પારેવાના ચણની જમીનમાં તબદીલી - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Monday, February 13, 2023

પારેવાના ચણની જમીનમાં તબદીલી

 પારેવાના ચણની જમીનમાં તબદીલી

હુકમ નં. :- વિવિ/પ/બટદ/૨/૨૦૧૬ તા.૧૬/૦૯/૨૦૧૭

વાદગ્રસ્ત જમીન :- મોજે.ભાંભણ, તા.બોટાદના સર્વે નં.૧૧૬ ની જમીન એ.૨૨-૧૮ ગુંઠા તથા અન્ય રાર્વે નંબરોની જમીન

કેસની ટૂંકી વિગત :-

હકક નોંધ નં. ૨૯ ની વિગતે સર્વે નં. ૧૧૬ની જમીન એ. ૨૨-૧૮ ગુંઠા તથા અન્ય સર્વે નંબરોની જમીનનાં કબજેદાર તરીકે “ભાંભણ ગામનાં પારેવાની જમીન અંગે વહીવટકર્તા પટેલ ઝવેરભાઈ સવજીભાઈ, પટેલ નાનજીભાઈ કલ્યાણભાઈ તથા દેસાઈ પોપટલાલ મગનલાલે આ કામતાં અરજદારશ્રી પટેલ વલ્લભભાઈ જેઠાભાઈને વેચાણ કરેલ, નાયબ કલેકટરશ્રી, બોટાદ તરફથી ઉક્ત વેચાણ બાબતે હક્ક નોંધ નં. ૧૦૨૭ ૨૩મોટો રીવીઝનમાં લઈ ૨૬ ક૨વા દરખાસા કરેલ હતી જે અનુસંધાને ક્લેક્ટરશ્રીએ તેમનાં હુકમ તા.૨૮/૧૧/૨૦૧૬ ના હુકમથી વાદગ્ર૨ત જમીનમાં સક્ષમ અધિકારીશ્રીની પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય વેચાણ કરવામાં આવેલ હોય જમીન સ૨કા૨ દાખલ કરવા હુકમ કરી મામલતદારશ્રી, બોટાદને નિયત સમય મર્યાદામાં વાદગ્રસ્ત જમીનનો કબજો સંભાળવા હુકમ કરેલ તથા વહીવટકર્તા કલ્યાણ બેચર, મગન વેલશી તથા ઝવેર સવજીને ખેડૂત તરીકેનું સ્ટેટ્સ મળતું ન હોય વહીવટકર્તાની રૂએ કોઈ વ્યકિતગત જમીનની ખરીદી કરી હોય તો પણ તે જમીનમાં નિયમોનુસારની કાર્યવાહી કરવા મામલતદારશ્રી બોટાદને જણાવેલ, કલેક્ટ૨શ્રી, બોટાદનાં તા. ૨૮/૧૧/૨૦૧૬નાં વાદગ્રસ્ત હુકમથી નારાજ થઇને આ કામમાં અરજદારોએ અત્રે સમક્ષ દાખલ કરેલ રીવીઝન અરજીનાં કામે અ૨જદા૨શ્રીએ મનાઇ હુકમની માંગણી કરેલ.

પારેવાના ચણની જમીનમાં તબદીલી


* એસ.એસ.આર.ડી.ના તારણ અને હુકમ :--

વાગ્રસ્ત જમીન મોજે. ભાંભણ તા,જિ, બોટાદનાં ૨૨.૦, ૧૧૬ની એ. ૯-૧૨ ગું. તથા એ. ૯-૧૩ ગું. મૂળ જમીન માલિકો શાહ છગનભાઇ હીરાભાઇ તથા પોપટ કાળીદાસ નિર્દેશ મૃત્યુ પામતાં કલ્યાણભાઇ બેચ૨ભાઇ, મગનભાઇ વેલશીભાઇ તથા ઝવે૨ભાઇ સવજીભાઇને પારેવાનાં ચણ માટે વહીવટ કર્તા દરઅે વાદગ્ર૨ત જમીન સોંપેલ. જે અંગે પ્રમોલગેશન નોંધ નં. ૨૯ થી સ.નં. ૧૦ પૈકી, ૧૧૬, ૧૨૭ તથા ૨૧૨/૨ની કુલ એ. ૪૮-૩૩ ગું. જમીનમાં નોંધ પડેલ છે.


(૧) મહેન્સુલ વિભાગનાં પરિપત્ર ક્રમાંક : એસ-૪-૨૨૦૭- ૩૩૪૭-૪ તા. ૯/૪/૨૦૧) અન્વયે (૧.૧) સૌરાષ્ટ્ર બારખલી નાબૂદી અર્ધનયમ-૧૯૫૧ની કલમ-૧૫ તથા નિયમ-૧ અને બારખલી નાબૂદી નિયમો-૧૯૫૧નાં નિયમોમાં બતાવેલ નમૂના નં. ૧ મુજબ ધાર્મિક મંદિરો માટે જે કબજા હક્કનાં પ્રમાણપત્રો પૂજારીને અપાયેલ હોય છે તે ધર્માર્નેક મંદિરો અને સખાવતી સંસ્થાઓ વતી આપવામાં આવેલ હોય છે, આવી ખેતીની જમીનોનાં વેચાણ વિગેરેની તબુંદેલીની બાબતમાં તત્કાલિન કાયદાની જોગવાઇ ધ્યાને લેતાં આવી તબદલી બાબતનાં નિયંત્રણો લાગુ પડે છે. સૌરાષ્ટ્ર બારખલી નાબૂદી અનિયમ-૧૯૫૧ની કલમ-૧૫નું ૨૫ષ્ટીકરણ નીચે મુજબ છે.


