કાનુની સવાલ : શું માતા પોતાના ભાઈની મિલકતમાં ભાગ માંગી શકે, જાણો વિસ્તારથી
સંદર્ભ :- Nirupa Duva Tv9Gujarati Apr 22, 2025
જો મામા, માતાને તેના પિતાની મિલકતમાં ભાગ ના આપતા હોય તો શું કરવું જોઈએ? ચાલો જાણીએ. તમારી માતા વારસામાં પોતાનો ભાગ માંગી શકે છે. ભારતીય કાયદો દીકરીઓને તેમના પિતાની સંપત્તિમાં સમાન અધિકાર આપે છે.
માતા-પિતાની સંપત્તિમાં દીકરીઓનો પણ અધિકાર છે. જો તમારા મામા (માતાનો ભાઈ) તમારી માતાને તેના પિતાની સંપત્તિમાં કોઈ ભાગ આપી રહ્યો નથી તો માતા તમારી માતા પાસે એક કાનુની અધિકાર છે. તે વારસામાં પોતાનો ભાગ માંગી શકે છે. ભારતનો કાનુન દીકરીઓના પિતાની સંપત્તિમાં બરાબર હકદાર છે.
ચાલો આપણે સરળ ભાષામાં સમજીએ. પૈતૃક સંપત્તિ પહેલા એ જાણવું જરુરી છે કે, સંપત્તિ ક્યા પ્રકારની છે. એવી મિલકત જે ચાર પેઢીઓથી ચાલી આવી રહી છે અને તેની પાસે વસિયત નથી.તેમાં દીકરા અને દીકરીઓનો સમાન અધિકાર હોય છે. પછી ભલે દીકરીએ લગ્ન કર્યા હોય કે કુંવારી હોય.
Self-Acquired Property, જે તમારા નાના (માતાના પિતા ) પોતે કમાય હોય. જો નાનાએ કોઈ વસિયત છોડી નથી, તેનું મૃત્યું થયા બાદ બધા કાનૂની વારસદારો (પુત્રો-પુત્રીઓ) ને સમાન ભાગ મળે છે.
કયા કાનૂની પગલાં લેવા જોઈએ, વારસદારનું પ્રમાણ પત્ર બનાવો. આ પ્રમાણ પત્ર સાબિત કરે છે કે, તમારી માતા નાનાની કાનુની વારસદાર છે. સૌથી પહેલા તો પરિવાર સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરો. જો મામા તેમ છતાં માનતા નથી તો સિવિલ કોર્ટમાં "Partition Suit" દાખલ કરી શકો છો.
જો મામાએ બળજબરીથી કબજો લીધો હોય તો, પછી તમારી માતા કોર્ટમાં "Injunction" માટે અરજી કરી શકે છે જેથી મામા મિલકત વેચી નહી શકે અથવા કબજો પણ વધારી નહી શકે.
કોઈપણ દીકરી (તેમની માતા) પોતાના હકો માંગી શકે છે, પછી ભલે તે પરિણીત હોય કે ન હોય.
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)
No comments:
Post a Comment