સહકારી મંડળીની જમીન વેચાણ દસ્તાવેજ
કેસની ટૂંકી વિગત :-
ઔદ્યોગિક હેતુ માટે બિનખેતી થયેલ જમીન ૨જી,દસ્તાવેજથી અ૨જદા૨ સંસ્થા પાસેથી સામાવાળા નં.૧ નાએ વેચાણ રાખતા હકકપત્રકે નોંધ નં ૫૪૨૧૫ તા.૯-૪-૨૦૧૨ દાખલ થતા આ કામના વિવાદી દ્વારા વાંધા અરજી રજુ કરી તકરાર ઉપસ્થિત કરતાં મામલતદારશ્રી વઢવાણ દ્વારા તકરારી કેસ ચલાવી તા.૧૯-૧૦-૨૦૧૨ ના હુકમથી અરજદારની વાંધા અરજી નામંજુર કરી નોંધ નં ૫૪૨૧૫ "મંજુ૨" ક૨વા નિર્ણય કરેલ જે નિર્ણયથી નારાજ થઈ આ કામના વિવાદીએ નાયબ કલેકટરથી વઢવાણની કોર્ટમાં અપીલ દાખલ કરેલ. નાયબ કલેક્ટથી વઢવાણ દ્વારા તા.૩૦-૭-૨૦૧૩ ના હુકમથી અપીલ અરજી નામંજુર કરી નોંઘ નં.૫૪૨૧૫ નો મામલતદારશ્રી વઢવાણનો તા.૧૯-૧૦-૨૦૧૨ નો નિર્ણય કાયમ રાખવા હુકમ કરતાં તે નિર્ણયથી નારાજ થઈ ક્લેક્ટરશ્રીની કોર્ટમાં રીવીઝન અરજી દાખલ કરેલ. જે ચાલી જતાં કલેકટરશ્રીએ તેઓના તા.૬/૯/૧૪ થી અ૨જદા૨ની રીવીઝન અરજી નામંજુ૨ કરતા. જે હુકમથી ના૨ાજ થઇ હાલના અરજદારોએ અત્રે સમક્ષ ફેરતપાસ અરજી દાખલ કરેલ,
એસ.એસ.આર.ડી.ના તારણ અને હુકમ :-
આ કિસ્સામાં વિવાદીના જણાવ્યા મુજબ મંડળીની જમીન અંગે થયેલ અઘાટ વેચાણ દસ્તાવેજ તેમજ સુધારા દસ્તાવેજ કરી આપનારને વેચાણ કરવાની સત્તા ન હોવા છતાં વેચાણ દસ્તાવેજ કરેલ હોવાથી ૨જીસ્ટર થયેલ દસ્તાવેજ કાયદેન્સ૨નો ગણાય નહીં તેથી તે આધારે હકકપત્રકે દાખલ થયેલ નોંધ રદ કરવા ૨જુઆત કરેલ છે. ૨૭.દ૨તાવેજની કાયદેસરતા સંબંધે વિવાદી દ્રારા નામ.દિવાની કોર્ટથી દિવાની કેસ નં.૭૭/૧૨ થી દાદ માંગવામાં આવેલ છે. જે હાલ કોર્ટમાં પેન્ડીંગ છે. જયાં સુધી દિવાની કોર્ટ તરફથી ૨જીસ્ટર થયેલ દસ્તાવેજ રદ ઠરાવવા હુકમનામું “ થાય ત્યાં સુધી તે દસ્તાવેજના આધારે દાખલ થઈ પ્રર્માણત થયેલ નોંધ રદ ઠરાવવી યોગ્ય નથી, જેથી નાયબ કલેકટરશ્રીનો નિર્ણય હાલના સંજોગો ધ્યાને લેતા યોગ્ય હોઈ તેમાં હાલ કોઈ હસ્તક્ષેપ કરવો ઉચિત નથી. વિવાદી દ્વારા દિવાની કોર્ટથી દાદ મેળવવા દિવાની દાવો તથા પોલીરા ફરીયાદ દાખલ કરેલ છે. જે હાલ કોર્ટમાં પેન્ડીંગ છે. નામદાર દિવાની કોર્ટ તરફથી પુરાવાના આધારે દસ્તાવેજ રદ ઠરાવવા હુકમનામુ ફરમાવે ત્યારે તે હુકમનામા સાથે મહેસુલી કોર્ટમાં દ૨તાવેજ આધારે થયેલ નોંધ સામે દાદ મેળવવાની રહે છે. જયાં સુધી ૨જી૨૮૨ થયેલ દસ્તાવેજ સક્ષમ કોર્ટ તરફથી રદ ઠરાવવામાં ન આવે ત્યાં સુધી તે દસ્તાવેજ ખોટો હોવાનું હાલ માનવાને કોઇ કારણ નથી. હાલના સંજોગોમાં મંડળીના હોદ્દેદાર દ્વારા કરી આપવમાં આવેલ ૨૭.દસ્તાવેજ (ફોડ) ખોટો હોવાની વિવાદીની રજૂઆત ગ્રાહા રાખવાપાત્ર નથી. સબબ નાયબ કલેકટરશ્રીનું તા૨ણ યોગ્ય છે, પરંતુ આ બાબતે સહકારી મંડળીના કાયદા મુજબ અ૨જદા૨ની ૨જુઆત છે કે, હરાજી કર્યા વિના જમીનનો નિકાલ થઈ શકે નહીં. વળી આ બાબતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રએ તપાસ કરેલ છે. તેમાં ફ્રોડ સાબિત થયેલ છે. વળી આ જમીન અંગે પોલીસ કેસ થયેલ છે. તેમાં ચાર્જશીટ નં. ૨૭/૨૦૧૩ પણ થયેલ છે. તે અંગેનો મુદ્દો પણ ઘ્યાને લેવાપાત્ર છે. આમ કેન્સ પ્રથમ ષ્ટિએ ખોટું થયેલ હોય તે બાબત ધ્યાને લેવાની રહે છે. જે બાબત નલીટી છે. તે માટે નામ. હાઈકોર્ટના નલીટીના ચુકાદાઓ ૫૦૯૭/૯૯, ૨પે.સી.એ. ૨૦૦૭(૪) પાત-૨૨૧, ૧૯૯૪ લોશૂટ (ગુજરાત) ૩૪૧, ૨પે.સી.એ. ૧૩૬૨૫/૦૪, ૨૫.સી.એ. ૨૫૫૨/૦૮ ધ્યાને લેવાપાત્ર છે. તેથી અ૨જદા૨ની રજૂઆત અંશત : સ્વીકા૨વાપાત્ર જણાય છે. જેથી અ૨જદા૨ની રીવીઝન અરજી અંશત:મંજુ૨ ક૨ી અને કલેકટ૨શ્રી, સુરેન્દ્રનગરનો તા.૬/૯/૨૦૧૪ નો હુકમ ૨૯ કરવામાં આવેલ છે.
“મહેસુલી અધિકારીએ ધ્યાનમાં રાખવાની કાયદાકીય બાબતો :- નામદાર હાઈકોર્ટના ૫૯૭/૯૯, ૨૫.સી,એ.૨૦૦૭(૪) પાન-૨૨૧, ૧૯૯૪ લોશૂટ (ગુજ૨ાત) ૩૪૧, ૨૫.સી.એ. ૧૩૬૨૫/૦૪, સ્પે.સી.એ.૨૫૫૨/૦૮ ધ્યાને લેવા પાત્ર છે.
No comments:
Post a Comment