વીલથી બીનખેડૂતને તબદીલી (સુઓમોટો) - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Wednesday, February 15, 2023

વીલથી બીનખેડૂતને તબદીલી (સુઓમોટો)

 વીલથી બીનખેડૂતને તબદીલી (સુઓમોટો)

હુકમ નંબર- વિવિ/ધરખ/સ્યુ/ભવન/૨/૧૬ તા.૦૫/૦૯/૧૭ 

વાદગ્રસ્ત જમીન :- મોજે : વરતેજ તા.જિ.ભાવનગર રે.સર્વે નં. 97 પૈકી ૨ ની જમીન તથા રે.સર્વેનં.૧૯૫/૧ પૈકી ૨.


કેસની ટૂંડી વિગત :-

 (૧) મોજે. વરતેજ રે.સર્વે નં. ૯૭ પૈકી ૨ની જમીન તથા રે,સર્વે નં. ૧૫/૧ પૈકી રની જમીનમાં સંયુક્ત ખાતેદારો પૈકી શ્રી ધોળીબેન કેન્સરમાઈ તા. ૨૯/૯/૧૯૯૭નાં રોજ ગુજરી જતાં તેમણે કરેલ વીલની રૂઇએ શ્રી પરમાણંદભાઈ લધારામભાઇ તથા શ્રી કનૈયાલાલ જેસારામએ સિયતનામા આધારે ગ્રામ દફ્તરે નોંધ નં. ૮૩૦૬ તા. ૨૩/૬/૬ પ્રમાણિત થયા તા. ૯/૧૦/૨૦૦૬થી સહભાગીદારો તરીકે નામ દાખલ થયેલ. આમ, શ્રી પરમાણંદભાઈ લધા૨ામભાઈ તથા શ્રી કનૈયાલાલ જેચા૨ામએ વીલની રૂઇએ સહભાગીદાર તરીકે ખેડવાણ જમીન બિનખેડૂત ૨૨ે પ્રાપ્ત કર્યા બાદ અન્ય ખેડૂતો પાસેથી મોજે વરતેજ તા. જિ. ભાવનગ૨નાં સ.નં. ૪૪ પૈકી ૧ ની છે. ૧-૩૩-૫૫ ખેડવાણ જમીન તથા સ.નં. ૪૬૪ પૈકી ૨ની છે. ૧-૦૯-૨૭ ખેડવાણ જમીન વેચાણ રાખેલ. ત્યાર બાદ શ્રી પરમાણંદભાઈ લધારામભાઇ તથા શ્રી કનૈયાલાલ જેરારામએ અન્ય ખેડૂતો પાસેથી ૨,નં. ૩૩૩/૧ પૈકી ૩, સ.નં. 333/૧ પૈકી ૪, સાં. ૩૩૩/૧ પૈકી ૫, સ.નં. ૩૩૩/૧ પૈકી ની ખરીદ કરેલ તથા દ૨ જમીનોમાં પોતાની હયાતીમાં પોતાનાં વા૨ા૨ો આ કામમાં સામાવાળા નં. ૧/૧ શ્રી જીતેન્દ્ર કનૈયાલાલ તથા સામાવાળા નં. ૧/૨ શ્રી અમિત કનૈયાલાલનાં નામો દાખલ કરાવેલ.


(૨) આ કામમાં સામાવાળા નં. ૧/૧ શ્રી જીતેન્દ્ર કનૈયાલાલ તથા સામાવાળા નં. ૧/૨ શ્રી અમિત કનૈયાલાલએ ઉકત વિગતે તેમનાં પિતાશ્રીનાં ખાતામાં હયાતીમાં હક્ક દાખલ કરાવીને ગેરકાયદેસર રીતે ખેડૂત બન્યા બાદ મોજે વળાવડ તા. શિહોર રે.સ.નં. ૩ પૈકી ૧ની ખેડવાણ જમીન હૈ.૧-૩૨-૫૪ આ કામના સામાવાળા નં. ૨ ૨સીકભાઈ મેરૂભા પાસેથી વેચાણ રાખતાં વાદગ્રસ્ત જમીનમાં તેમનાં નામો દાખલ થયેલ.


(3) આમ ઉક્ત વિગતે આ કામનાં સામાવાળાઓ ધ્વા૨ા ખેડવાણ જમીનનાં ખરીદ-વેચાણ-હયાતીમાં હકક દાખલ જેવા તર્નાદેલી વ્યવહારો બાદ વાદગ્રસ્ત ખેડવાણ જમીન વેચાણ રાખેલ હતી. ઉકત વિગતેનાં Nullity- Nonest Ab initio null & void વ્યવહા૨ રદ્દ થવાને પાત્ર હોવાનું ઠરાવી કલેક્ટરશ્રી, ભાવનગરે સૌરાષ્ટ્ર ઘરખેડ, ગણોત વહીવટ, પતાવટ અને ખેતીની જમીન વટહુકમ-૧૯૪૯ની કલમ-૫૪નાં ભંગ બદલ વાદગ્ર૨ત તમામ જમીનોની તબદિલી ગેરકાયદેસર ઠરાવી કલમ-૭૫ની જોગવાઇ મુજબ સંક્ષિપ્ત કાર્યવાહી કરી કબજેદાર પાસેથી વાગ્રસ્ત જમીન ખાલી કરાવવા માટે જરૂરી કાર્યવાહી કરેલ. ત્યાર બાદ કલેક્ટરશ્રીએ નામ. સુપ્રિમ કોર્ટમાં ૨૫. સીવીલ અપીલ નં. ૧૮૫૨૫/૨૦૦૯ની વિગતો ધ્યાને લઇ આ કામે વીલની રૂઇએ ખેતીની જમીન/ખેડૂતનું સ્ટેટ પ્રાપ્ત કરવા સંબંધે નામ. સુપ્રિમ કોર્ટનો આખરી ચુકાદો પક્ષકારોને બંધનકર્તા રહેશે તેમ તેમનાં તા.૧૦/૮/૨૦૧૫નાં હુકમ નં. આર.ઓ. (ધ૨ખેડ/કેસ નં. ૩૨/૨૦૧૨-૧૩થી ઠરાવી કારણદર્શક નોટિગ્સ શરતોને આધીન પરત ખેંચેલ


(૪) ઉક્ત તમામ વિગતો અનુસંધાને કલેક્ટરશ્રીએ તેમનાં પત્ર ક્રમાંક : આર.ઓ./ઘરખેડ/કેન્સ નં. ૩૨/૨૦૧૨-૧૩ તા. ૭/૬/૧૬થી “વીલ” આધારે કોઇ વ્યક્ત ખેડૂત બની શકે કે કેમ ? તેનું કાયદાકીય પરિભાષામાં અર્થઘટન જરૂરી હોવાનું જણાવી આ કામે સમગ્ર પ્રકરણ અત્રે મોકલી આપી તેમનો તા. ૧૦/૦૮/૨૦૧૫નો હુકમ સ૨કા૨પક્ષે ન્યુમોટો રીવીઝનમાં લઇ ૨ ક૨વા વિનંતી કરેલ હતી.

વીલથી બીનખેડૂતને તબદીલી (સુઓમોટો)


એસ.એસ.આર.ડી.ના તારણ અને હુકમ :-

(૧) શ્રી પરમાણંદભાઇ લધારામભાઇ તથા શ્રી કનૈયાલાલ જેસ્સારામએ વીલની રૂઇએ સહભાગીદાર તરીકે રે.સર્વે નં. ૯૭ પૈકી ૨તી હૈ. ૦-૮૬-> જમીન તથા રે.સર્વે નં. ૧૫/૧ પૈકી ૨ની છે. ૩-૦૩-૫૨ ખેડવાણ જમીન બિનખેડૂત દ૨ે પ્રાપ્ત કર્યા બાદ. મોજે વરતેજ તા. જિ. ભાવનગ૨નાં સ.નં. ૪૬૪ પૈકી ૧ ની તથા સ.નં. ૪૬૪ પૈકી ૨ની ખેડવાણ જમીન રજી. વેચાણ દસ્તાવેજથી વેચાણ રાખેલ હતી. ત્યાર બાદ તે આધારે અન્ય ખેડૂતો પાસેથી સ.નં. ૩૩૩/૧ પૈકી ૩, ૨, ૩૩૩/૧ પૈકી ૪, ૨૪ નં. ૩૩૩/૧ પૈકી ૫, સ.નં. ૩૩૩/૧ પૈકી ૬ની ખરીદ કરેલ તથા સદર જમીનોમાં પોતાની હયાતીમાં પોતાનાં વારસદારો આ કામનાં સામાવાળા નં. ૧/૧થી ૧/૨માં નામો દાખલ કરાવેલ.