(૧.૨) ઉક્ત જોગવાઇ મુજબ ધર્માર્મક અથવા સખાવતી સંસ્થા ધરાવનારથી જાતે ખેડાતી ઘ૨ખેડ "જમીન" હોવાનું ગણવામાં આવશે અને ધર્મર્મક અથવા સખાવતી સંસ્થાને તેવી જમીનનાં ભોગવટેદાર ગણવામાં આવશે. પરંતુ પૂજારીને ક્તિગત હેસિયતથી ખેડુતનો દો પ્રાપ્ત થતો નથી. તથા આવી જમીનનાં કસ્ટોડીયન તરીકે આવી જમીનો વેચાણ, તબદીલી, ગીરો કે બક્ષીસ કરવાના હક્કો પ્રાપ્ત થતા નથી. તથા અન્ય જગ્યાએ આ હેન્સિયતથી ખેતીની જમીન ખરીદ કરવાને લાયક બની જતાં નથી.

(૧.૩) ઉપરોક્ત પરિસ્થિતિ જોતાં જમીનનાં કબજેદા૨ ધાર્યાર્મક સંસ્થાઓને કે સખાવતી સંસ્થાઓને ગણવાનાં થાય છે. આમ, અપાયેલ કબજાહક્ક પ્રમાણપત્ર પૂજારીનાં નામજોગ, વ્યક્તિગત ગણવામાં રહેતાં નથી, પરંતુ ધાર્યાર્મક સંસ્થાને કે સખાવતી સંસ્થાને કબજેદાર ગણવાના હોઇ પૂજારી દ્વારા થતાં વેચાણ વ્યવહારો નિયમો મુજબના નથી.

(૧.૪) સદર પરિપત્રથી આ પ્રમાણે ગેરકાયદેસર નોંધો ન થાય તેની કાળજી લેવા જણાવી ઉક્ત અર્થઘટનથી વિરુધ્ધ અગાઉ જો કોઇ નોંધો ગામ દફતરે પ્રમાણિત કરવામાં આવેલ હોય તો તે અંગેની ખાતરી કરી આવી નોંધો રીવીઝનમાં લઈ આગળની કાર્યવાહી કરવા તથા આવા વેચાણ વ્યવહારોની નોંધો ગામતરે ન પાડવા સબંધિત મહેન્સૂલી અધિકારીશ્રીઓને જણાવેલ છે.

(૧.૫) સવાલવાળી જમીનમાં પારેવાનાં ચણ માટે વહીવટકર્તા અંગે પ્રમોલગેશન નોંધ નં. ૨૯ થી કલ્યાણભાઇ બેચરભાઇ, મગનભાઇ વેલશીભાઇ તથા ઝવેરભાઇ સવજીભાઇને નિશ્ચિત કરેલ છે જેથી સ૨કા૨શ્રીની સ્થાયી સુચના-હુકમો મુજબ વહીવટકર્તા તબદીલ, ગીરો, બક્ષીસ કે અન્ય તબદીલી આપી શકે નહી કે પારેવાનાં ચણની જમીનમાં વહીવટર્તાના વારસદારોના નામો વારસાઇ હકે દાખલ થઈ શકે નહી. પરંતુ નવા વહીવટકર્તાની નિમણુંક થઈ શકે જેથી નાનજીભાઇ કલ્યાણભાઈ તથા પોપટલાલ મગનલાલનું અવસાન થતાં નવા વહીવટકર્તા તરીકે પ્રદિપભાઈ ભીખાભાઈ તથા ભીખાભાઈ સવજીભાઈને વહીવટ આપેલ છે, જે કલેક્ટરશ્રીએ માન્ય રાખેલ છે. પરંતુ વાદગ્રસ્ત જમીન પારેવાનાં ચણ માટેની જમીન હોઈ વહીવટર્તાઓ વેચાણ, ગીરો, બક્ષીસ કે અન્ય તબદીલી આપી શકે નહી.

"સબબ અ૨જદા૨ની અત્રે રજૂ કરેલ ફેર તપાસ અરજી નામંજૂર કરવામાં આવેલ અને કલેક્ટરશ્રી ભાવનગ૨નો હુકમ કાયમ રાખવામાં આવેલ છે. 


મહેસુલી અધિકારીએ ધ્યાનમાં રાખવાની કાયદાકીય બાબતો : -

(૧) મહેસૂલ વિભાગનાં પરિપત્ર ક્રમાંક : એસ-30- ૨૨૦૭ -૩૩૪૭-૪ તા.૯/૪/૨૦૧૦ અન્વયે સૌરાષ્ટ્ર બારખલી નાબૂદી અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૫ તથા નિયમ-૧ અને બારખલી નાબૂદી નિયમો-૧૯૫૧નાં નિયમોમાં બતાવેલ નમૂના નં. ૧)

No comments: