ખેતીવિષયક દબાણ બિનકાયદેસર કબ્જો - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Wednesday, February 15, 2023

ખેતીવિષયક દબાણ બિનકાયદેસર કબ્જો

 ખેતી વિષયક દબાણ બિનકાયદેસર કબ્જો

હુકમ નંબર :- મવિવિ/જમન/ભવન/૬/૨૦૧૨ તા.૧૭/૧૦/૧૭ 

વાદગ્રસ્ત જમીન :- મોજે મણાર તા. તળાજાની સરકારી પડતર રે.સ.નં.૩૨૫/૧/૩ પૈકીની હે. ૧-૪૧-૬૪ જમીન


કેસની ટૂંકી વિગત :-

જમીન શ્રી ભગવાનભાઈ લખમણભાઈ મારૂએ ખેતીવિષયક બાણ કરી બીનકાયદેસર કબજો કરેલ હોઇ તે અંગે સર્કલ ઓફિસરશ્રી, ત્રાપજએ પેશકદમી કેસ તૈયાર કરી મામલતદારશ્રી, તળાજાને રજૂ કરતાં મામલતદારશ્રી, તળાજાએ દંડ/ભાડુ વસુલ લઇ દબાણ ખુલ્લુ કરવા હુકમ કરેલ. જેમાથી નારાજ થઈને આ કામના અ૨જદા૨ તરફથી નાયબ કલેકટ૨શ્રી, તળાજાની કોર્ટમાં અપીલ અરજી કરતાં નાયબ કલેક્ટરશ્રી તળાજાએ તેમના તા.૨૧/૦૯/૨૦૧૧ના હુકમથી આ કામના અરજદારની અપીલ અરજી નામંજુર કરેલ જેનાથી નારાજ થઈ આ કામના અરજદાર તરફથી ક્લેક્ટરશ્રી, ભાવનગર સમક્ષ અપીલ અરજી કરતાં કલેકટરશ્રી, ભાવનગર તરફથી તેમના તા.૧૩/૦૩/૨૦૧૨ ના હુકમ થી અ૨જદા૨ની અપીલ અ૨જી નામંજૂર કરેલ. ક્લેકટરશ્રીનાં વાણ્ત હુકમથી નારાજ થઇને અરજદારશ્રીએ અત્રેની કચેરીમાં રજૂ કરેલ.


ખેતી વિષયક દબાણ બિનકાયદેસર કબ્જો


* એસ.એસ.આર.ડી.ના તારણ અને હુકમ :-

(૧) કલેકટરશ્રીએ આ કામે વાન્રરત હુકમથી ઠરાવ્યા મુજબ આ કામના અપીલવાળા તેમની અપીલ અરજી તથા લેખિત દલીલોથી જ વાદવાળી જમીનમાં ખેતી વિષયક દબાણ કર્યાનું સ્વીકારે છે. જેથી મુંબઇ જમીન મહેસૂલ નિયમ-૧૮૭૯ની કલમ-૧ અને કલમ-૨૨ હેઠળ થયેલ કાર્યવાહી કે હુકમો તેવી કાર્યવાહી સામેના અપીલનાં તબક્કે તેવી કાર્યવાહી-હુકમો ૨૬ બાતલ ઠરાવી શકાય નહી કે તેવા હુકમ સામેની અપીલ મંજૂર રાખી શકાય નહીં. આ કામના અપીલવાળા તરફથી વાદવાળી જમીન નિયમબધ્ધ કરી આપવાની રજૂઆત કરે છે. પરંતુ અપીલનાં તબક્કે તે ૨જૂઆત પરત્વે કોઇ નિર્ણય થઇ શકે નહીં. દબાણ દૂર કરવું એ પાયાનો સિધ્ધાંત છે તેવી સ૨કા૨શ્ર્વીની નીતિ છે. આ સંજોગોમાં અપીલવાળાની અપીલ અરજી ટકી શકે નહીં કે મંજૂર રાખી શકાય નહીં.


(૨) વધુમાં સ૨કા૨શ્રીનાં તા. ૮/૧/૮માં ઠરાવ ક્રમાંક : દબણ-૧૦૭૨-૨૮૭૬૫-લથી દબાણ દૂર કરવા બાબતની નીતિ તથા સ૨કા૨શ્રીનાં આ અંગે વખતોવખત થયેલ ઠરાવ/પરિપત્રોની જોગવાઇઓ મુજબ દબાણ દૂર કરવું એ પાયાનો શિધ્ધાંત છે, જે જમીનો વિષ્યમાં જાહેર હેતુઓ માટે સ૨કા૨ને જરૂરી જણાશે તે જમીનો પરનું દબાણ કોઇપણ સંજોગોમાં નિર્યામત કરી આપવામાં આવશે નહીં અને દબાણ ક૨ના૨ ર્વ્યક્તને ગમે તેટલું આકરૂ લાગે તો પણ દબાણ દૂ૨ ક૨વામાં આવશે. મહેસુલ વિભાગનાં પરિપત્ર ક્રમાંક : અદજ-૧૦૨૦૦૨-૧૬૬૭-લ(ભાગ-૨) તા. ૧૬/૧૦/૦૪થી સ૨કા૨ી જમીનની જાળવણી ક૨વા તથા તેનાં પર થતું અર્વાધિક્રુત દબાણ અટકાવવા બાબત માર્ગદર્શક સૂચનાઓ આપેલ છે. દબાણ અંગે નામ. ગુજરાત હાઇકોર્ટનાં એલ.પી.એ.નં. ૧૪૧૯/૨૦૧૫નાં ઓરલ ઓર્ડર તા. ૪/૧/૧૬નાં પેરા-૪ મુજબ" We may record at the outset that there is no vested right with the petitioner to get the land allotted by the Government even if such policy exists. The policy is by way of enabling power but thereby citizen cannot compel the allotment of the land for his own purpose." જે મુજબ તમામ વિગતો ધ્યાને લેતાં અ૨જદા૨ની રીવીઝન અરજી નામંજુ૨ ક૨વામાં આવેલ અને કલેક્ટરશ્રી, ભાવનગ૨નો હુકમ કાયમ રાખવામાં આવ્યો હતો.


મહેસુલી અધિકારીએ ધ્યાનમાં રાખવાની કાયદાકીય બાબતો : -

(૧) સરકારશ્રીમાં તા. ૮/૧/૮માં ઠરાવ ક્રમાંક : દબણ- ૧૦૭૨-૨૮૭૬પ-લથી દબાણ દૂર કરવા બાબતની નીતિ તથા સરકારશ્રીનાં આ અંગે વખતોવખત થયેલ ઠરાવ/પરિપત્રોની જોગવાઇઓ મુજબ દબાણ દૂર કરવું એ પાયાનો સિધ્ધાંત છે. જે જમીનો વિષ્યમાં જાહેર હેતુઓ માટે સરકારને જરૂરી જણાશે તે જમીનો પરનું દબાણ કોઇપણ સંજોગોમાં નિર્યામત કરી આપવામાં આવશે નહીં અને દબાણ કરતા૨ વ્યક્તિને ગમે તેટલું આકરૂ લાગે તો પણ દબાણ દૂર કરવામાં આવશે.

(૨) મહેસૂલ વિભાગનાં પરિપત્ર ક્રમાંક : અદજ-૧૨-૧૬૬૭-લ(ભાગ-૨) તા. ૧૬/૧/૦૪થી સ૨કા૨ી જમીનની જાળવણી કરવા તથા તેનાં પર થતું અર્બાધકુત દબાણ અટકાવવા બાબત માર્ગદર્શક સૂચનાઓ આપેલ છે.

(3) દબાણ અંગે નામ. ગુજરાત હાઇકોર્ટનાં એલ.પી.એ.નં. ૧૪૧૯/૨૦૧૫નાં ઓરલ ઓર્ડર તા.૪/૧/૧૬નાં પેરા-૪ મુજબ" We may record at the outset that there is no vested right with the petitioner to get the land allotted by the Government even if such policy exists. The policy is by way of enabling power but thereby citizen cannot compel the allotment of the land for his own purpose."

No comments: