સ્ટેમ્પ ડ્યૂટી ચોરી બદલ મહત્તમ 6 ગણો દંડ થશે - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Wednesday, April 9, 2025

સ્ટેમ્પ ડ્યૂટી ચોરી બદલ મહત્તમ 6 ગણો દંડ થશે

સ્ટેમ્પ ડ્યૂટી ચોરી બદલ મહત્તમ 6 ગણો દંડ થશે.

રાજ્ય સરકારે નવી જંત્રીના દરમાં કમરતોડ વધારો ઝીંકતા મુસદ્દા પર વાંધા-સૂચનો મેળવી લીધા બાદ તેમાં મોટાભાગના અસરકર્તાઓ તરફથી ભારે વિરોધ થયા બાદ આ નવી જંત્રીનો અમલ ક્યારે, કેવી રીતે કરાશે, તેનો નિર્ણય મોકૂફ રાખ્યો છે પરંતુ સરકારે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમની ઘણી જોગવાઈઓમાં કરેલી સુધારા-વધારાનો અમલ 10 એપ્રિલ-2025ના ગુરુવારથી કરવાની જાહેરાત કરી છે.

ડ્યૂટી

રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-1958ની જોગવાઈઓમાં કરાયેલા આ સુધારા ઉપરાંત અન્ય સુધારા-વધારા પણ કરવામાં આવ્યા છે. આ ડ્યૂટીમાં સુધારા વધારા મૂળ ડ્યૂટી માટે કરવામાં આવ્યાં છે. જેમાં કાયદાની જોગવાઈઓ મુજબ વધારાની ડ્યૂટી (સરચાર્જ) પણ લેવાપાત્ર થશે. આ જોગવાઈઓથી ઉધોગકારો અને હાઉસીંગ લોનધારકોને નાણાંકીય બોજમાં ઘટાડો થશે, એવી ગણતરી સરકારે રાખી છે. એવી જ રીતે, વડીલોપાર્જિત મિલકતમાંથી હક્ક કમી કરવાના કિસ્સામાં ઉપસ્થિત થતાં અર્થઘટનના પ્રશ્નોના નિવારણ તથા કાયદાની જોગવાઈઓ સંબંધે ઉપસ્થિત થતાં કોર્ટ મેટર્સ-લીટીગેશન્સમાં ઘટાડો થાય તે માટે આ નવા સુધારા કરવામાં આવ્યાં છે.

કઈ વિવિધ જોગવાઈઓ થઈ છે ?

» વડીલોપાર્જિત મિલકતના કિસ્સામાં અવસાન પામેલી પુત્રીના વારસદારો દ્વારા કરાતા હક્ક કમીના ડોક્યુમેન્ટ 200ની સ્ટેમ્પ ડ્યૂટી વાપરીને કરી શકાશે

» રૂ. 1 કરોડ સુધીની લોનની રકમ ઉપર મહત્તમ રૂ. 5000ની મર્યાદામાં સ્ટેમ્પ ડયૂટી ભરપાઇ કરવાની રહેશે

રૂ. 10 કરોડથી વધુની લોન અંગે કરાતાં ગીરોખત-હાઇપોથીકેશનના ડોક્યુમેન્ટ ઉપર મહત્તમ રૂ. 8 લાખની ડયૂટીની હાલની જોગવાઇમાં વધારો કરીને તે રૂ. 15 લાખ કરવામાં આવી છે

»  એક કરતાં વધારે બેંકો પાસેથી લોન લેવાતી હોય તો તેવા કિસ્સામાં સરચાર્જ સિવાય મહત્તમ રૂ. 75 લાખ સુધીની સ્ટેમ્પ ડ્યૂટી ભરપાઇ કરવાની રહેશે

» વધારાની જામીનગીરીના કિસ્સામાં હવેથી ફિક્સ રૂ. 5000ની ડ્યૂટી ભરપાઇ કરવાની રહેશે.

» ઓછી સ્ટેમ્પ ડયૂટીના કિસ્સામાં જો અરજદાર સામેથી ડયૂટી ભરવા આવે તો ડોક્યુમેન્ટથી તારીખથી માસિક 2 ટકાના દરે, પરંતુ મહત્તમ ખૂટતી ડ્યૂટીની 4 ગણી રકમ વસૂલ કરવામાં આવશે

» સ્ટેમ્પ ડયૂટીની ચોરી પકડવામાં તો તેવા કિસ્સામાં માસિક 3 ટકાના દરે પરંતુ મહત્તમ 6 ગણી સુધી દંડ વસૂલ લેવાશે

» એક વર્ષથી ઓછા ગાળાના ભાડા પટ્ટાના ડોક્યુમેન્ટ પર સરેરાશ વાર્ષિક ભાડાની રકમના 1 ટકાની જગ્યાએ હવે રહેણાક માટે ફિક્સ રૂ. 500 અને વાણિજ્ય માટે ३. 1000 ની ડ્યૂટી

» ગીરોખત કિસ્સામાં બેંકો-નાણાંકીય સંસ્થાઓ દ્વારા ડોક્યુમેન્ટ કરી તેના ઉપર સ્ટેમ્પ ડ્યૂટી ભરપાઇ કરાવવામાં ન આવે, તો તેવા કિસ્સામાં આવા ડોક્યુમેન્ટ સંબંધે ડ્યૂટી ભરપાઇ કરવાની જે તે સંસ્થાઓની રહેશે.

Application


No comments: