કૌટુંબિક વ્યવસ્થાના વ્યવહારના લખાણને રજિસ્ટર કરાવવું જરૂરી નથી.
કૌટુંબિક વ્યવસ્થામાં કરાયેલા તેના દસ્તાવેજના પક્ષકારોનું સવાલવાળી મિલકતમાં વારસાગત માલિકી હક્ક કે હિત હોવું જોઈએ.
કૌટુંબિક વહેંચણીને મિલક્તની તબદીલી ના ગણાય. જ્યારે કોઈ કુટુંબમાં કૌટુંબિક વહેંચણી થાય યાને family settlement थाय त्यारे ते મિલકતની તબદીલી ગણાય નહીં, (AIR 2011 SC 1340)
સંયુક્ત કુટુંબની મિલકતની વહેંચણીમાં તમામ સહમાલિકોના હસ્તાક્ષરોની જરૂરિયાત રહે છેઃ
જ્યારે કોઈ ફેમિલી સેટલમેન્ટમાં તે સંયુક્ત કુટુંબની મિલકતની વહેંચણી કરવામાં આવી હોય પણ તેમાં તમામ સહમાલિકોના હસ્તાક્ષર કરવામાં આવ્યા ન હોય તો તેવા ફેમિલી સેટલમેન્ટ પર આધાર રાખી શકાય નહીં. (AIR 2010 SC (Supp) 278) પિતા દ્વારા ભેટખત કરતી વખતે મિલકતની વહેંચણી કરવાનો ઈરાદોઃ
એક પિતાએ ભેટખત તૈયાર કર્યું હતું અને તેમના પુત્રએ તે સ્વીકાર્યું હતું. ત્યારબાદ પુત્રએ વહેંચણીનો દાવો કર્યો. જેના સંદર્ભે ભેટખતની વિગતો વાંચતાં જણાયું હતું કે પિતાનો ઇરાદો ભેટખત કરતી વખતે તેમની મિલક્તની વહેંચણી કરવાનો હતો. કોર્ટે ઠરાવ્યું કે પુત્રએ ભેટખતમાં ભેટની સ્વીકૃતિ આપેલી છે, તેના પરથી તેમ ફલિત ન થાય કે તેણે નિર્દિષ્ટ રકમમાં કોઈ ઉચાપત કરેલી છે કે તેના પિતૃઓની મિલકત પર વેરી દાવો જતો કરેલો છે. સવાલવાળુ ભેટખત કોઈ શરતી દસ્તાવેજ ન હતો. તેથી વાદી પુત્રએ કરેલો વહેંચણીનો દાવો મંજૂર થવાને પાત્ર છે. (AIR 2014 Tripura 26)
સંમતિથી હુકમનામું દગાથી તેમજ ખોટી રજૂઆતથી મેળવેલું હોય તે રદ થવાને પાત્ર છેઃ
જ્યારે કોઈ કૌટુંબિક વ્યવસ્થા કરવામાં આવે ત્યારે તેવા દસ્તાવેજના પક્ષકારોનું સવાલવાળી મિલકતમાં વારસાગત માલિકી હક્ક કે હિત હોવું જોઈએ. પ્રતિવાદીનો દાવાવાળી મિલકતમાં બહેનના દીકરા તરીકે કોઈ દાવો ન હતો. મિલકતના ધારકને બે પુત્રો હતા અને કેસની હકીકતો જોતાં જણાયેલું કે તેણીને પ્રતિવાદી સાથે કૌટુંબિક વ્યવસ્થા કરવા માટેનું કારણ ન હતું તેમજ તેણીને સવાલવાળી મિલકતથી વંચિત કરવા માટે કોઈ કારણ ન હતું. આવા કહેવાતા કૌટુંબિક વ્યવસ્થાના દસ્તાવેજને આધારે મેળવેલી સંમતિથી હુકમનામું દગાથી તેમજ ખોટી રજૂઆતથી (By mis-representation) મેળવેલું હોય તે રદ થવાને પાત્ર છે. (ATR 2008 Punjab and Haryana 27) કૌટુંબિક વ્યવસ્થાના આધારે પક્ષકારો વચ્ચે સંમતિથી હુકમનામું : કૌટુંબિક વ્યવસ્થાના આધારે પક્ષકારો વચ્ચે સંમતિથી હુકમનામું કરવામાં આવ્યું હતું. મિલકતનાં માલિક અભણ સ્ત્રી હતાં અને તેણીએ પોતાના દીકરા-દીકરીઓની હાજરીમાં થયેલા સમાધાનની રૂએ તે કૌટુંબિક વ્યવસ્થામાં હસ્તાક્ષર કર્યા હતા. મિલકતના માલિકના ધારાશાસ્ત્રીએ એવી જુબાની આપી હતી કે જે સબ-જજ સમક્ષ દસ્તાવેજ થયેલો, તેમણે કૌટુંબિક વ્યવસ્થાના દસ્તાવેજમાં તેણીએ હસ્તાક્ષર કર્યા ત્યારે તેણીએ તેમને વાંચી સંભળાવ્યું હતું અને ત્યારપછી તેણીએ તેણીનો અંગૂઠો દસ્તાવેજની વિગતો સમજીને કરી આપ્યો હતો. કોર્ટે ઠરાવ્યું કે કેસની હકીકતો અને સંજોગો તેમજ રેકર્ડ પરના પુરાવા પરથી ફલિત થાય છે કે સવાલવાળી કૌટુંબિક વ્યવસ્થાનું લખાણ મિલકતના માલિકે (Free will) કરી આપ્યું હતું અને તેમાં કોઈ દગો (Fraud) કે ખોટી રજૂઆત થઈ ન હતી. (AIR 2011 Pajab and Hary-ana 127)
(6) અગાઉથી ઊભો થતો હક્ક અને અધિનિયમ ૧૯૫૬નો અમલ થતા સંપૂર્ણ માલિકી હક્કઃ એક કુટુંબમાં કૌટુંબિક વ્યવસ્થા કરવામાં આવી જેમાં ૧૯૫૬નો હિન્દુ વારસા પારો અમલમાં આવ્યો તે પહેલાં દાવાવાળી મિલકત પતિએ પત્નીને ખરીદીને આપી હતી. ત્યારબાદ પતિના મૃત્યુ પછી તેણી સવાલવાળી મિલકતનો કબજો ધરાવતી હતી. તે મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવાથી સાબિત થતું હતું. સવાલવાળી મિલકત વખતોવખત ત્રાહિત પક્ષકારોને પટ્ટેથી ખેતીનો ઉપયોગ તેમજ સિનેમા થિયેટરના ઉપયોગ માટે આપવામાં આવતી હતી. કોર્ટે ઠરાવ્યું કે તેણીને અગાઉથી ઊભો થતો (Pre-exhisting right) હતો અને તે રીતે ૧૯૫૯નો હિન્દુ વારસા ધારો અમલમાં આવતાં ત્યારપછી તેણી તે મિલકતની સંપૂર્ણ માલિક ઠરે છે. (AIR 2005 Madras 431)
કૌટુંબિક વ્યવસ્થાના વ્યવહારને રજિસ્ટર કરાવવો જરૂરી નથીઃ
