કાનુની સવાલ : જો કોઈ પુત્રએ લોન લીધી હોય અને તેનું મૃત્યુ થઈ જાય, તો લોન ચૂકવવાની જવાબદારી કોની? - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Tuesday, April 22, 2025

કાનુની સવાલ : જો કોઈ પુત્રએ લોન લીધી હોય અને તેનું મૃત્યુ થઈ જાય, તો લોન ચૂકવવાની જવાબદારી કોની?

કાનુની સવાલ : જો કોઈ પુત્રએ લોન લીધી હોય અને તેનું મૃત્યુ થઈ જાય, તો લોન ચૂકવવાની જવાબદારી કોની?

કાનુની સવાલ: જો કોઈ પુત્ર (અથવા કોઈપણ વ્યક્તિ) એ લોન લીધી હોય અને તે મૃત્યુ પામે તો ભારતીય કાયદામાં આ પરિસ્થિતિને દેવું વસૂલાત અને ઉત્તરાધિકાર કાયદા હેઠળ જોવામાં આવે છે. આનાથી નક્કી થાય છે કે લોનની જવાબદારી કોણ લેશે - પરિવાર, વારસદાર કે બીજું કોઈ.

Meera Kansagara/Apr 21, 2025/📰 TV9 Gujarati 

 ભારતીય ઉત્તરાધિકાર અધિનિયમ, 1925 કલમ 50 થી 56માં કહ્યું છે કે મૃત્યુ પછી વ્યક્તિની મિલકત અને જવાબદારીઓ કેવી રીતે ટ્રાન્સફર થાય છે તેનું નિયમન કરે છે. કલમ 52 એવું કહે છે કે જો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે, તો તેની મિલકત તેના વારસદારોને ટ્રાન્સફર કરવામાં આવે છે. પણ અહીં નોંધ લો કે વારસદારો ફક્ત જવાબદારીની હદ તેમને વારસામાં મળેલી મિલકત માટે જ જવાબદાર રહેશે. જો મૃતકે લોન લીધી હોય અને તેની પાસે મિલકત હોય તો creditor તે મિલકતના એક ભાગમાંથી લોન વસૂલ કરી શકે છે.

આનો અર્થ: મૃતકના માતા-પિતા, પત્ની કે બાળકો પોતાના ખિસ્સામાંથી લોન ચૂકવવા માટે બંધાયેલા નથી, જ્યા સુધી કે તેણે loan agreementમાં co-borrower કે guarantorના રુપમાં સાઈન કર્યું હોય અથવા જો તેમને મૃતકની મિલકતમાં કોઈ હિસ્સો મળ્યો હોય - તો તેઓ તે હિસ્સાની હદ સુધી જવાબદાર રહેશે.

ભારતીય કરાર અધિનિયમ, 1872 (Indian Contract Act, 1872) મુજબ જો કોઈ વ્યક્તિ co-applicant અથવા guarantor હોય, તો લોન ચૂકવવાની તેની નૈતિક અને કાનૂની જવાબદારી છે. કલમ 128: ગેરંટી આપનારની જવાબદારી "co-extensive" છે - એટલે કે, તે ઉધાર લેનાર જેટલો જ જવાબદાર છે.

લેન્ડમાર્ક જજમેન્ટ્સ: Shrikant Daji Sathe vs. State Bank of India, AIR 1993 Bom 91, બોમ્બે હાઈકોર્ટે સ્પષ્ટતા કરી હતી કે વારસદારો ફક્ત મૃતક પાસેથી વારસામાં મળેલી મિલકત માટે જ જવાબદાર રહેશે - તેનાથી વધારે નહીં. Commissioner of Income Tax v. P.K. Kurian (2005) 145 Taxman 326 (Ker.), વારસદારો મિલકત હસ્તગત ન કરે ત્યાં સુધી તેઓ કોઈપણ જવાબદારી માટે વ્યક્તિગત રીતે જવાબદાર નથી. ICICI Bank Ltd vs Prakash Kaur & Ors [2007], કોર્ટે કહ્યું કે, જો મૃતકનો કાનૂની વારસદાર લોન કરારનો ભાગ ન હોય, અને તેને મૃતકની મિલકત ન મળી હોય, તો તે વ્યક્તિ લોન માટે જવાબદાર નથી.

ઉદાહરણ દ્વારા સમજો: કેસ-1 = દીકરાએ 10 લાખ રૂપિયાની હોમ લોન લીધી. તે મૃત્યુ પામ્યો. કોઈ સહ-ઉધાર લેનાર નથી. જવાબ: બેંક ફક્ત તે જ મિલકત વેચી શકે છે જે લોનથી ખરીદેલી હોય (ઘર). પરિવાર (માતાપિતા/પત્ની/બાળકો) જવાબદાર નથી સિવાય કે તેઓ મિલકતમાં કો-સાઈન કરે અથવા ભાગ લીધો હોય. કેસ 2: માતા-પિતાએ પુત્ર સાથે સહ-ઉધાર લેનારા તરીકે સહી કરી હતી. જવાબ: હવે લોન ચૂકવવાની સંપૂર્ણ જવાબદારી માતાપિતાની રહેશે. લોન વીમાનું મહત્વ: જો કોઈ વ્યક્તિએ લોન લેતી વખતે લોન પ્રોટેક્શન વીમો લીધો હોય તો મૃત્યુના કિસ્સામાં વીમા કંપની લોન ચૂકવી શકે છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)

No comments: