રાજ્યમાં નવી અને અવિભાજ્ય શરતની પ્રતિબંધિત સત્તા પ્રકાર અથવા નિયંત્રિત સત્તા પ્રકારની જમીનોને જુની શરત જાહેર કરવા બાબત.
ઠરાવ ક્રમાંક:- નશજ/૧૦૨૦૨૫/૫૬૬/૪ તા.૦૮/૦૪/૨૦૨૫.
વંચાણે લીધા :-
(۹) મહેસૂલ વિભાગનો તા.૦૪/૦૭/૨૦૦૮નો ઠરાવ ક્રમાંક: નશજ/૧૦૨૦૦૬/૫૭૧/૪ (પાર્ટ-૨)
(૨) મહેસૂલ વિભાગનો તા.૧૧/૦૨/૨૦૨૩નો ઠરાવ ક્રમાંક: એસટીપી/૧૨૨૦૨૩/૨૦/૭.૧
(3) મહેસૂલ વિભાગનો તા.૧૩/૦૪/૨૦૨૩નો ઠરાવ ક્રમાંક: એસટીપી/૧૨૨૦૨૩/૨૦/હ.૧
(૪) મહેસૂલ વિભાગનો તા.૧૫/૦૪/૨૦૨૩નો ઠરાવ ક્રમાંક: નશજ/૧૦૨૦૦૬/૫૭૧/૪ (પાર્ટ-૨)
આમુખ:
ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ-૧૯૪૮, ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન (વિદર્ભ પ્રદેશ અને કચ્છ ક્ષેત્ર) અધિનિયમ-૧૯૫૮, ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા અધિનિયમ-૧૯૬૦, સરકારી જમીનની સાથણીની જમીનો, ઇનામી જમીનો, દેવ સ્થાન નાબૂદી હેઠળની જમીનો વગેરે નવી અને અવિભાજ્ય શરત, પ્રતિબંધિત સત્તા પ્રકાર અથવા નિયંત્રીત સત્તા પ્રકારથી ફાળવવામાં આવે છે. આ તમામ જમીનો વેચાણ, બક્ષિસ, ગીરો વિગેરેની તબદિલી માટે કલેક્ટરશ્રીની મંજૂરી આવશ્યક છે તેમજ રાજ્ય સરકાર ઠરાવે તે મુજબ પ્રિમીયમ ભરવા માટે પણ જવાબદાર છે.
રાજ્ય સરકાર દ્વારા વિવિધ પરિપત્રો અને ઠરાવો દ્વારા આ મંજૂરીની અને પ્રિમીયમ ભરવાની પ્રક્રિયામાં સરળીકરણ લાવવામાં આવેલ છે અને મહેસૂલ વહીવટના કાયદાઓને વધુ સરળ બનાવવાના ભાગરૂપે નીતિ નક્કી કરવાનું સરકારશ્રીની વિચારણા હેઠળ હતું.
ઠરાવ
ગુજરાત રાજ્યની તમામ મહાનગર પાલિકાઓ, શહેરી વિકાસ સત્તા મંડળો તથા જામનગર, ભાવનગર અને જુનાગઢ વિસ્તાર વિકાસ સત્તા મંડળ સિવાયના રાજ્યના તમામ વિસ્તારની ખેતી હેતુ નવી અને અવિભાજ્ય શરત. પ્રતિબંધિત સત્તા પ્રકાર અથવા નિયંત્રીત સત્તા પ્રકારની તમામ જમીનો ઠરાવની તારીખથી જૂની શરતની ગણાશે. આ નવી અને અવિભાજ્ય શરતની, પ્રતિબંધિત સત્તા અથવાનિયંત્રીત સત્તા પ્રકારની જમીનો માટે ખેતીથી ખેતી હેતુ માટે તબદિલી કે ખેતીથી બિનખેતી હેતુની તબદિલી કે બિનખેતી હેતુફેર (રિવાઇઝડ બિનખેતી) માટે પ્રિમીયમના હેતુ કલેક્ટરશ્રીની પરવાનગી લેવાની રહેશે નહીં, તેમજ કોઇપણ પ્રકારનું પ્રિમીયમ પણ ભરવાનું રહેશે નહી.
(ખ) ગુજરાત રાજ્યની તમામ મહાનગર પાલિકાઓ, શહેરી વિકાસ સત્તા મંડળી તથા જામનગર, ભાવનગર અને જુનાગઢ વિસ્તાર વિકાસ સત્તા મંડળની નવી અને અવિભાજ્ય શરતની, પ્રતિબંધિત સત્તા પ્રકાર અથવા નિયંત્રીત સત્તા પ્રકારની તમામ જમીનોની ખેતીથી ખેતી તથા ખેતીથી બિનખેતી તબદિલી માટે પ્રવર્તમાન દરે પ્રિમીયમ ભરવાનું રહેશે.
(ગ) ઉપરોક્ત જોગવાઇઓ ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા ધારો- ૧૯૬૦ હેઠળની જમીનો, ભૂદાન હેઠળની જમીનો. સહકારી મંડળીઓને સાથણી હેઠળ ફાળવવામાં આવેલ સરકારી જમીનો, નવસાધ્ય કરવા માટે ફાળવવામાં આવેલ જમીનો, નાળિયેરી-ફળઝાડ ઉછેરવા જેવા અન્ય ચોક્કસ હેતુ માટે ફાળવવામાં આવેલ જમીનો સિવાયની તમામ નવી અને અવિભાજ્ય શરતની, પ્રતિબંધિત સત્તા પ્રકારની તેમજ નિયંત્રિત સત્તા પ્રકારની જમીનોને લાગુ પડશે. સાથણી હેઠળ વ્યક્તિગત રીતે ફાળવવામાં આવેલ સરકારી જમીનો ૧૫ વર્ષ બાદ તમામ હેતુ માટે જુની શરતની ગણાશે.
(ઘ) ઠરાવની તારીખે ચાલુ હોય તેવી શરતભંગની કાર્યવાહી ચાલુ રાખવાની રહેશે.
(ચ) આ ઠરાવની નોંધ મામલતદારશ્રીઓએ સુઓમોટો દાખલ કરવાની રહેશે અને પેરા-(ક)માં દર્શાવેલ તમામ વિસ્તારની નવી અને અવિભાજ્ય શરત, પ્રતિબંધિત સત્તા પ્રકાર, નિયંત્રિત સત્તા પ્રકાર, તેમજ "બિનખેતી હેતુ માટે પ્રિમીયમને પાત્ર સત્તા પ્રકાર કીસ/દુર કરવાનો રહેશે.
આ ઠરાવ વિભાગની ફાઇલ ક્રમાંક: ગણત/૧૧૨૦૨૫/૩૬૦/ઝ પર નાણા વિભાગની તા.૦૭/૦૪/૨૦૧૫ ની નોંધ તથા સરકારશ્રીની તા.૦૭/૦૪/૨૦૨૫ની નોંધથી મળેલ મંજુરી અન્વયે બહાર પાડવામાં આવે છે.
No comments:
Post a Comment