વિન્ડ, સોલાર, વિન્ડ-સોલાર હાઇબ્રીડ, ગ્રીન હાઈડ્રોજન, મીઠા ઉદ્યોગ અને ઔદ્યોગિક હેતુ માટે ભાડાપટ્ટે ફાળવવામાં આવેલ સરકારી જમીનના લીઝ-હોલ્ડના હકો ગીરો મુકવા બાબત.
ઠરાવ:-
સંદર્ભદર્શિત ઠરાવો/પરિપત્રો તથા તેને આનુષાંગિક ઠરાવો/પરિપત્રો અંતર્ગત વિન્ડ, સોલાર, વિન્ડ-સોલાર હાઇબ્રીડ, ગ્રીન હાઇડ્રોજન, મીઠા ઉદ્યોગ અને ઔદ્યોગિક હેતુ માટે ભાડાપટ્ટે ફાળવેલ જમીનના લીઝ-હોલ્ડના હક્કો લીઝ હોલ્ડર (ડેવલોપર) અને પ્રથમ સબલીઝ હોલ્ડર એમ બન્નેના સંયુક્ત નામથી મહેસૂલ વિભાગની સામાન્ય જોગવાઇઓ મુજબ નાણાકીય સંસ્થાઓ/બેંક ખાતે નીચેની શરતોને આધીન ગીરો મૂકી શકશે. લીઝ-હોલ્ડના હક્કો ગીરો મુકવા અંગેની દરખાસ્ત સરકારશ્રીમાં કરવાની રહેશે.
શરતો:
(૧) સરકારી લેણાંને બેંક/નાણાકીય સંસ્થાના લેણાં કરતા પ્રથમ અગ્રતા (પ્રાયોરીટી) રહેશે, વિન્ડ, સોલાર, વિન્ડ-સોલાર હાઇબ્રીડ, ગ્રીન હાઇડ્રોજન, મીઠા ઉદ્યોગ અને ઔદ્યોગિક પ્રોજેક્ટ માટે પટ્ટેથી આપવામાં આવેલ જમીનના લીઝ હોલ્ડ હકોની હરાજી પ્રસંગે ઉપજતી રકમમાંથી પ્રથમ સરકારી લેણું વસુલવાનું રહેશે ત્યારબાદ જે-તે નાણાકીય સંસ્થાના લેણા વસુલવાના રહેશે.
(૨) લીઝ હોલ્ડ હકો વેચાણ કરવાના પ્રસંગે લિલામમાં તે હકો વેચાણ રાખનારને તે જમીન પટ્ટે આપવી કે કેમ તે સરકારશ્રીની મુનસુફી ઉપર રહેશે, આ પ્રસંગે હકો વેચાણ રાખનારે જમીનના એક વર્ષના ભાડા જેટલી રકમ ફેરબદલી સબબ સરકારશ્રીને આપવાની રહેશે. તથા સરકારશ્રીની નીતિ મુજબના તમામ વેરા, પ્રિમિયમ, વગેરે ભરપાઈ કરવાના રહેશે.
(૩) લિલામમાં તે હકો વેચાણ રાખનારને લીઝના બાકી સમયગાળા પુરતાં જ લીઝ હોલ્ડ હકો મળવાપાત્ર થશે.
(૪) લીઝ હોલ્ડ હકો વેચાણ કરવાનાં પ્રસંગે લિલામમાં તે હકો વેચાણ રાખનારે તે લીઝ હોલ્ડ ધારક જે ભાડું ભરતાં હોય તે અથવા સરકારશ્રીની નીતિ મુજબ નક્કી થાય તે ભાડું અથવા સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવે તે ભાડું, આમાંથી જે ભાડું સૌથી વધુ હોય તે ભાડું સરકારશ્રીને ભરપાઈ કરવાનું રહેશે. અગાઉ લીઝ ધારણ કરનારે જ લીઝ ધારણ કરી હોત તે કિસ્સામાં જે સમયે ભાડા વધારો લાગુ થાય ત્યારે અથવા સરકારશ્રી નક્કી કરે ત્યારે સરકારશ્રીની નીતિ મુજબ ભાડા વધારો લાગુ પડશે.
(૫) જો ભવિષ્યમાં હરાજીનો પ્રસંગ ઉપસ્થિત થાય તો, હરાજી (લિલામ) જે-તે સંબંધિત ભાડાપટ્ટે આપેલ જમીનની નહીં પરંતુ ફક્ત લીઝ હોલ્ડ હકોની થશે.
(૬) લીઝ હોલ્ડ હકો વેચાણ કરવાનો પ્રસંગ ઉપસ્થિત થાય તો સરકારી જમીન જે હેતુ માટે ભાડાપટ્ટે આપવામાં આવેલ છે તે જ હેતુ માટે હકો વેચાણ રાખનારને આપવાના રહેશે તથા તે અંગે સરકારશ્રીની પૂર્વ પરવાનગી લેવાની રહેશે.
