર ક્રમાંક : જમન/૧૦૨૦૨૫/૪૬૨/ક ની અન્ય તમામ જોગવાઈઓ યથાવત રહેશે.
No comments:
Post a Comment