સબ રજીસ્ટ્રારશ્રી ગરવી પોર્ટલના Property Valuation પેજમાં Functionality મૂકવામાં આવેલ છે.
ક્રમાંક:ઇજર/વહટ/ઇ.સ.ફા.નં.૦૬૭૨/૨૦૨૫/૨૩૨૩ થી ૨૩૩૫
વંચાણમાં લીધું:-
(૧) નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિ. ઓફ સ્ટેમ્પ્સશ્રીના તા. ૦૮/૦૧/૨૦૨૧ ના પરિપત્ર ક્રમાંક:ઈજર/વહટ/૬૯૮/૨૦૨૦ /૮૩૫-૪૨
(૨) નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિ. ઓફ સ્ટેમ્પ્સશ્રીના તા. ૦૫/૧૨/૨૦૨૪ ના પરિપત્ર નં.ઈજર/વહટ/૨૫/૨૦૨૪ /૨૮૩૨૯-૪૧
પરિપત્ર:-
જમીન/મિલકતોના દસ્તાવેજોની નોંધણી સમયે પેટી -નોંધણી અધિકારીને સબંધિત જમીન/મિલકતના નકશા, બીજા હક્કો, હુકમો, બોજાઓ, વિગેરેની ત્વરીત જાણકારી મળી રહે અને દસ્તાવેજની નોંધણીની કામગીરી સમયે જરૂરી તકેદારીના પગલા લઈ શકાય તે માટે રાજ્યના તાલુકા વિસ્તારની ખેતીની જમીન/મિલકતોના ( શહેરી વિસ્તાર સિવાયની) ની ખરાઈ કરવા માટે સબ રજીસ્ટ્રારશ્રી ગરવી પોર્ટલના Property Valuation પેજમાં Functionality મૂકવામાં આવેલ છે.
જેથી ખેતીની જમીન/મિલકતોના દસ્તાવેજની નોંધણી કરતી વખતે 7/12 લગતી સંપૂર્ણ વિગતો સાથેનો Map તથા જમીનનું માપ, માલીકી હક્કની વિગતો, બોજા, ટેનન્ટ, ખાતા નંબર તથા નોંધ નંબરની વિગતો જોઈ શકાય છે. અલબત્ત, જ્યારે દસ્તાવેજ નોંધણી અર્થે રજુ થાય ત્યારે ચકાસવીની રહેશે.
સદરહું બાબતે સ્ટેમ્પ ડ્યુટી અંગેની કોઈ વિસંગતતા જણાય તો ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ, નિયમો અને સ્થાયી સુચનાઓ મુજબ કાર્યવાહી કરવાની રહેશે. અને દસ્તાવેજ નોંધણી સંબંધે કોઈ વિસંગતતા જણાય તો નોંધણી અધિનિયમ, નોંધણી નિયમો, અને સ્થાયી સુચનાઓ અનુસાર કાર્યવાહી કરવાની રહેશે.
આમ, સબ રજીસ્ટ્રારશ્રીના Login માં દસ્તાવેજ Property Valuation પેજમાં Functionality મૂકવામાં આવેલ છે. તેનો Flow Chart આ સાથે સામેલ છે. સદર પરિપત્રનો ચૂસ્તપણે અમલ કરવાનો રહેશે.
No comments:
Post a Comment