(૨) ઉકત વિગતે આ કામના સામાવાળા નં. ૧/૧ અને ૧/૨એ ગેરકાયદેસર રીતે ખેડૂતની સંજ્ઞા પ્રાપ્ત કર્યા બાદ મોજે વળાવડ તા. શિહોરનાં ૨.સ.નં. ૩૫. ૧ની ખેડવાણ જમીન વેચાણ રાખેલ હતી. આમ, શ્રી જીતેન્દ્ર કનૈયાલાલ તથા અમિત કનૈયાલાલનાં પિતાશ્રીએ ગેરકાયદેસર રીતે ખેડૂતનું સ્ટેટસ પ્રાપ્ત કરીને તેમની હયાતીમાં હક્ક દાખલ કરીને તેઓનાં પુત્રોને ખેડૂતનું ૨ટેટસ પ્રાપ્ત કરાવેલ જે આધારે શ્રી જીતેન્દ્ર કનૈયાલાલ તથા મત કનૈયાલાલએ વાદગ્રસ્ત જમીન વેચાણ રાખેલ છે. આમ, બિનખેડૂત દ્વારા વાદગ્રસ્ત જમીનમાં કરેલ તમામ તબદિલી વ્યવહાર Nullity-Nonest Ab initio null & void હોય રદ્દ થવાને પાત્ર હોવાનું ઠરાવી કલેક્ટરશ્રી, ભાવનગરે સૌરાષ્ટ્ર ઘરખેડ, ગણોત વહીવટ, પતાવટ અને ખેતીની જમીન વટહુકમ-૧૯૪૯ની કલમ-૫૪માં ભંગ બદલ વાગ્રત તમામ જમીનોની તબદલી ગેરકાયદેસર ઠરાવી કલમ- ૭૫ની જોગવાઇ મુજબ સૌક્ષપ્ત કાર્યવાહી કરી કબજેદાર પાસેથી વાદગ્રસ્ત જમીન ખાલી કરાવવા જરૂરી કાર્યવાહી કરેલ.

(૩) સદ૨ વિગતે કલેક્ટરશ્રીએ નામ. ગુજરાત હાઇકોર્ટનાં સ્પે.સી.એ.નં. ૨૫૦૫૮/૨૦૦૬ તા. ૧૭/૩/૨૦૦૯માં ચુકાદાને જે-તે સંબંધિત અરજદારો તરફથી નામ. સુપ્રિમ કોર્ટમાં સ્પે. સીવીલ અપીલ નં. ૧૮૫૨૫/૨૯ થી પડકારવામાં આવેલ તથા તે કામે તા. ૧૦/૦૮/૨૯નાં સ્ટેટમ્સ ક્વોની વિગતો ધ્યાને લઇ તે વિગતો ધ્યાને લઇ આ કામે વીલની રૂઇએ ખેતીની જમીન/ખેડૂતનું સ્ટેટસ પ્રાપ્ત કરવા સંબંધે નામ. સુપ્રિમ કોર્ટનો આખરી ચુકાદો પક્ષકારોને બંધનકર્તા રહેશે તેમ ઠરાવી કા૨ણદર્શક નોટિગ્સ શરતોને આધીન પરત ખેંચેલ, પરંતુ ત્યાર બાદ તેમનાં પત્ર તા. ૭/૬/૧૬થી “વીલ” આધારે કોઇ ર્વ્યક્ત ખેડૂત બની શકે કે કેમ ? તેની કાયદાકીય પરિભાષામાં અર્થઘટન જરૂરી હોઇ તેમનો તા. ૧૦/૦૮/૨૦૧૫નો હુકમ સ૨કા૨પક્ષે ન્યુમોટો રીવીઝનમાં લઇ ૨દ્દ કરવા વિનંતી કરેલ હતી.


