બિનખેતી હુકમ – ઇકવીટી બદલાતા ત્રાહિત હકક ઉભો થવા બાબત
હુકમ નંબર :- વિવિ/બખપ/અમદ/૬/૨૦૧૨ લીંક ૭/૨૦૧૨ તા.૧૧/૧૦/૨૦૧૭
વાદગ્રસ્ત જમીન :- મોજે-મોટેરા, તા.દશક્રોઇ, જિ.અમદાવાદના રા.નં. ૯ પૈકી વાળી જમીન
* કેસની ટૂંકમાં વિગત :-
આ કેસની ટૂંકમાં હકીકત એવી છે કે, મોજે-મોટેરા, તા.દશક્રોઈ, જિ.અમદાવાદ ગામના સ.નં. ૯ પૈકી ની ૮૪૬૯,૦ ચો.મી. વાળી જમીન તથા સ.નં.૧) ની ૫૩૧૫ ચો.મી. વાળી જમીનના કબજેદારએ તા.૨૩/૧/૨૦૧૨ ની અરજી તથા જવાબ અન્વયે બીનખેતીના હેતુ માટે આ જમીન ઉપયોગ ક૨વા બીનખેતી અંગેની પરવાનગી મળવા કલેકટરથી, અમદાવાદ સમક્ષ માંગણી કરેલ છે. આ કામે મામલતદારશ્રી, દશકોઇ એ તેઓના તા.૨૮/૩/૨૦૧૨ ના પત્રથી હકારાત્મક અભિપ્રાય આપેલ છે. જે લગત કલેકટ૨શ્રી, અમદાવાદનાએ બીનખેતી અંગેની પરવાનગી આપવામાં આવેલ છે. આ બિનખેતી પરવાનગી હુકમના નિર્ણયથી આ કામના અરજદાર નારાજ થતા કલેકટરશ્રી, અમદાવાદના હુકમ સામે અત્રેને રીવીઝન અરજી કરેલ છે.
* એસ.એસ.આર.ડી.ના તારણ અને હુકમ:--
મોજે-મોટેરા, તા.દશક્રોઈ, જી અમદાવાદ ગામના ર.નં. ૯ પૈકી ની ૮૪૬૯,૦ ચો.મી. વાળી જમીન તથા સ.નં.૧) ની ૫૩૧૫ ચો.મી. વાળી જમીનના કબજેદારએ તા.૨૩/૧/૨૦૧૨ ની અરજી તથા જવાબ અન્વયે બીનખેતીના હેતુ માટે આ જમીન ઉપયોગ કરવા બીનખેતી અંગેની પરવાનગી મળવા સામાવાળાઓએ કલેકટરશ્રી, અમદાવાદ સમક્ષ માંગણી કરેલ છે. વાદગ્ર૨ત જમીન સ્થળે ખુલ્લી છે. ક્લેકટ૨શ્રીના હુકમમાં જણાવ્યાનુસાર રૂપાંત૨ક૨ની ૨કમ સરકારશ્રીમાં જમા કરાવી ચલાની નકલ રજુ કરેલ છે. કબજેદારની માંગણી મુજબની હકીકત જેતા જમીન મહેસુલ અર્ધનયમની કલમ-૬૫ હેઠળની જોગવાઈઓ, સંબંધત ખાતા/કચેરીનાં અભિપ્રાય, ર્સ્થાિત, કર્ડ ઓફ રાઈટસની જોગવાઇઓ તથા સ૨કા૨શ્રીના પ્રવર્તમાન કાયદાકીય જોગવાઈઓ ધ્યાને લઈ કલેકટ૨શ્રીએ બીનખેતી અંગેની પરવાનગી આપવામાં આવેલ, વિવાદીત જમીન સંબંધે બીનખેતી થયા બાદ નકશા મુજબ પ્લોટીંગ થયેલ છે. બાંધકામ થયેલ છે. આ બાંધકામ મુજબના મકાનમાં લોકો વસવાટ કરે છે. વિવાદીત જમીનના મિલક્ત સબંધે દીવાનીકોર્ટ રામક્ષ દાવો દાખલ થયેલ છે. આ દાવાનો આખરી નિર્ણય પક્ષકારોને બંધનકર્તા રહેવાનો છે. દીવાની મુકદમો પડતર હોઇ બીનખેતી અંગેની પ્રક્રિયા થઈ ગયા બાદ હવે આ બાબતે અન્ય કોઇ વધુ કાર્યવાહી થઈ શકે નહી. હવે આ જમીનની ઈકવીટી બદલાઈ ગયેલ છે. હવે જમીનની ઈકવીટી બદલાઈ ગયા બાદ ત્રાહિત વ્યકિતએ હાહિત બાબતે વિવાદ ઉપરિસ્થત કરેલ છે. આ માટે નામદા૨ ગુજ૨ાત હાઈકોર્ટ, અમદાવાદના એસ.સી.એ.નં.૯૧૫૭/૨૦૧૫, ૭૫૬૫/ ૨૦૧૧ ના ચુકાદા ધ્યાને લેવા પાત્ર છે.
અરજદારની રીવીઝન અરજી નામંજુર કરી કલેકટરશ્રી, અમદાવાદ નો તા.૨૩/૪/૨૦૧૨ નો હુકમ કાયમ રાખવામાં આવેલ છે.
* મહેસુલી અધિકારીએ ધ્યાનમાં રાખવાની કાયદાકીય બાબતો :-
(૧) જમીન મહેડ્યુલ કાયદાની કલમ-૬૫ ની જોગવાઈઓ.
(૨) લીટિશન એક્ટ-૧૯૬૩ની કલમ-૫(૧) ની જોગવાઇ
(૩) નામદાર ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદના એસ.સી.એ. નં.૯૦૫૭/૨૦૧૫, ૭૫૬૫ ૨૦૧૧ ના ચુકાદા
No comments:
Post a Comment