ફાજલ જમીનના વેચાણની નોંધ બાબત
હુકમ નં :- વિવિ/હકપ/અમલ/૧૭/૨૦૧૫ તા.૧૦/૮/૨૦૧૭
વાદગ્રસ્ત જમીન :- મોજે.ધારેશ્વર તા.રાજુલા જી.અમરેલીના ખાતાનં.૪૬૦ના પૈકી ૪ ની હે.૧-૬૧-૮૮ ચો.મી. જમીન
કેસની ટૂંડી વિગત :-
સવાલવાળી જમીન રાજુલા તાલુકા અનુસૂચિત જત સામુદાયિક ખેતી સ૨કા૨ી મંડળીને ખેત જમીન ટોચ મર્યાદા ધારા તળે ફાજલ થયેલ જમીન સાંથણીમાં આપવામાં આવેલ હતી. આ જમીન વેચાણ કરવા અંગે સક્ષમ અધિકારીશ્રીની પૂર્વે મંજુરી મેળવ્યા સિવાય વેચાણ વ્યવહાર થયેલ હોવાથી ખેત જમીન ટોચ મર્યાદા અર્ધનયમની કલમ-30ની જોગવાઇઓ અન્વયે પૂર્વ મંજુરી મેળવેલ ન હોઇ વેચાણ દસ્તાવેજની ગામ રેકર્ડમાં પડેલ ફેરફાર નોંધ ૧૯૬ તા.૨૩/૪/૨૦૭ના રોજ પ્રર્માણત થયેલ છે. આ નોંધ હકક પત્રક ટીમ ધ્વારા ઇ-ધરા ચકાસણી દરમ્યાન ધ્યાને આવતા મામલતદારશ્રીએ નોંધ રીવીઝનમાં લેવા દરખારત કલેકટરશ્રી અમરેલીને કરતાં કલેકટરશ્રી અમરેલીએ તેઓના તા.૧૭/૧/૨૦૧૫ના હુકમથી નોંધ રદ કરવા હુકમ કરતાં તેની સામે અત્રેની કચેરીમાં ગુજરાત જમીન મહેસુલી નિયમો-૧૯૭૨ ના નિયમ-૧૦૮(૬)(એ) હેઠળ રીવીઝા અરજી કરતાં અત્રેના તા.૧૦/૮/૨૦૧૭ના હુકમથી રીવીઝન અરજી નામંજુર કરી કલેક્ટરશ્રીનો હુકમ કાયમ રાખેલ છે,
એસ.એસ.આર.ડી.ના તા૨ણ અને હુકમ :-
અરજદારની રીવીઝન અરજીની રજુઆત ક્લેક્ટરશ્રી અમરેલીનો વાદગ્રસ્ત હુકમ ધ્યાને લેવામાં આવ્યો. મોજે-ધારેશ્ર્વર, તા.રાજુલા ગામના ખાતા નં. ૪૬૦ ની સ.નં. ૮૩ પૈકી ૨ પૈકી ૪ હે.આરે.૧-૬૧-૮૮ ચો.મી. જમીન રાજુલા તાલુકા અનુસુચિતıત સામુદાયીક ખેતી સહકારી મંડળી લી.ના ખાતે ચાલતી હતી. આ જમીન રાજુલા તાલુકા અનુચિતાર્જાત સામુદાયીક ખેતી સહકારી મંડળી લી.તે ખેત જમીન ટોચમર્યાદા ધારા તળે ફાજલ થયેલ જમીન અનુસુચિતજતિના સભ્યો-સભાસદોને જાતે ખેતી કરીને તેમના કુટુંબના જીવન નિર્વાહ માટે સાંથણીમાં આપવામાં આવેલ હતી, પરંતુ મંડળીએ આ જમીનનું વેચાણ કરેલ છે. જેથી સ૨કા૨નો ગરીબ લોકોને સુખી કરવા અને જીવનધોરણ ઉંચુ લાવવાનો હેતુ સિધ્ધ થયેલ નથી. આ જમીન આ કામના અરજદારશ્રી ઠીબેન નાનજીભાઈ વિઝુંડા રે.ધારેશ્વરએ સહકારી મંડળી પાસેથી જમીન ખરીદ કરેલ છે. જેની વેચાણની હકકપત્રકે નોંધ નં. ૧૯૬ પડેલ અને તા.૨૩-૪-૨૦૭ નારોજ મંજુર થયેલ છે. પરંતુ આવી જમીનો સરકારશ્રીના જમીન મહેસુલ કાયદાની જોગવાઇઓ મુજબ વેચાણ કરવા અંગે સક્ષમ અધિકારીશ્રીની પૂર્વ મંજૂરી મેળવ્યા સિવાય વેચાણ વ્યવહાર થયેલ હોય એટલે કે, ગુજરાત ખેતજમીન ટોચમર્યાદા ધારાની કલમ-30 અન્વયે પૂર્વમંજુરી મેળવેલ ન હોય વિવાદીત નોંધ રીવીઝનમાં લઈ રદ કરવા કલેકટરશ્રી,અમરેલી એ હુકમ કરેલ છે. તે કેન્સનો અભ્યાસ કરીને રેવન્યુ - મહેન્સુલી રેકર્ડની ચકાસણી કરીને તારણો કાઢીને હુકમ કરેલ છે, જે મહેસુલી કાયદા-નિયમો-પરિપત્રોની જોગવાઇઓ ધ્યાને લેતા ન્યાયી અને વાજબી જણાય છે.
અરજદારની રીવિઝા અરજી ગુણદોષ જોતા નામંજુર કરી કલેક્ટરથી અમરેલીનો તા.૧૭/૧/૨૦૧૫ નો હુકમ કાયમ રાખવામાં આવેલ છે.
* મહેસુલી અધિકારીએ ધ્યાનમાં રાખવાની કાયદાકીય બાબતો :-
(૧) સાંથણીમાં આપવામાં આવેલ જમીન સક્ષમ અધિકા૨ીની પુર્વ મંજુરી વગ૨ તબદીલ થઇ શકે નહી.
(૨) ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા અધ્ધિનયમ-૧૯૬૦ની કલમ-30 ની જોગવાઇ.
No comments:
Post a Comment