ચુંક વા૨સાઈની નોંધ - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Monday, February 13, 2023

ચુંક વા૨સાઈની નોંધ

 ચુંક વા૨સાઈની નોંધ

હુકમ નં:- વિવિ/હકપ/ગસન/૨૫/૨૦૧૫ તા.૧૫/૦૬/૨૦૧૭

વાગ્રત જમીન :- મોજે.પ્રભાસ પાટણ, તા.વેરાવળના સ.નં. ૧૯૦૩ ની હૈ. 0−૮૩-૯૭ ચો.મી. વાળી જમીન

કેસની ટૂંકી વિગત :-

સદર જમીન મલુક હતુ રહેમાન તથા ૨હીમ તથા હુસેન ઇભરામના નામે આવેલ હતી. મલુક તુભાઇનું અવસાન થતા તેમની વારસાઈ નોંધ નં. ૪૬૨૬ થી તેઓના વારસદાર તરીકે નુમાઇ, હતુભાઈ, મહમદભાઇ, હવાબેન, માણેકજીભાઇ, કાલીબેન, એનબેન તથા ફાતમાબેનના નામો દાખલ થયેલ. અને ત્યા૨બાની નોંધ નં. ૪૬૨૭ થી હવાબેન, માણેકજી, ફાતમાબેન તથા એનાબેનના નામો કમી થયેલ છે. પરંતુ વાગ્નાઇ નોંધમાં અ૨જદા૨ ફુલીબેન મહુકભાઈ પટણીનું નામ દાખલ થયેલ ન હોવાની રજુઆત કરીને તેઓ તરફથી નાયબ કલેક્ટરશ્રી, વેરાવળ સમક્ષ સદરહુ નોંધ નં. ૪૬૨૬, તા.૦૬/૦૮/૮૨ તથા નોંધ નં. ૪૬૨૭, તા.૦૬/૦૮/૮૨ ૨ામે વિલંબ માફીની અરજી સાથે અપીલ અરજી રજુ કરવામાં આવેલ. જે અન્વયે નાયબ કલેક્ટરશ્રી, વેરાવળ તરફથી તેઓના તા.૨૭/૦૧/૨૦૧૪ના હુકમ ક્રમાંક : લેન્ડ/ડીલે /૨૭/૪૩/૨૦૧૩ થી અરજદારની વિલંબ માફ કરવાની રજુઆત નામંજુ૨ ક૨વા નિર્ણય કરતા તેની સામે અરજદાર તરફથી કલેક્ટરશ્રી, ગીરસોમનાથ સમક્ષ રીવીઝન અરજી ૨જુ ક૨વામાં આવેલ. જે અન્વયે કલેક્ટરશ્રી, ગીરસોમનાથ તરફથી તેઓના તા.૨૬/૦૮/૨૦૧૫ના હુકમથી રીવીઝા અરજી નામંજુર કરીને નાયબ કલેક્ટરશ્રી, વેરાવળનો તા.૨૭/૦૧/૨૦૧૪નો હુકમ કાયમ રાખવાનો નિર્ણય ક૨વામાં આવેલ. જેમાથી નારાજ થઇને આ કામના અરજદાર તરફથી અત્રેની કોર્ટમાં રીવીજન/અપીલ દાખલ કરેલ છે. 

