સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી સિવાય દસ્તાવેજ ન સ્વીકારવા બાબત.
આમુખ (૧) અને (૨) વંચાણે લેતા નોંધણી અધિનિયમ ૧૯૦૮ ની જોગવાઇઓ અને પ્રવર્તમાન સ્થાયી સુચનાઓ અનુસાર રાજ્યમાં આવેલી સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં જમીન/મિલકતોના વિવિધ વ્યવહારોના દસ્તાવેજોની નોંધણીની કામગીરી કરવામાં આવે છે. તાજેતરમાં જાહેર સમાચાર માધ્યમો મારફત રાજ્યમાં વિવિધ કાયદાઓ અને સક્ષમ ઓથોરિટીઓના હુકમોથી નિયંત્રીત પ્રકારની અને તબદીલી કરવાપાત્ર ના હોય તેવી જમીન/મિલકતોના વ્યવહારોના દસ્તાવેજોની નોંધણી થવા પામેલ હોવાનુ ધ્યાને આવેલ છે. આ પ્રકારના વ્યવહારોની નોંધણીના લીધે વ્યક્તિગત તેમજ જાહેર હક્ક હિતોને મોટુ નુકશાન થવાની સંભાવનાઓ રહેલી છે.
હાલમાં નોંધણીની કામગીરી રાજ્ય સરકારના ગરવી ૨.૦ પોર્ટલમાં કરવામાં આવે છે. જમીન/મિલકતોના વિવિધ વ્યવહારોની નોંધણી સમયે નોંધણી અધિકારીને સબંધિત જમીન/મિલકત ઉપરના બીજા હક્કો, હુકમો, બોંજાઓ, વિગેરેની ત્વરીત જાણકારી મળી રહે અને આ પ્રકારના વ્યવહારોની નોંધણીની કામગીરી સમયે જરૂરી તકેદારીના પગલા લઈ શકાય તે માટે રાજ્યમાં આવેલી આવી જમીન/મિલકતોના મહેસૂલી રેકર્ડમાં પ્રથમ અને બીજા હકકમાં સબંધિત બીજા હક્કો, હુકમો, બોંજાઓ વિગેરેની અધ્યતન અને સ્પષ્ટ નોંધો કરવામાં આવે તેમજ રાજ્ય સરકારના ગરવી ૨.૦ પોર્ટલમાં આવી જમીન/મિલકતોના વ્યવહારોની નોંધણી સમયે સોફ્ટવેરમાંથી ઓટોમેટિક આ બાબતે જરૂરી પોપ-અપ તથા ફ્લેગિંગથી નોંધણી અધિકારીને જમીન/મિલકત સબંધે આવી જરૂરી જાણકારી મળી રહે તે માટે વંચાણે લીધેલ પત્ર નં. (૧) થી તમામ કલેક્ટરશ્રીઓને સુચનાઓ આપવામાં આવેલ છે. જે મુજબ રેવન્યુ રેકર્ડમાં જે મિલકત અંગે જરૂરી પોપઅપ તથા ફ્લેગીંગ કરવામાં આવેલ હોય તેમજ એટેચમેન્ટ અંગેની ડેટા એન્ટ્રી જે તે સબ રજીસ્ટ્રાર દ્વારા ફરજિયાત પણે કરવાની રહેશે. ત્યારબાદ નીચે મુજબની મિલક્તના દસ્તાવેજ સબ રજીસ્ટ્રાર દ્વારા સક્ષમ સત્તાધિકારીની પરવાનગી સિવાય સ્વીકારવાના રહેશે નહિ.
1. નામદાર કોર્ટ/ નામદાર સક્ષમ સત્તાધિકારીના મનાઈ હુકમો
2. સક્ષમ ઓથોરિટીના ટાંચના હુકમો
૩. અશાંતધારા હેઠળની જમીન/મિલકતો
4. શહેરી ટોચ મર્યાદા અધિનિયમ હેઠળ ફાજલ જમીન
5. આદિવાસી ખાતેદારની કલમ ૭૩ એએ હેઠળની જમીન/મિલકત
6. સરકારી પંડતર, શ્રીસરકાર, ગૌચર, પંચાયત હેડની જમીન
7. નવી શરત, પ્ર.સ.પ્ર. ભુદાન, સીલીંગ ફાજલ, હિજરતી મિલકત, એનેમી પ્રોપર્ટી.
8. કોઇ જાહેર ટ્રસ્ટ કે સાર્વજનિક માલિકી/ઉપયોગની જમીન/મિલકત
9. શહેરી સત્તામંડળ વિસ્તારની નગર રચના યોજના હેઠળ કપાત જમીન
10. બિનઅધિકૃત રજા વગરનુ બાંધકામ ધરાવતી ખેતીની જમીન
11. કોઇ સત્તા પ્રકાર નાબુદી કાયદા હેઠળ લીટી નીચેના ખાનગી કબજેદાર દ્વારા ધરાવેલ જમીન
12. અન્ય કોઇ કાયદા કે હુકમથી પ્રતિબંધિત હોય તેવી જમીન/મિલકત
આમ, ઉપર મુજબની મિલક્તના દસ્તાવેજ સબ રજીસ્ટ્રાર દ્વારા સ્વીકારવામાં આવશે નહિ ત્યારે તેનાથી અરજદાર નારાજ હોય તો તે અંગેની અપીલ સબંધિત જીલ્લા રજીસ્ટ્રાર વ કલેક્ટરશ્રીને કરવાની રહેશે. અને તેઓ નિર્ણય જીલ્લા રજીસ્ટ્રાર વ કલેક્ટરશ્રીને કરવાનો રહેશે.
No comments:
Post a Comment