(૭) આ મંજૂરી અન્વયે પટ્ટેથી આપવામાં આવેલ સરકારી જમીનના લીઝ હોલ્ડ હકો લોનના હેતુ માટે બેંક/નાણાકીય સંસ્થાના તારણમાં (મોર્ગેજ) મુકીને મેળવવામાં આવેલ લોન દ્વારા વિકસાવાયેલ સ્થાવર / જંગમ મિલ્કતો (યંત્રો તથા અન્ય) નાણાકીય સંસ્થા / બેંકના ના વાંધા પ્રમાણપત્ર સિવાય જમીન પરથી હટાવી શકશે નહીં.
(૮) ભાડાપટ્ટો પૂર્ણ થયા બાદ સરકાર જો લીઝ લંબાવી ન આપે તો કોઈ પણ પ્રકારના બોજા રહિત જમીન સરકાર હસ્તક પરત આવશે.
(૯) લોન રી-પેમેન્ટ/ રી-એડજસ્ટમેન્ટ થયાના ૩૦ દિવસમાં તે અંગેની જાણ સરકારશ્રીને કરવાની રહેશે. પરંતુ, ફરી વખત લોન લેવાના કિસ્સામાં, લીઝ હોલ્ડ હકોના મુલ્યમાં વધારો થતાં વધુ લોન લેવાના કિસ્સામાં વગેરે બાબતે સરકારશ્રીની પૂર્વ મંજૂરી લેવાની રહેશે.
(૧૦) લીઝ હોલ્ડ હકો બેંક/ નાણાકીય સંસ્થાના તારણમાં (મોર્ગેજ) મુકવાનો સમયગાળો લોનનો સમયગાળો પૂર્ણ થાય કે ભાડાપટ્ટો પૂર્ણ થવાની તારીખ પૈકી જે તારીખ પહેલી હોય ત્યાં સુધી રહેશે, ત્યારબાદની જે પટ્ટેદારની જે કોઈ આર્થિક જવાબદારી હશે તે પટ્ટેદારની અંગત ગણાશે, લીઝ હોલ્ડ હક્કો સિવાય જમીન પર કોઈ બોજ રહેશે નહીં એવી બાહેધરીની શરતે બેંક ધીરાણ કરશે કે કેમ તે નિશ્વિત કરવાનું રહેશે.
(૧૧) લીઝ હોલ્ડ હકો ગીરો મુકી લીધેલ લોનની તારીખથી લોન ભરપાઈ થાય તે તારીખના સમયગાળા દરમિયાન કંપનીનું મર્જર, ડી-મર્જર, એમાલ્ગમેશન, એક્વિઝિશન તથા શેર હોલ્ડિંગના પરીણામે કંપનીનું નામ ફેર/તબદિલી થવાના પ્રસંગે તથા સંયુક્ત સાહસને જમીન તબદીલી પ્રસંગો બને તો આવા સંજોગોમાં ભાડાપટ્ટે જમીન ફાળવવાના જે-તે હેતુ માટેની સરકારશ્રીની મૂળ નીતિમાં તેની માન્યતા હશે તો જ નામ ફેર/તબદીલીને માન્યતા આપી તે અંગેનું નિયમોનુસાર પ્રીમીયમ વસુલ કરવાનું રહેશે.
(૧૨) લીઝ હોલ્ડ હકો ગીરો મુકનાર અરજદાર વ્યક્તિ / સંસ્થા/ પેઢી/ કંપની એ સૌપ્રથમ પોતાની અંગત માલિકીની અન્ય સ્થાવર / જંગમ મિલ્કતો ગીરો મુકવાની રહેશે. ત્યારબાદ જ લીઝ હોલ્ડ હકો ગીરો મુકી શકશે.
(૧૩) વિન્ડ, સોલાર, વિન્ડ-સોલાર હાઇબ્રીડ, ગ્રીન હાઇડ્રોજન, મીઠા ઉદ્યોગ અને ઔદ્યોગિક હેતુ માટે સરકારી જમીન ભાડાપટ્ટે આપવા બનાવેલ નીતિ પૈકી જે નીતિમાં જમીન સબલીઝ આપવાની જોગવાઈ છે તે અંગે ભાડાપટ્ટે ફાળવેલ જમીનના લીઝ-હોલ્ડના હક્કો લીઝ હોલ્ડર (ડેવલોપર) અને પ્રથમ સબલીઝ હોલ્ડર એમ બન્નેના સંયુક્ત નામથી મહેસૂલ વિભાગની સામાન્ય જોગવાઈઓ મુજબ નાણાકીય સંસ્થાઓ/બેંક ખાતે ગીરો મૂકી શકશે.
વધુમાં, સરકારી જમીનના લીઝ-હોલ્ડના હકો, લોનના હેતુ માટે મોર્ગેજ કરવા માટે મહેસૂલ વિભાગના વંચાણે લીધા (૧૨) ના ઠરાવ તથા વખતો વખત સુધારેલ ઠરાવથી અધિકૃત કરેલ બેન્કોમાં ગીરો મુકી શકશે.
આ ઠરાવ આ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ ઉપર નાણા વિભાગની તા.૧૦/૦૨/૨૦૨૫ની નોંધથી મળેલ મંજૂરી તથા સક્ષમ સત્તાધિકારીની તા.૨૧/૦૪/૨૦૨૫ના પત્રથી મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવે છે.
No comments:
Post a Comment