પક્ષકારો વચ્ચે કૌટુંબિક વ્યવસ્થા અંગે દસ્તાવેજ કરવામાં આવ્યો હતો. પક્ષકારો વચ્ચે વાદીના પૂર્વોગામી યાને Predecessor-in-interestને મૌખિક કૌટુંબિક વ્યવસ્થાથી જમીન ફાળવવામાં આવી હતી. કોર્ટે ઠરાવ્યું કે, આવા વ્યવહારને રજિસ્ટર કરાવવો જરૂરી નથી. જો આ અંગે કોઈ મેમોરેન્ડમ તૈયાર કરવામાં આવ્યું હોય, તો તેવા મેમોરેન્ડમનું રજિસ્ટ્રેશન પણ જરૂરી નથી. તેના આધારે જો કોઈ Muta-tionની નોંધ પાડવાની હોય, તો પણ આવી કૌટુંબિક વ્યવસ્થા અથવા તો તેને લેખિતમાં મેમોરેન્ડમ સ્વરૂપે મૂકવામાં આવે તો પણ તેને રજિસ્ટ્રેશન કરવાની જરૂર નથી. (AIR 2012 Gauhati 104) કૌટુંબિક વ્યવસ્થાના દસ્તાવેજમાં દબાણમાં લીધેલી સહીઓઃ
એક કૌટુંબિક વ્યવસ્થા અંગે થયેલા દસ્તાવેજને એ કારણસર પડકારવામાં આવ્યો કે તેમાં પક્ષકારોની દબાણથી સહીઓલેવામાં આવી હતી. સવાલવાળા ઘરના સહમાલિકે એવી ધમકી આપી હતી કે તે ભાડુઆત સામેના મકાન ખાલી કરાવવાના દાવાને પાછો ખેંચી લેશે. જો કે વચગાળાની રાહતની અરજી માટેની કાર્યવાહીમાં એમ જણાવવામાં આવેલું કે સહમાલિકે ભાડુઆત પાસેથી સવાલવાળા મકાનના ભોંયતળિયાના ભાગનો કબજો ભાડુઆત પાસેથી લઈ લીધો હતો અને તેની ચાવી આપી હતી.
કોર્ટે ઠરાવ્યું કે આવી રીતે એપેલન્ટ એવી દલીલ કરી શકે નહીં કે સહમાલિક સવાલવાળી મિલકત ભાડુઆત પાસેથી ખાલી કરાવવા માટેની કાર્યવાહીમાં સહકાર આપતા નથી અને તે કાર્યવાહી પાછી ખેંચી લેવા માટેની ધમકી આપે છે.
એપેલન્ટ એ બાબત પણ ઈન્કાર કરી શકે નહીં કે તેણે સવાલવાળા કૌટુંબિક વ્યવસ્થાના દસ્તાવેજમાં સહીઓ કરી છે. કોર્ટે ઠરાવ્યું કે કેસની હકીકતો, પ્રવર્તમાન સંજોગો અને અન્ય પુરાવા ધ્યાનમાં લેતાં સવાલવાળો કૌટુંબિક વ્યવસ્થાનો દસ્તાવેજ કાયદેસર છે. (AIR 2014 Delhi 173) કૌટુંબિક વ્યવસ્થા જે-તે કુટુંબના સભ્યો પૂરતી મર્યાદિત ના હોઈ શકેઃ
કોઈ કૌટુંબિક વ્યવસ્થા જે-તે કુટુંબના સભ્યો પૂરતી મર્યાદિત હોઈ શકે નહિ અને તે અમુક વર્ગના વારસો સુધી જ નહિ પણ વારસાઈના વ્યાપની બહાર પણ આવતી વ્યક્તિઓને આવરી લઈ શકે છે. (AIR 2010 Andhra Pradesh 1)
નોંધ-(જમીન/મિલકત માટેના લેખોના સંદર્ભે વાચકોના કોઈ સૂચન કે પ્રશ્નો હોય તો "નવગુજરાત સમય" ના નવાસરનામે (૧૦૧, પહેલો માળ, ઓમ શાયોના આર્કેડ, સિલ્વર ઓક કોલેજ પાસે, ગોતા, અમદાવાદ-૩૮૨૪૮૧) લેખિત રૂપે મોકલવા અથવા લેખકનો સંપર્ક કરવો કે લેખકને ઈ-મેઈલ કરવા)
No comments:
Post a Comment