૭ -૧૨ના ઉતારામાં એક કરતા વધારે સહમાલીકના નામ હોય તો દરેક ભાગીદારને ખેતી વિષયક વીજ જોડાણ આપવું
વિષય : વીજ જોડાણના નામ ફેરના નિયમો બાબત.
સંદર્ભ:- જી.યુ.વી.એન.એલ/ટેક/૫૪૦ તા.૨૭/૦૩/૨૦૨૫
ઉપર્યુક્ત વિષય પરત્વે, સંદર્ભ હેઠળના પત્રથી મળેલ દરખાસ્ત અન્વયે વિભાગના તા.૦૯/૦૨/૨૦૧૭ ના પત્ર ક્રમાંક:જીયુવી/૨૦૧૬/૩૮૮૪/ક૧ ના મુદ્દા (બ) ખેતીવિષયક વીજ જોડાણ અંગે-નવા જોડાણ માટે" ના શીર્ષક હેઠળ ચાર (4) નંબરની શરતમાં સુધારો કરવા તથા પાંચ (5.) નંબરની શરત ઉમેરવા સરકારશ્રી દ્વારા મંજૂરી મળેલ છે, જે નીચે મુજબની રહેશે.
4. ૭-૧૨ના ઉતારામાં એક કરતા વધારે સહમાલીક/ભાગીદારના નામ હોય તો જરૂરી સ્ટેમ્પ પેપર ઉપર નોટરાઈઝડ સેલ્ફ ડિકક્લેરેશન (સ્વ-ઘોષણા) લેવાનું રહેશે અને સહમાલીક/ભાગીદારના સમંતિની જરૂર રહેશે નહીં. આ બાબતે જમીનની માલિકી અંગે અન્ય ભાગીદારોના હક્ક બાબતે કોઈ રીતે અસરકારક રહેશે નહિ.
5. ૭ -૧૨ના ઉતારામાં એક કરતા વધારે સહમાલીક/ભાગીદારના નામ હોય તો દરેક સહમાલીક /ભાગીદારને તે સર્વે નંબર/જમીનના ક્ષેત્રફળને ધ્યાને લીધા વગર નીચેના મુદ્દા ધ્યાને રાખીને દરેક સહમાલીક/ભાગીદારને ખેતી વિષયક વીજ જોડાણ આપવું.
- અરજદારનું નામ ૭/૧૨ ઉતારામાં નોંધાયેલું હોવું જોઈએ.
- પાણીનો સ્ત્રોત/કુવો/બોર અલગ હોવો જોઈએ.
- વીજ વપરાશની સીમા નક્કી કરવી પડશે. જો જરૂરી હોય તો વાસ્તવિક તારની વાડ (બાર્બડ વાયર ફેન્સીંગ) કરવી પડશે.
- અરજી સાથે અરજદાર દ્વારા સંપૂર્ણ જમીનનો સ્પષ્ટ નકશો હોવો જરૂરી છે, જેમાં તમામ સહ-માલિકોની હદબંધી (સબ-ટિકા નકશો) તથા સહ-ભાગીદારોની વિશિષ્ટ/અલગ સીમાઓ દર્શાવવામાં આવેલ હોવી જોઈએ.
- સહ-માલિકો પોતાના નામે એક સર્વે નંબરમાં માત્ર એક જ વીજ જોડાણ મેળવવા પાત્ર રહેશે.
ઉપરની શસ્તો માત્ર સહ-ભાગીદારોના કીસ્સામાં જ લાગુ પડશે.
વધુમાં, વિભાગનાં તા:૦૯/૦૨/૨૦૧૭ નાં સમાનાંકી પત્રમાં નિર્દિષ્ટ અન્ય જોગવાઈ યથાવત રહેશે તદઅનુસાર, આપની કક્ષાએથી જરૂરી સુચનાઓ પરિપત્રિત કરી આ વિભાગને જાણ કરવા વિનંતી છે.
No comments:
Post a Comment