(૪) આ કામે કલેક્ટરશ્રીનાં તા.૧૦/૮/૧૫નાં હુકમથી નામ. ગુજરાત હાઇકોર્ટનાં ડીવીઝન બેન્ચનાં સ્પે. સી.એ.નં. -૨૫૫૮/૨૦૦૬ તા.૧૭/૩/૨૯નાં ચુકાદા સામે નામ. સુપ્રિમ કોર્ટનો એસ.એલ.પી.(સીવીલ) નં. ૧૮૫૨૫/૨૦૦૯ દાખલ થયેલ હોવાનું તથા યથાવત સ્થિતિ જાળવી રાખતાં વચગાળાનાં હુકમ તા,૧૦/૮/૨૦૦૯ને દયાને લઇને કારણદર્શક નોટિસ પરત ખેંચેલ હતી. પરંતુ સદર એસ.એલ.પી.(સીવીલ) નં. ૧૮૫૨૫/૨૦૦૯ હુકમ તા.૧૦/૮/૨૦૦૯ની વિગતો ચકારાતાં અ૨જદા૨શ્રી વિનોદચંદ્ર સાકરલાલ કાપડીયા વિરુધ્ધ ગુજરાત સરકારની પીટીશનમાં નામ. ર્રાપ્રમ કોર્ટે સ્ટેટ ક્વો જાળવી રાખવા આદેશ કરેલ છે. પરંતુ આ કામનાં સામાવાળાઓ નામ. સુપ્રિમ કોર્ટની સદર પીટીશનમાં પક્ષકારો નથી કે અન્ય વિગતો સમાન નથી, જેથી સદર પીટીશનનાં ચુકાદા આ કામે લાગુ પાડી શકાય તેમ નથી. વળી, હાલ નામ. સુપ્રિમ કોર્ટમાં દ૨ પીટીશન પેન્ડીગ છે. જે જોતાં પણ આ કામે નામ. ગુજરાત હાઇકોર્ટનાં ૨૫. સી.એ.નં. ૨૫૦૫૮/૨૦૦૬ તા.૧૭/૩/૨૦૯નાં ચુકાદાને ધ્યાને લેતાં કલેક્ટરશ્રીએ તેમનો તા. ૧૦/૦૮/૨૦૧૫નો હુકમ સ૨કા૨પક્ષે ન્યુમોટો રીવીઝનમાં લઇ ૨૬ ક૨વા કરેલ કાર્યવાહી યોગ્ય જણાય છે.


(૫) વીલની રૂઇએ ખેતીની જમીન/ખેડૂતનું સ્ટેટમ્સ પ્રાપ્ત કરવા સંબંધે નામ. સુપ્રિમ કોર્ટ તથા નામ. હાઇકોર્ટનાં અન્ય ચુકાદા ધ્યાને લેતાં


(૬) નામદાર સુપ્રીમ કોર્ટનાં શ્રી સંગપ્પા કલ્યાણપ્પા બાંગી (મૈયત)નાં વાય્સો વિરુધ્ધ લેન્ડ ટ્રીબ્યુનલ જામખાડી અને બીજા, કર્ણાટકનાં સી.એ./૧૯૯૮/૯૧ના તા.૧૫/૦૯/૮ના ચુકાદા મુજબ મૈયત વ્યકિતનાં કુટુંબના કાયદેસરનાં વારસદાર હોય તેવા ઇસમોને જ વીલથી વારસદાર તરીકે માન્ય રાખેલ છે. કુટુંબ સિવાયના અન્ય ઇસમો વીલથી કે બીજી કોઈ રીતે મૈયતના વારસદારો તરીકે દાખલ થઇ શકે નહીં તેવું ઠરાવેલ છે. સદર ઠરાવમાં કરેલ અવલોકન મુજબ “It is no doubt true that the meaning attributed to an heir could be as suggested by the learned counsel for the appellants so as to include the descendant and other persons related by legitimate kinship or otherwise who may be covered by a will, but the true question to be decided in this case is if there is a devise of that nature is hit by Section 21 of the Act or not. The object and the purpose of Section 21 being to confine the rights of tenancy only to those known under law as heirs and therefore, assignment to strangers is પ્રતિબંધિત."

(૭) નામ. ગુજરાત હાઇકોર્ટનાં ડીવીઝન બેન્ચનાં રાજેનભાઇ બલદેવભાઇ શાહ વિરુધ્ધ બાઇજીબેન કાભાઈ પાટણવાડીયા અને બીજામાં સ્પે.સી.એ.નં. ૨૫૫૮/૨૦૦૬ તા. ૧૭/૩/૨૦૦૯નાં ચુકાદાથી “કોઇ ર્વ્યક્ત ખાતેદાર ખેડૂત ન હોય તો વીલની રૂઇએ ખેતીની જમીન ખરીદી શકે નહી કે ખેડૂતનું સ્ટેટા પ્રાપ્ત કરી શકે નહી" તેમ ઠરાવેલ છે. સદર ઠરાવમાં કરેલ અવલોકા મુજબ બોમ્બે ટેનન્સી એક્ટની કલમ 63 પણ ખેતીની જમીનના ટ્રાન્સફર પર પ્રતિબંધ મૂકે છે. બિન-કૃષિ હેતુ માટે બિન-કૃષિવાદી જ્યાં સુધી પાસેથી પરવાનગી મેળવેલ ન હોય કલેક્ટર અથવા તે વિભાગમાં આપવામાં આવેલ કોઈપણ અધિકૃત અધિકારી."