ચુંક વા૨સાઈની નોંધ


એસ.એસ.આર.ડી.ના તારણ અને હુકમ :-

અરજદારશ્રી ફુલીબેન મલુકભાઇ પટણીએ પ્રભાસપાટણ ગામના સ.નં. ૧૯૦૩ ની ગુજ૨ના૨ મલુકભાઈ પટણીની વાસ્સાઈ નોંધ નં. ૪૬૬ તથા નામ કમીની નોંધ નં. ૪૬૨૭, તા.૦૬/૦૮/૮૨ સામે અપીલ કરેલ છે, આ કામના અરજદાર ગુજ૨ા૨ મલુકભાઇ પટણીના વારસદાર હોય તે બાબતે નામદાર સીવીલ કોર્ટનું પ્રોબેટ રજુ કરેલ નથી. આ કામ વા૨સાદારો નક્કી કરવાનું હોય સીવીલ કોર્ટ રાહે દાદ મેળવવી જોઇએ. વળી, હક્કપત્રક નોંધ નં. ૪૬૨૬ તથા ૪૬૨૭ ને આશરે ૩૧ વર્ષ બાદ અપીલ કરેલ હોય નાયબ ક્લેક્ટરશ્રી, વેરાવળે અ૨જદા૨ની વિલંબ માહીતી રજુઆત નામંજુર કરેલ છે. તે યોગ્ય જણાતુ હોઇ રીવીઝન અરજી નામંજુ૨ ક૨વા અંગે કલેક્ટરથી, ગીસ્સોમનાથ તરફથી તેઓના તા.૨૬/૦૮/૧૫ના હુકમથી જે નિર્ણય કરેલ છે, તે નિર્ણય યોગ્ય અને કાયદાનુસા૨તો જણાય છે. કારણકે, આ બાબતે પક્ષકારો વચ્ચે દિવાળી તથા ફોજદારી કોર્ટમાં કાર્યવાહી ચાલતી હોય તેના ચુકાદા પક્ષકારોને બંધનકર્તા રહે છે. મહેસુલી નોંધ ફકલ હેતુ માટે છે, વારસાઇ તથા હક્ક કમીની નોંધ ૧૯૮૨ ની સાલમાં દાખલ થઇ મંજુર થયેલ છે, જેની સામે અરજદા૨ ત૨ફથી ૨૦૧૪ ની સાલમાં વાંધો ઉ{સ્થત કરેલ છે. એટલે કે, ૩૨ વર્ષ જેટલા ખુબજ લાંબા સમયગાળા બાદ અરજદારે કાર્યવાહી કરેલ હોઇ અને વિલંબના કોઈ વાજબી કારણો પણ જણાતા ન હોઇ તેઓની અપીલ અરજી તથા રીવીઝન અરજી નામંજુર કરવા અંગે નીચેની કોર્ટો દ્વારા જે નિર્ણય કરેલ છે, તે નિર્ણયો ઉચિત જણાય છે. નામદાર હાઇકોર્ટના 1. AIR 1981 SUPREME COURT 733 1981 CIR.L.J.293,2.1982 GLH 6824 3. 2009(3) CRIMES (HC)523, 4. 1995(1) G.L.H. 549, 5, 2003(2) GCD (UJ)68, 1994(4) GCD 2822 : AIR_1999 GUJ 147, 6. AIR 1972 SUPREME COURT 749 ના ચુકાદાઓ ધ્યાને લેવાપાત્ર છે. કાયદો જાગૃત ક્તિને મદદ કરે છે. જો અરજદારનો પ્રસ્તુત જમીનમાં હક્ક હિસ્સો સમાયેલ હોય તો તેઓએ સમયસર રેવન્યુ રેકર્ડથી માહિતગાર રહેવું જોઇએ, પરંતુ તેઓ તરફથી ૩૨ વર્ષ જેટલા ખુબ જ લાંબા સમયગાળા બાદ વાંધો તકરા૨ લીધેલ છે, જે સમયમર્યાદાના મુદ્દે જ ગ્રાહ્ય રાખવાપાત્ર નથી. વળી, હાલતી અરજદા૨ની ૨જુઆત વા૨સદાર તરીકે હક્ક હિત પ્રાપિત કરી આપવાની છે, પરંતુ વા૨દા૨ોના હક્કો ર્રાશ્ચિત કરી આપવાની બાબત દિવાની અદાલતના કાર્યક્ષેત્રમાં આવે છે. અત્રેની કોર્ટનું કાર્યક્ષેત્ર પણ નથી. અરજદાર સામાવાળા નં. ૪ તથા ૫ ના રાગા બહેન નથી, તેવો મુદ્દો / રજુઆત સામાવાળાઓ દ્વારા સિવીલ કોર્ટ સમક્ષ કરવામાં આવેલ છે. જે બાબત પણ આ કેસમાં ધ્યાને લેવા પાત્ર છે. આમ, કેસની સમગ્ર હકીકત લક્ષમાં લેતા અ૨જદા૨ની ૨જુઆત યોગ્ય જણાતી ન હોઇ ૨વીકારવા પાત્ર નથી જેથી અરજદારની રીવીજન અરજી નામંજુર કરી ક્લેક્ટરશ્રી,ગીર સોમનાથનો તા.૨૬/૦૮/૨૧૫નો હુકમ કાયમ રાખવામાં આવેલ છે.


* મહેસુલી અધિકારીએ ધ્યાનમાં રાખવાની કાયદાકીય બાબતો :-

(૧) હિંદુવાસાધારા ની કલમ-૫૬

(૨) લીમીટેશન એક્ટ ૧૯૬૩ ની કલમ-પ(૧)ની જોગવાઈ

(૩) નામદાર સુપ્રિમકોર્ટ

  1. AIR 1981 SUPREME COURT 733 -1981 CIR L.J.293 
  2. AIR 1972 SUPREME COURT 749

(૪) હાઈકોર્ટના ચુકાદાઓ 

  1. 1982 GLH 6824
  2. 2009(3) CRIMES (HC)523
  3. 1995(1) GLH 549
  4. 2003(2)GCD(UJ)68,1994 (4) GCD 2822 : AIR 1999 GUJ 147

(૫) વા૨સદારોના હક્કો ર્ડાશ્ચિત કરવાની બાબત દિવાની અદાલતનું કાર્યક્ષેત્ર

No comments: