વાલીએ કરેલ સગીરની મિલકતની તબદીલી રદ કરાવવા માટેના દાવાની સમયમર્યાદા
સગીરની મિલ્કતની તબદીલીના આ કેસમાં પ્રશ્ન એ હતો કે, શું તા. ૨૦- ૦૧-૧૯૮૨ના રોજના વેચાણ દસ્તાવેજને સેટ-એસાઈડ કરાવવા માટે વર્ષ ૧૯૮૯માં દાખલ દાવો સમયમર્યાદા અધિનિયમના કયા આર્ટિકલ હેઠળ સંચાલિત છે અને શું તે સમયમર્યાદામાં છે કે નહીં ? નોંધવામાં આવ્યું હતું કે, એકવારના સગીરના વાલી દ્વારા તેની મિલકતનું કરવામાં આવેલ સ્વત્વાર્પણ રદ કરાવવા માટેના સગીર દ્વારા દાખલ દાવાનું સંચાલન આર્ટિકલ-૬૦ વડે થાય છે અને વાલી દ્વારા કરવામાં આવેલ સ્થાવર મિલકતની તબદીલીને રદ કરાવવા માટે સગીરે ફરજિયાતપણે પુખ્તવય ધારણ કર્યા બાદ ત્રણ વર્ષના નિર્દિષ્ટ સમયગાળામાં દાવો દાખલ કરવો જોઈએ. પ્રથમ વાદી દાવો દાખલ થયાની તારીખે ૨૦ વર્ષના હતા અને તેથી સમયમર્યાદા અધિનિયમના આર્ટિકલ-૬૦ હેઠળ જણાવ્યા મુજબ પુખ્તવય પ્રાપ્ત કર્યાની ૩ વર્ષની સમયમર્યાદામાં દાવો બખૂબી દાખલ થયો છે..
No comments:
Post a Comment