(૮) નામ. ગુજરાત હાઇકોર્ટનાં જજ શ્રી. એસ. જે. મુખોપાધ્યાયનાં શામજીભાઇ કેશવજીભાઇ કણચાગરા વિરુધ્ધ ર્રાિન્સપલ સેક્રેટરી, મહેસુલ વિભાગ(વિવાદ), અમદાવાદમાં ઓરલ ઓર્ડર તા. ૭/૧૦/૨૦૧૦થી એલ.પી.એ.નં. ૧૫૨૨/૨૦૧૦ ઇન એસ.સી.એ.નં. ૧૧૬૧૬/૨૦૦૯ વીથ સીવીલ એપ્લીકેશન નં. ૮૬૬૫/૨૦૧૦ ઇન એલ.પી.એ.નં. ૧૫-૨૨/૨૧) વીથ એલ.પી.એ.નં. ૧૫૪૯/૨૦૧૦ ઇન એસ.સી.એ.નં. ૧૨૦૩/૨૦૧) વીથ સી.એ.નં. ૭૫૧૯/૨૯૪૧) ઇન એલ.પી.એ.નં. ૧૫૨૨/૨૧નાં ચુકાદામાં કરેલ અવલોકન મુજબ


= "હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમની કલમ 30 ઉત્તરાધિકારની રીત તરીકે વસિયતનામું સ્વીકારે છે, પરંતુ ટેનન્સી લો જેવા કોઈપણ કાયદાના હેતુ અને ઉદ્દેશ્યને હરાવીને નહીં."


“અમે નોંધ્યું છે કે, પ્રકરણ V નું શીર્ષક અને કલમ 63 ની સીમાંત નોંધ બિન-કૃષિવાદીને ખેતીની જમીનના ટ્રાન્સફરને પ્રતિબંધિત અને પ્રતિબંધિત કરે છે, જે અમને એક સંકેત પણ આપે છે, જ્યારે અમે તે વિભાગનું અર્થઘટન કરીએ છીએ. ઑબ્જેક્ટ, શીર્ષક અને સીમાંત નોંધ કાયદાના અંતર્ગત હેતુ અને નીતિ સૂચવે છે. ટેનન્સી એક્ટનો મૂળ હેતુ અને ઉદ્દેશ્ય ખેતીની જમીન બિન-ખેતીવાદીને તબદીલ કરવાનો નથી પરંતુ વસિયતનામું દ્વારા પરવાનગી આપવામાં આવે તો નિરાશ થશે. જો તે ગેરકાયદેસર હેતુ માટે કાયદાના ઉદ્દેશ્યને નષ્ટ કરે તો આવી યોજના રદબાતલ છે."

"તેથી, જો તે સ્વીકારવામાં આવે કે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ હેઠળ ટ્રાન્સફર છે

■"Section 30 of the Hindu Succession Act acknowledges testamentary succession as a mode of succession, but not by defeating the purpose and object of any legislation, like Tenancy Law."

* We have noticed, that the title of Chapter V and the marginal note to Section 63 restricts and bars the transfer of agricultural land to non-agriculturalist, which also gives us a clue, when we interpret that Section. Object, title and marginal note indicates the underlying purpose and policy of the legislation. Underlying purpose and objects of the Tenancy Act is not to transfer the agricultural land to non-agriculturalist but will be frustrated if permitted by a testamentary disposition. Such a devise, is void, if it defeats the purpose of a legislation for an illegal purpose."


■"Therefore, even if it is accepted that the transfer under the Transfer of Property Act is a conveyance of an existing property by one living person to another, and will does not involve any transfer, but if a will is executed in contravention of law, it is always open to the authority to ignore such will and may refuse to mutate the name on the basis of such will." * સદર ચુકાદાથી થયેલ નિર્ણય મુજબ વીલથી બિનખેડૂતની તરફેણમાં ખેતીની જમીનની તબદીલીથી ગણોતધારા કલમ – ૬૩નો ભંગ થતો હોઇ ખેતીની જમીન વીલથી પણ બિનખેડૂતની તરફેણમાં તબદીલ કરી શકાય નહીં તેમજ જમીન માલિકની હયાતીમાં કલેક્ટરશ્રીની પૂર્વ મંજૂરી સિવાય ખેડવાણ જમીન બિનખેડૂતને તબદીલ કરી શકાય નહીં, જમીન માલિકના મૃત્યુ બાદ તેવી જમીન બિનખેડૂતને તબદીલ કરી શકે નહીં. બિનખેડૂતને વીલથી તબદીલી થવાથી ગણોતધારા કલમ – ૬૩નો ભંગ થાય છે,


ઉક્ત નામદાર સુપ્રિમ કોર્ટ અને નામદાર હાઇકોર્ટનાં ચુકાદા અને પેરા-(૪)થી કરેલ ચર્ચાની વિગતો જોતાં અત્રેથી સરખા ક્રમાંકની કારણદર્શક નોટિસનો રજૂ કરવામાં આવેલ સામાવાળાનો ખુલાસો ગ્રાહ્ય રાખવાપાત્ર જણાતો હોઈ ક્લેક્ટરશ્રી, ભાવનગરમાં તા. ૦૭/૦૬/૨૦૧૬નાં પત્ર દ્વારા અત્રે રજૂ કરેલ ન્યુમોટો ફેર તપારા અરજી મંજૂર કરવામાં આવેલ અને કલેક્ટરશ્રી, ભાવનગરનો હુકમ નં. આર.ઓ./ઘ૨ખેડ/કેસ નં.૩૨/ ૨૦૧૨-૧૩ તા.૧૦/૮/૨૦૧૫ ૨૪ કરવા હુકમ કરવામાં આવેલ છે.


* મહેસુલી અધિડારીએ ધ્યાનમાં રાખવાની કાયદાડીય બાબતો :-

(૧) નામદાર સુપ્રીમ કોર્ટનાં શ્રી રંગપ્પા કલ્યાણપ્પા બાંગી (મૈયત)નાં વાચો વિરુધ્ધ લેન્ડ ટ્રીબ્યુનલ જામખાડી અને બીજા, કર્ણાટકનાં સી.એ./૧૯૯૮/૯૧ના તા.૧૫/૦૯/૮ના ચુકાદા મુજબ મૈયત વ્યકિતનાં કુટુંબના કાયદેસરનાં વારસદાર હોય તેવા ઇસમોને જ વીલથી વારસદાર તરીકે માન્ય રાખેલ છે, કુટુંબ સિવાયના અન્ય ઈસમો વીલથી કે બીજી કોઇ રીતે મૈયતના વારસદારો તરીકે દાખલ થઇ શકે નહીં તેવું ઠરાવેલ છે.

(2) નામ. ગુજરાત હાઇકોર્ટનાં ડીવીઝન બેન્ચનાં રાજેનભાઈ બલદેવભાઇ શાહ વિરુધ્ધ બાઇજીબેન કાભાઈ પાટણવાડીયા અને બીજામાં સ્પે.સી.એ.નં. ૨૫૦૫૮/૨૦૬ તા. ૧૭/૩/૨૦૦૯નાં ચુકાદાથી “કોઈ ર્યાક્ત ખાતેદાર ખેડૂત ન હોય તો વીલની રૂઇએ ખેતીની જમીન ખરીદી શકે નહી કે ખેડૂતનું સ્ટેટસ પ્રાપ્ત કરી શકે નહીં” તેમ ઠરાવેલ છે.

(૩) નામ. ગુજરાત હાઇકોર્ટમાં જજ શ્રી. એસ. જે. મુખોપાધ્યાયનાં શામજીભાઇ કેશવજીભાઇ કણસાગરા વિરુધ્ધ 1)ન્સપલ સેક્રેટરી, મહેસૂલ વિભાગ(વિવાદ), અમદાવાદમાં ઓરલ ઓર્ડર તા. ૭/૧૦/૨૦૧૦થી એલ.પી.એ.નં. ૧૫૨૨/ ૨૦૧૬) ઇન એસ.સી.એ.નં. ૧૧૬૧૬/૨૦૦૯ વીથ સીવીલ એપ્લીકેશન નં. ૮૬૧૫/૨૦૧૦ ઇk એલ.પી.એ.નં.૧૫૨૨/૨૦૧૦ વીથ એલ.પી.એ.નં. ૧૫૪૯/૨૦૧૦ ઇન એસ.સી.એ.નં. ૧૨૦૩/૨૦૧૦ વીથ સી.એ.નં. ૭૫૧૯/૨૦૧૦ ઈન એલ.પી.એ.નં. ૧૫૨૨/૨૦૧૦નો ચુકાદો.

No comments: