સહકબજેદારોની સંમતિ વગર બ્લોક વિભાજનની પરવાનગી બાબત - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Wednesday, February 15, 2023

સહકબજેદારોની સંમતિ વગર બ્લોક વિભાજનની પરવાનગી બાબત

સહકબજેદારોની સંમતિ વગર બ્લોક વિભાજનની પરવાનગી બાબત

હુકમ નંબર :- નં.મવિવિ/કોન/સત/૧/૨૦૧૬ તા.૨૫/૦૯/૧૭

વાદગ્રસ્ત જમીન :- મોજે મગોબ, તા.પુણા સુરત શહેર જી. સુરતના મુળ રે.સ.નં. ૭૫ બ્લોક નં. ૧૩૭ વાળી સુમારે હે.૧-૨૨-૪૨ ચો.મી ક્ષેત્રફળ વાળી જમીન સબંધે.


કેસની ટૂંડી વિગત :-

જુની શરતની જમીન અંગે નાયબ કલેકટરશ્રી અને સીટી પ્રાંત, સુરતની કચેરીના હુકમ તા.૧૬/૦૯/૨૦૦૫થી બ્લોક વિભાજન પરવાનગી આપવામાં આવેલ. સદરહુ હુકમ સામે સામાવાળા નં. ૬ થી ૯ ૨ણછોડભાઇ હીરાભાઈ વિગેરેએ અત્રે ફેરતપાસ અરજી કરવામાં આવેલ તે અંગે અત્રેના હુકમ નં. વિવિ/કોન/સત/3/૨૭ તા.૦૨/૦૨/૧૬થી નાયબ કલેક્ટરશ્રી અને સીટી પ્રાંત, સુરતને અ૨જદા૨ને નવેસરથી પુન: રજૂઆત કરવાની પૂરતી અને ન્યાયોચિત તક આપી તેમની રજુઆત સંદર્ભમાં રજુ કરવામાં આવે તે પુરાવાઓની ચકાસણી કરીને યોગ્ય તે નિર્ણય ક૨વા કેન્સ રીમાન્ડ કરેલ છે. અત્રેનાં રીમાન્ડ કેન્સ અન્વયે નાયબ કલેકટ૨ સીટી પ્રાંત, સુ૨તએ પક્ષકારોને સાંભળી અને તેમના તા.૨૭/૦૫/૨૦૧૬ના હુકમથી વિવાદ અરજી મંજૂર કરવા હુકમ કરેલ છે. જે હુકમથી નારાજ થઇ અરજદારોએ અત્રે ફેરતપાસ અરજી કરતાં જે અત્રેના તા.૨૫/૯/૨૦૧૭ ના હુકમથી અ૨જદા૨તી ફેરતપાસ અરજી નામંજુ૨ ક૨વા હુકમ કરેલ છે.

સહકબજેદારોની સંમતિ વગર બ્લોક વિભાજનની પરવાનગી બાબત


* એસ.એસ.આર.ડી.ના તારણ અને હુકમ :-

જુની શરતની જમીન અંગે જે તે સમયે અવિંદભાઇ હીરાભાઈ વિના કુલમુખત્યાર શૈલેષભાઇ રંગીલભાઈ પટેલ ધ્વા૨ા પ્રશ્નાવાળી જમીનમાંથી બ્લોક વિભાજનની અરજી માટે રજૂઆત કરેલ તે સમયે મામલતદારશ્રી, ચોર્યાસી ધ્વારા તપાસ અહેવાલ તેમના તા.૧૭/૩/૦૫ થી રિપોર્ટ કરેલ જે રિપોર્ટ અનુસંધાને જે તે સમયે નાયબ કલેશ્ત્રી, ચોર્યાસી પ્રાંત સુરત ઘ્વારા રેર્ડ ઉપર ચાલતા અન્ય સંયુક્ત કબજેદારો કે જેઓ ૨ણછોડભાઈ હીરાભાઇ વિગેરેઓને વહેંચાણ કરાર હોવાની વિગતે તમામને સાંભળવા નોટીસ કાઢવામાં આવેલ. પરંતુ સહ કબજેદાર રણછોડભાઇ હીરાભાઈ વિગેરે બ્લોક વિભાજન પરવાનગી અંગે લેખિતમાં વાંધો લીધેલ છે. આમ જે તે સમયે બ્લોક વિભાજન પરવાનગી અન્ય સહ કબજેદારોની સંસ્કૃત વિના પરવાનગી અપાયેલ છે, અને તે બાબત અત્રે સમક્ષ ચાલેલ ફેરતપાસ અરજીના કામે તે બાબતની નોંધ લેવામાં આવી જ છે અત્રેના રીમાન્ડ કેન્સના કામે સામાવાળા નં. ૬ થી ૯ ધ્વારા તેમની સંમતિ ન હોવાનું જાહેર કરે છે. જયારે અન્ય અરજદારની રજૂઆતમાં અને તેઓએ વેચાણ દસ્તાવેજથી વેચાણ રાખી કાયદેસર રીતે જ તબદીલી હોવાની રજુઆત કરે છે. પરંતુ મુળ જમીનના બ્લોક વિભાજનની પરવાનગીમાં અન્ય સહ કબજેદારોની સંર્પત જ ન હોય ત્યારે જમીન માલીકની જાણ બહાર થયેલ કાર્યવાહી યથા-યોગ્ય નથી.


અરજદારની રીવીઝન અરજી નામંજુર કરી કલેક્ટરશ્રી અને સીટી પ્રાંત સુરતનો તા.૨૭/૦૫/૨૦૧૬ નો હુકમ કાયમ રાખવામાં આવેલ છે.


* મહેસુલી અધિકારીએ ધ્યાનમાં રાખવાની કાયદાકીય બાબત :- (૧) મુંબઇનાં જમીનોનાં ટકુડા પડતાં અટકાવવા તથા તેનું એકત્રીકરણ કરવા બાબતનો કાયદો ૧૯૪૭ની કલમ ૩૫

No comments: