બીનખેતી ની પરવાનગી અંગે. - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Tuesday, February 14, 2023

બીનખેતી ની પરવાનગી અંગે.

 બીનખેતી ની પરવાનગી અંગે.

હુકમ નંબર :- મવિવિ/બખપ/અમદ/૧૫/૨૦૧૬ લીંક ૩૯/ ૨૦૧૬ તા.૯/૩/૨૦૧૭

વાદગ્રસ્ત જમીન :- મોજે જગતપુર તા.સીટી(વેસ્ટ) જી.અમદાવાદના બ્લોક નં.૩૧ ની જમીન


કેસની ટૂંડી વિગત :-

કબજેદા૨ દર્શન જયંતિલાલ પટેલનાઓએ રહેણાંકના હેતુ માટે બીનખેતી કરવા માંગણી કરતાં કલેકટરશ્રી અમદાવાદે તરફથી જમીન મહેસુલ અધિનિયમની કલમ ૬૫, ૬૬, ૬૭ તથા જમીન મહેસુલ નિયમોના નિયમ ૧૦૦ હેઠળ દર્શનબેન જયંતિલાલ પટેલને તા.૨૪/૩/૨૦૧૫ ના હુકમથી બીનખેતીની પરવાનગી આપવામાં આવેલ. આ કામના અ૨જદા૨ે તા.૨૭/૪/૨૦૧૬ તથા તા.૧૬/૯/૨૦૧૬ ના રોજ રીવીઝન અરજીઓ રજુ કરતાં બંને કેચોને લીંક કરી વિલંબ તથા લોકક્સસ્ટેન્ડીના મુદે દાખલ સુનાવણી રાખવામાં આવેલ.

* એસ.એસ.આર.ડી.ના તારણ અને હુકમ :-

વાદવાળી જમીન નોંધ નં 300 તા.૨૧/૩/૧૯૫૯ થી નવી અને અવિભાજય કરારે રીગ્રાન્ટની નોંધ છે, જેમાં જણાવેલ હુકમો સામે અપીલ થયેલ હોય અને અપીલમાં થયેલ હુકમની નોંધ નં.૩૧૨ પાડવામાં આવી હોય આ નોંધ રદ કરેલા નો શેરો છે. નોંધ નં 20 પ્રથમથી જ રદ થયેલ હોય નોંધમાં જણાવેલ હુકમો અમલમાં આવેલા શું જણાતું નથી કેસ. નં. વિ/બખપ/ અમદ/૩૯/૧૬ ના અ૨જદા૨ આસીફખાન ફતેઉદીનખાન પઠાણ નોંધ નં.૧૧૦૩ તા.૨૧/૫/૧૯૯૯ થી વારસાઇ હક્કે વાદગ્રસ્ત જમીનમાં રેકર્ડ દાખલ થયેલ આ જમીન આતાજી ખોડાજી વિગેરે ના વાસ્સોએ રજીસ્ટર્ડ દસ્તાવેજથી વેચાણ રાખતાં નોંઘ નં.૧૪૧૪ તા.૧૯/૮/૨૦૧૪ મંજુ૨ થતાં રેકર્ડ દાખલ થયેલ છે. આમ ઉકત અરજદારે વાઙ્ગ૨ત જમીન ૨જીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજથી વેચાણ રાખેલ છે તે પછી ઉત્તરોત્તર વેચાણ તથા વારસાઈ - હુકમી નોંધો પડેલ છે અને નોંધ ૧,૧૭૯૭ તા.૩/૧/૨૦૦૯ ની વિગતે વેચાણ હકકે દર્શનભાઈ જયંતભાઈ પટેલનું નામ દાખલ થયેલ છે. આમ આ કામના અ૨જદા૨ આશીફખાન ફતેઉદીનખાન વેચાણ કર્તા હોય સદર જમીનનું વેચાણ થયેલ. સદર જમીનમાં તેમનું કોઈ હકક હિત કે હિસ્સો રહેતો ન હોય તેઓનું લોકસ પ્રસ્થાપિત થતું નથી. કેસ નં.વિ/બખપ/અમદ/૧૫/૨૦૧૬ ના અ૨જદા૨ વાદગ્રત હુકમમાં પક્ષકાર નથી તેમનું વાદવાળી જમીનમાં હીત હોવાના આધાર રજુ થયા નથી. આમ અરજદારનું કોઈ પ્રત્યક્ષ હિત જણાતું નથી. સદર બંને રીવીઝન અરજીઓ ઘણા વિલંબથી રજુ થયેલ છે. વિલંબ સબંધે યોગ્ય કારણો પુરવાર થઇ શકતા નથી. આમ લીમીટેશન એક્ટ ૧૯૬૩ નો બાધ ઉર્પાસ્થત થાય છે. અ૨જદા૨ની ૨જુઆત દિવાની પ્રકારની છે. વાદવાળી જમીનમાં વારસાઈ હકક સાબીત કરવો પડે. માલીકી હકક નકકી કરવાની સત્તા દિવાની કોર્ટને છે.

સત્તા પ્રકાર બાબતે અને સરકારશ્રીના પ્રિમીયમના હીતને ઘ્યાને લેતાં મુળ રેકર્ડની ચકાસણી કરી સત્તા પ્રકાર બાબતે સ્પષ્ટ તારણ પર આવવાથી આવે તે જરૂરી હોવાથી.


અ૨જદા૨ોની રીવીઝન અરજી દાખલ કરવામાં આવેલ નથી. તેમજ વાદવાળી જમીનના સત્તા પ્રકાર સબંધે રેકર્ડથી ચકાસણી કરી જમીન મુળથી નવી શરતની પ્રસ્થાપિત થાય તો પ્રિમીયમની વસુલાતની કાર્યવાહી નિયત જોગવાઈઓ આધીન કરવાની રહે. જે ધ્યાને લઈ ઈલાયદી ચકાસણી કરવા કલેકટરશ્રીને જણાવેલ છે.


* મહેસુલી અધિકારીએ ધ્યાનમાં રાખવાની કાયદાકીય બાબતો :- 

(૧) લીમીટેશન એકટ ૧૯૬૩ની કલમ-૫(૧)ની જોગવાઈ 

(૨) નામદાર હાઇકોર્ટ ઓર્ફ ગુજરાત ૨૦૦૨ લો ૨યુટ ૬૪૧

(3) નામદા૨ ગુજ૨ાત હાઇકોર્ટ (પ્રેકટીસ અને પ્રોસીજર ફો૨ પબ્લીક ઈન્ટરેસ્ટ લીટીગેશન) રૂલ્સ ૨૦૧૦

(૩) નામદાર ગુજરાત હાઈકોર્ટના નોટીફીકેશન સી-૨૦૦૧/૨૦૧૦ તા.૧૬/૮/૧૦માં ' The High Court of Gujarat {Practice and Procedure for Public Intrest Litigation} Rules, 2010 '. મુજબની ઠાવેલ જોગવાઈઓની સાપેક્ષમાં આ ફેરતપાસ અરજી સુસંગત જણાતી નથી તથા જાહેર હીતની રજુઆત હોય તો પણ સક્ષમ ફોન્ટમ સમક્ષ ૨જુ ક૨વાની થાય છે.

(૪) નામદાર ગુજરાત હાઈકોર્ટના ૨પે.સી.એ.નં.૧૮૧૮૧ ૧૧ ના પારા ૬ (બી)

(5) નામદાર સુપ્રીમ કોર્ટના સ્ટેટ ઓફ ગુજરાત એન્ડ અધર્સ વિરુધ્ધ રાઘવ નાથા એન્ડ અધર્સ: સીવીલ અપીલાં.૭૨૩/૧૯૬૬ તા.૨૧/૪/૬૯ એ.આઈ.આર/૧૯૬૯/૧૨૯૭ની વિગતે બીનખેતીના કેસમાં રીવીજનલ ઓથોરીટીએ કેટલાક સમયગાળાની અંદ૨ જ (WITHIN A FEW MONTHS)-પોતાની રીવીજનની સત્તાનો ઉપયોગ કરવાનો રહે છે.

(6) તા. ગુજરાત હાઈકોર્ટમાં સ્પે. સીવીલ એપ્લીકેશન નં. ૧૮૧૮૧/૧૧ : લખમીબેન રામાભાઈ વિરુધ્ધ ભાયાભાઈ વાજશીભાઈ હાથલીયાના કેચમાં તા. ૧૯/૧૨/૧૧ના જજમેન્ટમાં દર્શાવેલ અવલોકન ના પેરા ૬(બી) મુજબ

"N.A. પરવાનગી અને N.A. પરવાનગીની મંજૂરી એ એક કવાયત છે જે છે કેવળ વહીવટી કવાયત પ્રકૃતિમાં અને પક્ષ કે જેણે તેની સ્થાપના કરવાની બાકી છે વિકાસ પ્રવૃત્તિઓમાં સ્પેનર ફેંકવાની અધિકારને મંજૂરી આપી શકાતી નથી."

(૮) નામદાર ગુજરાત હાઈકોર્ટના રતિલાલ ચુનીલાલ સોલંકી અને બીજાઓ વિરુધ્ધ શાંતીલાલ ચુનીલાલ એન્ડ અધર્સ એ દાખલ કરેલ પીટીશનમાં તા.૨૮/૨/૧૯૯૬ના ચુકાદામાં "It cannot be gainsaid that, when a dispute as to the properties mentioned in the revenue records arises, the parties have to go to the competent Civil Court for resolution of their such dispute. They cannot convert the mutation proceedings under Chapter 8A of the Code into a battle-field for the purpose. The revenue authorities are incompetent to decide the disputed question of title to any property mentioned in any revenue record."

No comments: